Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004980/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ વિજય પ્રેમ-ભુવનભાનુ- જયઘોષ- જગચંદ્રસૂ• ગુરુભ્યૉ નમ: સમવસરણે બેઠાં લાગે જેનિજી મીઠાં ! લેખક-સંકલક – પૂ. આચાર્યપતભા-નૂરીશ્વરજી મ. ના શિષ્ય ૫ ગુણસુંદર વિજયજી ગણો _* * 5__qદ “Ð x v 44 可 * * * * 5 用可记者 aa Page #2 -------------------------------------------------------------------------- ________________ अशाअ 디 तुजार समवसर भगवान श्री तीर्थंकर देवों की देशना भूमि वानी ८ प्रातिहार्य, १२ पर्षदा, ३ गढ युक्त समवसरण पशु पक्षी जार पहा १) २) ३) ४) ५) देवों दाग पुष्पवृष्टि geece देवपुंदुभि तीन गठ तीन छत्र ang 11 चांदी का गढ -सोने का कांगरा सोने का गढ - रत्न का कांगरा रत्न का गड - DNA का कांगरा भारो और ४ सीडी - २०,००० पटरी दरवाजा, एक गढ़ में चारो बाबु ४, तीन गढ में कुल १२ दरवाजा rich 8000/ प्रथम गढ में वाहन दूसरे गढ़ में तिबंच पशु-पक्षी 1AAA तीसरे गढ़ में - देव मनुष्य - साधु-साध्वी भगवान श्री तीर्थंकर देव, चतुर्मुख १०) सिंहासन (रलमय) पर बिराजमान तीर्थंकर श्री 20000 पगधाया डारा ११) १२) • अशोक वृक्ष • देवों द्वारा पुष्पवृष्टि चामर पुष्पवृष्टि બાર પર્ષદાની બેસવાની – ઊભા રહેવાની વાત અલગ અલગ ચિત્રથી સમજવી. दिव्य ecraft साध्वीजी जार पर्षहा 'पक्षी देव छँदा इन * भगवान के पीछे सूर्य से अधिक तेजस्वी भामंडल बारह पर्षदा :- देव, मनुष्य • देव - ८ प्रकार - भवनपति देव-देवी व्यंतर देव-देवी ज्योतिष देव-देवी वैमानिक देव-देवी मनुष्य ४ प्रकार साधु-साध्वी पुरुष स्त्री १३) पादपीठ: समवसरण जमीन से वाहनो 10000 पाथी (मीठी) = सवा गाउ पहले से दूसरे गढ में 4000 पगथी, दूसरे से तीसरे गढ़ में 4000 पगथी, कुल टोटल २०००० पगयी = २१/२ गाउ उपर होता है, और सिडी के चार खंमेही जमीन पर टीके होते है ! Page #3 -------------------------------------------------------------------------- ________________ છે. વર્તમાન શાસનાધિપતિ શ્રી મહાવીર સ્વામિ દેવાધિદેવાય નમઃ | || શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જગચંદ્રસૂરીશ્વરજી ગુરુભ્યો નમઃ || સમોવસરણે બેઠાં લાગે છે જિજી મીઠાં લેખક ૧૦૮ વર્ધમાન આયંબિલ ઓળીના આરાધક, શ્રી સમસ્ત સંઘ હિતચિંતક, ન્યાય શાસ્ત્ર વિશારદ, સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પં. ગુણસુંદરવિજયજી ગણી. શુભાશિષ પ્રદાતા . (૧) વર્તમાન સુવિશાળ ગચ્છાધિપતિ, સિદ્ધાંતદિવાકર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ ૨) સંયમૈકલક્ષી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જગશ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજ પથદર્શક : પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજ સહાયકૃત્ : પૂ.પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણી પ્રકાશક-પ્રાપ્તિ સ્થાન છે કુમારપાળ વિ. શાહ, દિવ્યદર્શન ટ્રસ્ટ, ૩૬, કલિકુંડ સોસાયટી, ધોળકા (અમદાવાદ-ગુજરાત) i ગ સીજન્ય - પૂ.આ. શ્રી વિજય જગચંદ્રસૂરિ મ.સા., પં. શ્રી ભુવનસુંદરવિજયજી ગણી, પં. શ્રી ગુણસુંદર વિ.ના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વે.મૂ.પૂ. સંઘ, ઘાટકોપર (પૂર્વ) માં સં. ૨૦૬૧ના શાસન પ્રભાવક ચાતુર્માસની મીઠી સ્મૃતિમાં કોઠારી મનસુખલાલ હરિલાલ પરિવાર હ. અરૂણાબેન-અજય-આશિત-સૌ. સ્વાતી-સૌ. આરતી બાળકો : મૌલિક-મીલોની NY, Page #4 -------------------------------------------------------------------------- ________________ -... :- - //5 : 17 ૧ ) = . (-)... - ( ) અનુક્રમણિકા સમવસરણ રચના સમવસરણ સિંહાસન પર પ્રભુજીનો પ્રવેશ .... સમવસરણમાં બાર પર્ષદા ....................... . પ્રભુજીની દેશના .. તીર્થકરો તીર્થને પ્રણામ શા માટે કરે? ... પ્રભુ ઐસો અદ્ભત રૂપ તિહારો તીર્થકર નામ કર્મના ઉદયથી શું મળે? પ્રભુજીની ઉત્કૃષ્ટ રૂપ સંપદનો લાભ પ્રભુજીનો વચનાતિશય .......................... વાણિયાની દાસીનું દૃષ્ટાંત .. .... વૃત્તિદાન - પ્રીતિદાન . બીજી પોરસીમાં શું થાય? .................. ગણધર મ. કયાં બેસીને દેશના આપે? કાળલોકપ્રકાશમાંથી કાંઈક ....... ચોરસ સમવસરણનું ક્ષેત્રફળ ...... ............. શ્રી સમવસરણ ભાવગર્ભિત સ્તુતિ ........... બાર પર્ષદાની વ્યવસ્થા-સ્તુતિના આધારે ......... ........ " 2). S24. ( ( 2) -- (:) :: - તક C)) :- ( O) છે Page #5 -------------------------------------------------------------------------- ________________ B નમોસ્તુ તમે તવ ાસાયિ નમાં વત્તાનાય સમવસરણે બેઠાં લાગે જે જ્નિજી મીઠાં ! ગણી ૫ ગુણસુંદર, વિજયજી સમવસરણ રચના જિનસ્તવન, રથયાત્રા, પટ્ટયાત્રા વગેરે પ્રસંગે સાધુનો મિલાપ એનું નામ સમવસરણ. ફુલ સમવાય – ગણસમવાય - સંઘસમવાય, શાંતિસ્નાત્ર આદિ પ્રસંગે જ્યાં ઘણા સાધુઓ ભેગા થતા હોય તે સ્થાનને સમવસરણ કહેવાય અથવા સમવસરણ એટલે તીર્થંકરદેવની દેશનાભૂમિ = વ્યાખ્યાન સ્થળ. જે નગરમાં કે ગામમાં અથવા તો જ્યાં પૂર્વે સમવસરણ રચાયું હોય છતાં મહર્ધિક દેવ વંદન કરવા માટે આવેલ હોય ત્યાં સમવસરણની રચના ચોક્કસ થાય છે; એટલે કે આ સિવાયના સ્થળોએ સમવસરણ થવાનો નિયમ નથી. શક્ર વગેરે સંબંધી આભિયોગી દેવો, પોત પોતાના સ્વામીની