Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ અને બાહ્ય ગઢ રૂપાનો બનાવવામાં આવે છે. આત્યંતર કિલ્લાના કાંગરાઓ મણિના, મધ્યમ કિલ્લાના રત્નોના અને બાહ્ય કિલ્લાના સુવર્ણના બનાવવામાં આવે છે. પ્રશ્ન :- મણિ અને રત્નોમાં શું તફાવત છે? જવાબ :- ચંદ્રકાંત વગેરે મણિ કહેવાય અને ઇન્દ્રનીલાદિ રત્નો કહેવાય, અથવા તો જમીનમાં પેદા થાય તે મણિ અને જળમાં ઉત્પન્ન થાય તે રત્નો કહેવાય. ગઢો ની જેમ તે તે કિલ્લાના કાંગરાઓ પણ તે તે દેવો બનાવે છે. આ ત્રણ પૈકીના એકે એક ગઢની અંદર ચારે દિશાઓમાં એક એક એમ રત્નમય ચાર ચાર અર્થાત્ કુલ બાર દ્વારો હોય છે. વળી સર્વ રત્નોના જ પતાકા=ધ્વજપ્રધાન તોરણો હોય છે. આ તોરણો પણ ચિત્ર-વિચિત્ર એટલે કે ચન્દન-કળશ-સ્વસ્તિક-મોતી-માળા વગેરે અનેક પ્રકારના હોય છે. આશ્ચર્યકારી હોય છે. હવે આ સમવસરણમાં વ્યંતર દેવો શી ભક્તિ કરે છે તે જોઇએ. આપ્યંતર કિલ્લાના બહુ મધ્યદેશ ભાગની અંદર શ્રી તીર્થંકર દેવની કાયાની ઉંચાઇ કરતાં બારગણું ઊંચું ચૈત્યવૃક્ષ = અશોકવૃક્ષ, એ અશોકવૃક્ષની નીચે સર્વરત્નમય પીઠ, તે પીઠની ઉપર ચૈત્યવૃક્ષની નીચેના ભાગમાં દેવ ંક, તે દેવછંકની અંદર સિંહાસન, તેના ઉપર છત્રાતિચ્છત્ર હોય છે. ભગવંતની દેશના બાદ ભગવાનના વિશ્રામસ્થાન સ્વરૂપ ‘દેવ ંદક’ બીજા ગઢમાં ઈશાન દિશામાં હોય છે (સમવસરણ સ્તવના) બૃહદ્ કલ્પસૂત્ર શાસ્ત્ર ગા.૧૧૮૦ની ટીકામાં આત્યંતર (=સૌથી ઉપરના) ગઢમાં પણ દેવજીંદક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ચૈત્ર જાહેળાનું જામ્યુંતર ભગવંતની બન્ને બાજુ યક્ષના હાથમાં ચામરો હોય છે. ભગવંતની मध्यदेश्भागे चैत्यप अस्य अधस्तात् देवच्छंदकम्। तस्य दवच्छंदकस्य आभ्यंतरे सिंहासनम् प्राकारस्य बहु Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32