Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 17
________________ ૧૬ ૬ સામાયિક ભાવ કર્મક્ષય થાય છે અને સકલ કર્મક્ષયને જ મોક્ષ કહેવાય છે.? - દ્રવ્યપ્રતિક્રમણ તો તમે રોજ કરો છો. રોજ “મિચ્છા મિ દુક્કડ' કરો છો. જેને ખરેખર કરવાનું છે તેને તો આપણે નથી કરતા અને જેમને કરવાની જરૂર નથી એ બધાંને તો આપણે કરીએ છીએ ! આપણે હસમુખભાઈને, પ્રવીણભાઈને, રમણીકભાઈને – એ બધાંને મિચ્છા મિ દુક્કડ' કરવાનું છે ?? જેમની સાથે કોઈ ઝગડો નથી, કંઈ બોલચાલ થઈ નથી, જેમના પ્રત્યે કોઈ રાગ-દ્વેષ નથી એ બધાંને આપણે ‘મિચ્છા મિ દુક્કડ' કરીએ છીએ! સકળ સંઘને “મિચ્છા મિ દુક્કડં” – ભાઈ, તને કોઈ ઓળખતું નથી! રસ્તા પર છેદક (divider) હોય એની બે બાજુથી વાહનો જતાંઆવતાં હોય. ત્યાં રોડ ડિવાઇડર પર ઊભો રહીને કોઈ ગાંડો માણસ આમ હાથ જોડી જોડીને બધાંને ચારેય દિશામાં ‘મિચ્છા મિ દુક્કડ' કર્યા કરતો હોય – ભાઈ! તને કોઈ ઓળખતું નથી, પણ જે ત્રણ-ચાર ઘેર તું જતો નથી, દા.ત. વેવાઈના ઘેર ન જતો હોય, જમાઈ બગડ્યો હોય તો સાસરાના ઘેર ન જતો હોય, દેરાણી બગડી હોય તો જેઠાણીને ત્યાં ન જતી હોય, એ ત્રણ કે ચાર ઘેર જઈને તમે સાચું ‘મિચ્છા મિ દુક્કડ' કરી આવો. બાકીનાં છ— ઘેર નહીં જાઓ તો ચાલશે..... પણ એ જે ત્રણ કે ચાર ઘર છે જ્યાં તમારે તમારા કષાયને ધોવાના છે, તમારી મલિનતા ઘટાડવાની છે, તમારાં દુષ્કૃત્યોને મિથ્યા કરવાનાં છે - ‘મિચ્છા મિ દુક્કડ'નો એ અર્થ થાય છે કે મારાથી જે દુષ્કૃત્યો થયાં હોય 2. વધુ વિગત માટે જુઓ લેખકનું અન્ય પુસ્તક : હેમચંદ્રાચાર્યની અનુભવવાણી. પ્રકાશક :

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38