આજ્ઞાથી ભગવાનની સમવસરણ બનાવવાની ભૂમિમાં આવી ચારે બાજુ યોજન પ્રમાણ ભૂમિમાં સંવર્તકનામના વાયુની વિપુર્વણા કરે છે. આ વાયુ સરકવાના કારણે પોતે આ ભૂમિમાંથી તમામ રેતી-ધૂળ-લાકડા વગેરેના કચરાના સમૂહને બહાર નિકાલી દે છે. પછીથી ભવિષ્યમાં આવનારી ધૂળ વગેરે તથા તાપની ઉપશાંતિ માટે પાણીના મેઘ વિકુર્તી, તે વાદળાથી સુગંધીવાળા પાણીની વર્ષા કરે છે; પછીથી પુષ્પોના મેઘની વિકુર્વણા કરીને જાનુ પ્રમાણ પુષ્પોની વૃષ્ટિ કરે છે. આ પુષ્પો સચિત્ત પણ હોય છે અને અચિત્ત પણ હોય છે, પાંચે વર્ણના હોય છે, સુગંધીદાર હોય છે. ત્યાર બાદ ત્રણ કિલ્લાઓની રચના કરવામાં આવે છે. વૈમાનિક દેવો આવ્યંતર કિલ્લો, જયોતિષી દેવો મધ્યમ કિલ્લો અને ભવનાધિપ દેવો બાહ્ય કિલ્લો બનાવે છે. આત્યંતર ગઢ રત્નોથી, મધ્યમ ગઢ કનક = - સુવર્ણનો Page #6 -------------------------------------------------------------------------- ________________ અને બાહ્ય ગઢ રૂપાનો બનાવવામાં આવે છે. આત્યંતર કિલ્લાના કાંગરાઓ મણિના, મધ્યમ કિલ્લાના રત્નોના અને બાહ્ય કિલ્લાના સુવર્ણના બનાવવામાં આવે છે. પ્રશ્ન :- મણિ અને રત્નોમાં શું તફાવત છે? જવાબ :- ચંદ્રકાંત વગેરે મણિ કહેવાય અને ઇન્દ્રનીલાદિ રત્નો કહેવાય, અથવા તો જમીનમાં પેદા થાય તે મણિ અને જળમાં ઉત્પન્ન થાય તે રત્નો કહેવાય. ગઢો ની જેમ તે તે કિલ્લાના કાંગરાઓ પણ તે તે દેવો બનાવે છે. આ ત્રણ પૈકીના એકે એક ગઢની અંદર ચારે દિશાઓમાં એક એક એમ રત્નમય ચાર ચાર અર્થાત્ કુલ બાર દ્વારો હોય છે. વળી સર્વ રત્નોના જ પતાકા=ધ્વજપ્રધાન તોરણો હોય છે. આ તોરણો પણ ચિત્ર-વિચિત્ર એટલે કે ચન્દન-કળશ-સ્વસ્તિક-મોતી-માળા વગેરે અનેક પ્રકારના હોય છે. આશ્ચર્યકારી હોય છે. હવે આ સમવસરણમાં વ્યંતર દેવો શી ભક્તિ કરે છે તે જોઇએ. આપ્યંતર કિલ્લાના બહુ મધ્યદેશ ભાગની અંદર શ્રી તીર્થંકર દેવની કાયાની ઉંચાઇ કરતાં બારગણું ઊંચું ચૈત્યવૃક્ષ = અશોકવૃક્ષ, એ અશોકવૃક્ષની નીચે સર્વરત્નમય પીઠ, તે પીઠની ઉપર ચૈત્યવૃક્ષની નીચેના ભાગમાં દેવ ંક, તે દેવછંકની અંદર સિંહાસન, તેના ઉપર છત્રાતિચ્છત્ર હોય છે. ભગવંતની દેશના બાદ ભગવાનના વિશ્રામસ્થાન સ્વરૂપ ‘દેવ ંદક’ બીજા ગઢમાં ઈશાન દિશામાં હોય છે (સમવસરણ સ્તવના) બૃહદ્ કલ્પસૂત્ર શાસ્ત્ર ગા.