Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ સમવસરણમાં રહેલા તમામે તમામ સંજ્ઞી પ્રાણીઓને જે પદાર્થ જાણવાની જિજ્ઞાસા થાય છે તે તમામની પૂર્તિનું કારણ બને છે. પ્રભુની મૂળ ભાષા તો સ્વભાવે અર્ધમાગધી છે, એટલે તેમાં માગધી અને પ્રાકૃત એમ બે ભાષાનો સમાવેશ હોય છે. પ્રશ્ન :- ભગવાન તો કૃતકૃત્ય થઈ ગયા છે, એમને હવે નવું કાંઈ મેળવવાનું બાકી નથી. તો પછી એઓ શા માટે તીર્થને પ્રણામ કરે છે? જવાબ :- તીર્થ એટલે શ્રુત જ્ઞાન. તીર્થંકરપણું આ શ્રુતજ્ઞાનપૂર્વક જ હોય છે. અર્થાત્ પૂર્વ ભવોની અંદર શ્રુતજ્ઞાનના અભ્યાસ વગર ભગવાનને તીર્થકર-લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. વળી લોક પૂજિતપૂજક હોય છે એટલે જો હું (તીર્થકર) તીર્થની પૂજા કરીશ તો આ તીર્થ (શ્રુતજ્ઞાન) તીર્થકરને પણ પૂજ્ય છે એમ સમજી લોકો પણ તીર્થની પૂજા કરશે. આ ઉપરાંત હું વિનયમૂલક ધર્મની પ્રરૂપણા કરીશ, માટે પહેલા હું જ ખુદ વિનય કરું, જેથી લોક મારું વિનયમૂલક વચન અત્યંત શ્રદ્ધાપૂર્વક સ્વીકારે. અથવા તો ભગવાન કૃતકૃત્ય થયા હોવા છતાં જેમ ધર્મદેશના કરે છે તે જ રીતે તીર્થપ્રણામ પણ કરે છે. પ્રશ્ન :- ભગવાન કૃતકૃત્ય થઇ ગયા છે, માટે એમણે ધર્મદેશના દેવી એ પણ બરાબર નથી. જવાબ :- ભાઇ! તમારી વાત બરાબર નથી. તમો અભિપ્રાય જાણતા નથી. ભગવાનને નિકાચિત થયેલું તીર્થકર નામગોત્ર કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે અને એને વેચવા માટે આ જ ઉપાય છે કે ગ્લાની વગર ધર્મદેશના કરવી. (બૃહત્કલ્પ શાસ્ત્ર ૧૧૭૭,૧૧૯૪) ( પ્રભુ! ઐસો અદૂભૂતરૂપ તિહારો! આ પ્રશ્ન :- તીર્થકર ભગવાનનું રૂપ કેવું હોય ? દર 2 4 (RO)- છે.' ': ' S ': (2) : -({}}--(C)) : -s: S / :) :- (૯)- - () - ( ) : : ({ }) * / 0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32