Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 3
________________ ૨ : સામાયિક ભાવ સંપૂર્ણ ભાવાર્થને સમજવા માટે આપણે આ ત્રણે શબ્દોને પહેલાં બરાબર સમજી લઈએ. ‘સમ' એટલે સરખું, સમાન, વિષમ નહિ તે. આય” એટલે આવક, લાભ, નફો. આયકર (income tax) વિભાગ ખબર છે ને? તમને જે આવક થાય તેના પર કર લેનારું ખાતું તે આયકર વિભાગ. આય એટલે આવક થવી જોઈએ. | ‘ઇક” પ્રત્યય કશાકને લગતું એ અર્થ દર્શાવવા વપરાય છે. જેમ કે સમાજને લગતું હોય તે સામાજિક, સંસારને લગતું હોય તે સાંસારિક, અર્થને લગતું હોય તે આર્થિક, ધર્મને લગતું હોય તે ધાર્મિક એમ સમાયને લગતું હોય તે સામાયિક. સમ એટલે સમતા, સમત્વ, સમાનતા, શમ, ઉપશમ વગેરે. તેની આવક (આય) થાય, તે બધું આવે, તે સમ + આય = સમાય. તેની આવક કરવાને લગતું જે કાંઈ અનુષ્ઠાન હોય, જે કાંઈ સાધન હોય, જે કાંઈ ક્રિયા હોય તેને સામાયિક કહેવાય. આપણે જે સામાયિક કરીએ છીએ તે કરી લીધા પછી સમનો લાભ થયો કે નહિ, સમતા આવી કે નહિ એ નક્કી કરવું પડે. આપણે જે ક્રિયા કરીએ તેનું ફળ આપણને મળવું જોઈએ. ઉચિત ફળ ન મળતું હોય તો સમજવું કે આપણે કરેલી ક્રિયા નિષ્ફળ થઈ. કોઈના લગ્ન કે રીસેપ્શનમાં બુફે ડીનરમાં જમવા જઈએ અને ખાવાનું સરખું ન લાગે અને પાછા ઘેર આવીને નાસ્તો કરવો પડે, તો તે બુફે ડીનરમાં બરાબર ભોજન થયું એમ ન કહેવાય. એવી રીતે સામાયિક કરીને સમતાનું જે ફળ પ્રાપ્ત થવું જોઈએ તે ન થાય તો સમજવાનું કે એ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 38