૧૧૮૦ની ટીકામાં આત્યંતર (=સૌથી ઉપરના) ગઢમાં પણ દેવજીંદક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ચૈત્ર જાહેળાનું જામ્યુંતર ભગવંતની બન્ને બાજુ યક્ષના હાથમાં ચામરો હોય છે. ભગવંતની मध्यदेश्भागे चैत्यप अस्य अधस्तात् देवच्छंदकम्। तस्य दवच्छंदकस्य आभ्यंतरे सिंहासनम् प्राकारस्य बहु Page #7 -------------------------------------------------------------------------- ________________ : આ સમક્ષ પદ્મથી પ્રતિષ્ઠિત ધર્મચક્ર હોય છે. બીજું પણ વાયુ વિફર્વણા, સુગંધી જળની વૃષ્ટિ વગેરે કાર્યવાણવંતર દેવો કરે છે. આ સર્વ તીર્થંકરોનો સમવસરણ માટે નો સામાન્ય રચના ક્રમ છે. (આમાં કયારેક ફેરફાર પણ હોઈ શકે છે.) જયાં ઘણા દેવેન્દ્રો આવે છે ત્યાં સમવસરણ વિષેની વાત ઉપર પ્રમાણે સમજવી. પરંતુ જ્યાં ઇન્દ્ર ઈ-સામાનિકાદિ એક જ દેવ આવે છે ત્યાં તે એકલો જ ત્રણ ગઢ વગેરે સર્વ કાર્ય કરે છે. આવશ્યક ચૂર્ણિમાં જણાવાયું છે છે કે તીર્થંકરના શરીરની ઊંચાઇથી બારગુણી ઊંચાઇવાળું અશોકવૃક્ષ શક્ર વિફર્વે છે. જો ઈન્દ્ર વગેરે મહર્તિક દેવો ન આવે તો ભવનપતિ આદિ દેવો સમવસરણની રચના કરે અથવા ન પણ કરે. સમવસરણમાં બેઠેલા દેવો-મનુષ્યોની મર્યાદા બતાવાય છે. જે અલ્પ ઋદ્ધિવાળાઓ ભગવાનના સમવસરણમાં પૂર્વે બેઠેલા હોય તે પછીથી આવતા મહર્દિકને પ્રણામ કરે છે. હવે જો મહદ્ધિકો સમવસરણમાં પહેલેથી જ બેઠેલા હોય, તો જે અલ્પ ઋદ્ધિવાળાઓ પાછળથી આવે છે તે પૂર્વ રહેલા મહદ્ધિકોને પ્રણામ કરીને જાય છે. સમવસરણમાં રહેલાને કોઈ કોઈની નિયંત્રણા-આધીનતા નથી હોતી. તેઓ ત્યાં વિકથા કરતા નથી, એક બીજાને એક બીજા પર ઈર્ષ્યા નથી હોતી. પરસ્પર વૈર-વિરોધવાળાને પણ પ્રભુના પ્રભાવથી પરસ્પર કોઇનો કોઇને ભય નથી હોતો. આ બધી રત્નના પહેલા કિલ્લાની વાત થઇ. બીજા કિલ્લાની અંદરના ભાગમાં સિંહ-હાથી વગેરે તિર્યંચો હોય છે. તૃતિય કિલ્લાની અંદરના ભાગમાં દેવોના અને મનુષ્યોના વાહનો હોય છે. પ્રાકાર રહિત બહારના ભાગમાં તિર્યંચો પણ હોય છે, મનુષ્યો-દેવો પણ હોય છે. તેઓ કયારેક પ્રત્યેક હોય, કયારેક માત્ર તિર્યંચો જ હોય, ક્યારેક મનુષ્યો જ, કયારેક દેવો જ, કયારે ત્રણે મિશ્ર પણ હોય. કિલ્લાની બહારના ભાગમાં રહેલા આ ત્રણે પ્રત્યેક કે મિશ્ર પ્રવેશતા કે નિકળતા જાણવા. (બૃ.ક.૧૧૯૦) ; di S K " * CRC TAR દ " Page #8 -------------------------------------------------------------------------- ________________ Vી જhers (સમવસરણ સિંહાસન પર પ્રભુજીનો પ્રવેશ આ પ્રમાણે દેવો સમવસરણની રચના કરે છે ત્યારે ત્યાં તીર્થકર ભગવાન કેવી રીતે પધારે છે તે જોઈએ. સૂર્યોદય વખતે પહેલા પહોરમાં અને મધ્યાહન વખતે છેલ્લા પહોરમાં આ બે પહોર ભગવાન પૂર્વ ધારથી પ્રવેશ કરે છે. ભગવાન ૧OOO પાંદડાવાળા, દેવોએ બનાવેલા બે સુવર્ણ કમળો પર પગ સ્થાપન કરતાં કરતાં પ્રવેશ કરે છે. ભગવાનની પાછળના ભાગમાં બીજા સાત કમળો હોય છે, કુલ સુવર્ણના નવ કમળો હોય, તેમાંથી જે જે છેલ્લું હોય છે તે તે પગ સ્થાપન કરતાં ભગવાનની સન્મુખ આવી જાય છે. ટૂંકમાં ભગવાન કમળો પર