Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 22
________________ સામાયિક ભાવ - ૨૧ દ્રવ્યસામાયિક હોય તો – ૧. ઇષ્ટ મંત્રનો જાપ કરવો, ૨. ધાર્મિક પુસ્તક કે ગ્રંથનું વાંચન કરવું, ૩. સૂત્રોની ગાથાઓ મોઢે કરવી, ૪. સૂત્રોના અર્થ સમજવા, ઇષ્ટ પ્રભુની પ્રતિમા કે ફોટો અથવા સદ્ગુરુદેવનો ફોટો નજર સમક્ષ રાખી સાલંબન ધ્યાન કરવું, ૬. મંત્રના અક્ષરો પર ધ્યાન ધરવું અથવા ૭. વાસોચ્છવાસનું નિરીક્ષણ કરવું (વિપશ્યના). ઉપરની રીતોમાંથી જેને જે રીતે અનુકૂળ પડે તે રીતે તેણે કરવું. ભાવસામાયિકમાં તો નાટકના પ્રેક્ષકની જેમ જગતના બનાવોને અને પદાર્થોને નિર્લેપતાથી માત્ર જોવાના છે અને ઉપશમ, સમત્વ, સમતાભાવ કેળવવાનાં છે. ભાવસામાયિક તો ગમે ત્યાં, ગમે ત્યારે કરી શકાય. સમતાભાવ તો ગમે ત્યાં રાખી શકાય, રાખવો જોઈએ એ આપણે અગાઉ જોઈ ગયા. હવે આ સામાયિક કોણ કરી શકે? એ આપણે જોઈએ. મુસ્લિમોને માટે દિવસમાં રોજ પાંચ વખત નમાઝ પઢવાનું ફરમાવ્યું છે. એ નમાઝ એટલે શું? ખુદાની બંદગી, અલ્લાહની પ્રાર્થના. એ પાંચ વખત કરવાનું કહ્યું છે. જો મુસ્લિમો એ બંદગી પાંચ વખત કરે તો આપણે પણ એમ કરી શકીએ કે નહીં? ખુદાની બંદગી કરવી એ શું માત્ર મુસ્લિમોની ક્રિયા છે? શું આપણે એ નમાઝ અદા ન કરી શકીએ? બ્રાહ્મણોને રોજની ત્રણ સંધ્યા કરવાની કહી છે. ત્રણ સંધ્યા એટલે

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38