પગ સ્થાપન કરતાં કરતાં જ પધારે છે. પ્રવેશ બાદ ભગવાન ચૈત્યવૃક્ષને એક પ્રદક્ષિણા દે છે અને પૂર્વાભિમુખ સિંહાસન પર બિરાજમાન થાય છે. “નમો હિન્દુસ્સ’ એમ જીત મર્યાદાથી બોલી ભગવાન તીર્થન=ચતુર્વિધશ્રી સંઘને પ્રણામ કરે છે. બાકીની ત્રણ દિશાઓમાં જ્યાં ભગવાનનું ખુદનું મુખ હોતું નથી ત્યાં ત્રણે દિશાઓમાં દેવે બનાવેલા સિંહાસન-ચામર-છત્ર-ધર્મચકથી અલંકૃત ભગવાનના આકારવાળા ભગવાનના જેવા જ ત્રણ પ્રતિરૂપો હોય છે. ભગવંતના એક એક રૂપ આગળ બે-બેચારધારીઓ એટલેકે કુલ આઠચામરધારક હોય છે. તથા ચારે સિંહાસનો સન્મુખ એક એક એમ કુલ ચાર ધર્મચકો હોય છે. આનાથી સર્વ લોકને ખ્યાલ આવે છે કે ભગવાન અમારી સન્મુખ રહીને અમોને ઉપદેશ આપે છે. બેઠેલા ભગવંત જ્યાં પણ સ્થાપન કરે છે તે જગાએ નજીકમાં જઘન્યથી એક ગણધર તો અવશ્ય રહેલા હોય છે. તે સૌથી મોટા ગણધર હોય અથવા બીજા પણ હોય, મોટા ભાગે મોટા ગણધર હોય. તે મોટા અથવા બીજા ગણધર પૂર્વ ધાર વડે પ્રવેશ કરી દક્ષિણ-પૂર્વ અર્થાત્ અગ્નિ દિશાના ભાગમાં ભગવાનને પ્રણામ કરીને ભગવાનની નજીકમાં બેસે છે. બાકીના પણ ગણધર મહારાજો આ પ્રમાણે જ પ્રણામ કરીને, મોટા ગણધર મહારાજની બાજુમાં બેસે છે. '' હs: 3D ક" {) , : ). Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન :- ત્રિભુવનગુરુનું રૂપ સકળ ત્રણ ભુવનમાં અતિશાયી હોય છે. દેવોએ બનાવેલા પ્રભુના ત્રણ પ્રતિરૂપોનું ભગવાનના રૂપ સાથે સામ્ય હોય છે કે અસામ્ય? જવાબ :- દેવોએ તીર્થંકર ભગવાનના જે ત્રણ રૂપો બનાવ્યા હોય છે તે ભગવાનના પ્રભાવથી તે તે રૂપો પણ તીર્થંકરના રૂપની જેવા જ સમાન હોય છે. તીર્થ=ગણધર બેસે છે, ત્યારબાદ અતિશાયી એવા સંયતો બેસે છે, એમની પાછળ વૈમાનિક દેવીઓ અને પછીથી સાધ્વીજી મહારાજ એ બન્ને ઊભા રહે છે બેસતા નથી. (પૃ.ક.૧૧૮૬) સમવસરણમાં બાર પર્ષદા કેવળજ્ઞાનીઓ પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને તીર્થંકર ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી ‘નમસ્તીર્થાય' એમ વચનોચ્ચારપૂર્વક તીર્થને પ્રણામ કરીને તે તીર્થ - = પ્રથમ ગણધરરૂપ તેમની અને બાકીના ગણધરોની પાછળ દક્ષિણ-પૂર્વ = અગ્નિ દિશામાં બેસે છે. વળી મન:પર્યાય જ્ઞાનવાળા – અવધિજ્ઞાનીઓ – ચૌદપૂર્વિઓ - દશ પૂર્વિઓ - નવ પૂર્વિઓ અને આમૌધિ આદિ વિવિધ લબ્ધિમન્ત મુનિવરો પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દે છે અને પછીથી ‘નમસ્તીર્ઘાય’ - નમો ગણધરેભ્યઃ, નમ:કેવલિભ્યઃ એમ શબ્દોચ્ચારપૂર્ણ વંદના કરી કેવળીની પાછળ બેસે છે. બાકીના સંયમધારી મુનિઓ પણ પૂર્વ દ્વારથી જ પ્રવેશ કરીને ત્રિભુવનભાનુ તીર્થંકર ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દે છે., વંદન કરે છે અને પછીથી ‘નમસ્તીર્ઘાય’, નમો ગણમૃલ્ય :, નમઃ કેવલિભ્યઃ, નમો અતિશયજ્ઞાનીભ્યઃ. એમ વચન ઉચ્ચારપૂર્વક પ્રણામ કરીને અતિશયજ્ઞાની મુનિઓની પાછળ બેસે છે. એવી રીતે મનઃપર્યયજ્ઞાની આદિ મુનિઓ પણ નમન કરવાપૂર્વક સ્વ-સ્વસ્થાને જઇ બેસે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ 03-5. ( ૨). :( 0:5. S . વૈમાનિકોની દેવીઓ પૂર્વ ધારથી પ્રવેશે છે ત્રિભુવનબાંધવ તીર્થંકરદેવને ત્રણ પ્રદક્ષિણા દે છે “નમસ્તીથય - નમઃ સર્વસાધુભ્ય’ એમ ઉચ્ચાર કરી નિરતિશય સાધુઓની પાછળ ઊભી રહે છે, બેસતી નથી.સાધ્વીઓ પણ પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરી તીર્થંકરદેવને પ્રદક્ષિણા અને પ્રણામ કરે છે બાદ નમો હિન્દુસ્ત, નમો અતિશય જ્ઞાનીભ્ય, નમો સાહૂણ એમ બોલીને વૈમાનિક દેવીઓની પાછળ ઊભી રહે છે, બેસતી નથી. ભવનપતિ - જ્યોતિષ અને વ્યંતર એમ ત્રણ પ્રકારની દેવીઓ દક્ષિણ દિશાના દરવાજાથી પ્રવેશ કરે છે, તીર્થકર વગેરેને પ્રણામ કરે છે અને પછીથી દક્ષિણ પશ્ચિમ દિશામાં = નૈઋત્ય ખૂણામાં યથાક્રમ જ ઊભી રહે છે, બેસતી નથી. (આમાં મતાંતર છે.) ભવનપતિના, જ્યોતિષના અને વાણવંતરના દેવો પશ્ચિમ=અપર દ્વારથી પ્રવેશ કરે છે. ભગવંતને પ્રણામ કરીને અહીં જણાવેલા ક્રમમાં જ પાછળ-પાછળ ઉત્તર-પશ્ચિમ=વાયવ્ય ખૂણામાં બેસે છે એમ જાણવું. વૈમાનિક દેવો, મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારેથી પ્રવેશ કરે છે, પ્રભુને પ્રદક્ષિણા ઈ પ્રભુ વગેરેને નમસ્કાર કરીને ઉત્તર-પૂર્વ અર્થાત્ ઇશાન ખુણામાં યથાક્રમ બેસે છે. જે જે પરિવાર જે જે દેવની નિશ્રા કરીને આવેલ હોય તે તે દેવની પાસે જ બેસે છે. અહીં પહેલા અને છેલ્લા ત્રિક ત્રણના સમૂહમાં વિમિશ્ર અર્થાત પુરૂષો અને સ્ત્રીઓ બને હોય છે. બાકીના બે ત્રિક==ણના સમૂહમાં અર્થાત બીજા અને ત્રીજા ત્રિકમાં કાં તો માત્ર સ્ત્રીઓ જ હોય અથવા માત્ર પુરૂષો જ હોય છે પણ મિશ્ર હોતા નથી. ૯ી 7) -( ) જ Page #11 -------------------------------------------------------------------------- ________________ (0) ( ) / * : 55/ S : ::: ] બાર પર્ષદા જ્યાં કયાં રહેલી હોય? સમવસરણના આત્યંતર = ઉપરના ગઢનો બર્ડ-વ્યું. નૈઋત્ય West - 34124 વાયવ્ય ખણો. પર્ષા વ્યંતર દેવી -૩ જ્યોતિષ દેવી -૨ ભવનપતિ દેવી -૧ ભવનપતિ દેવ-૧ જ્યોતિષ દેવ -૨ બંતર દેવ -૩) પર્ષા South ક્ષિણ કુચતુર્મુખ ભગવાન North ઉત્તર પર્ષધ સાધુઓ -૧ પર્ષા વૈમાનિક દેવો -૧ મનુષ્યો (પુ) -૨ સાધવીઓ -૩ વૈમાનિક દેવીઓ -૨ મનુષ્ય સ્ત્રીઓ-૩ અગ્નિ ખૂણો East - પૂર્વ * ચારેય નિકાયની દેવીઓ (૪) + સાધ્વી (૧) એમ કુલ પાંચ ઊભા ઊભા વ્યાખ્યાન સાંભળે છે. (વૈમાનિક દેવી સિવાયની ત્રણ દેવી સંબંધી મતાંતર છે.) * ચારેય નિકાયના દેવો, સાધુ, મનુષ્ય પુરૂષો, મનુષ્ય સ્ત્રી એ સાત બેઠાં બેઠાં વ્યાખ્યાન સાંભળે છે. * મતાંતર વૈમાનિક દેવી અને સાધ્વી એ બે ઊભેલા હોય છે. બાકીના દશ બેઠેલા હોય છે. મુનિઓ ઉત્સુટુક આસને બેઠેલા હોય છે. (સમવસરણ સ્તવના પૂ.આ.શ્રી વીરશેખર સૂ.મ. અનુવાદિત). સમવસરણના બીજા સુવર્ણના ગઢના અંદરના ભાગમાં સિંહ-હાથીપક્ષીઓ-દેડકા વગેરે તિર્યંચો રહેલા હોય છે, અને ત્રીજા રૂપાના ગઢના અંદરના હા : - , : - (:) - (O)- (O)- ::: ૯) -(O) - :: D. / (૭ .Is ૬ (૮ ૯s Page #12 -------------------------------------------------------------------------- ________________ 11 ભાગમાં દેવો અને મનુષ્યોના વિમાન-રથ-ઘોડાગાડી વગેરે વાહનો રહેલા હોય છે. પ્રાકારના બહારના ભાગમાં તિર્યંચો હોય છે, મનુષ્યો અને દેવો પણ પ્રત્યેક અથવા મિશ્ર હોય છે. (બૃ.ક.૧૧૯૦) પ્રભુજીની દેશના આવું સમવસરણ રચાયા પછી શું થાય છે તે હવે જોઇએ. સર્વશ તીર્થંકરદેવ અમૂઢલક્ષ્યયથાસ્થિત વસ્તુ જાણકાર હોય છે. ‘કોઇક ભવ્ય જીવ સર્વવિરતિ સામાયિક અથવા દેશવિરતિ સામાયિક અથવા સમ્યગ્ દર્શન સ્વરૂપ સામાયિક ગ્રહણ કરશે જ' એવું જાણીને ભગવાન દેશના આપે છે. ભગવંત દેશના આપે છે ત્યારે કોઇને કોઇ ભવ્ય જીવ એકાદ સામાયિક તો પ્રાપ્ત કરે જ છે. ભગવાનનો આ સવિશેષ અતિશય છે. મનુષ્યો સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક પૈકીની કોઇક સામાયિક મેળવે છે, તિર્યંચો સર્વ વિરતિ સામાયિક છોડીને બાકીની ત્રણ પૈકીની કોઇક સામાયિક ગ્રહણ કરે છે, અથવા સમ્યક્ત્વ સામાયિક – શ્રુત સામાયિક પ્રાપ્ત કરે છે. જો મનુષ્યો કે તિર્યંચોને વિષે કોઇ પણ વ્યક્તિ આ સામાયિક સ્વીકારનાર ન હોય તો દેવો પૈકીના કોઇને પણ ચોક્કસ સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ તો થાય છે જ. ભગવાન કઇ રીતે ધર્મ ફરમાવે છે તે જણાવે છે. ‘નમસ્તીર્ઘાય’ (જેનાથી સંસાર સાગર તરીએ તે તીર્થ એટલે કે શ્રુતજ્ઞાન', ચતુર્વિધસંઘ અને પ્રથમ ગણધર) એમ બોલીને અને તીર્થને પ્રણામ કરીને ભગવાન બધા જ દેવો-મનુષ્યો-તિર્યંચોને એટલે સંશી પંચેન્દ્રિયવાળા જીવોને એમ દરેક સાંભળનારને પોત-પોતાની ભાષામાં પરિણામ પામે એવા સામાર્થ્યવાળા શબ્દો વડે દેશના આપે છે. વળી એ શબ્દો એક યોજન સુધી ચારે બાજુ સંભળાય તેવા હોય છે. અર્થાત્ ભગવાનના મુખમાંથી નીકળતો દિવ્ય-અલૌકિક ધ્વનિ Page #13 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં રહેલા તમામે તમામ સંજ્ઞી પ્રાણીઓને જે પદાર્થ જાણવાની જિજ્ઞાસા થાય છે તે તમામની પૂર્તિનું કારણ બને છે. પ્રભુની મૂળ ભાષા તો સ્વભાવે અર્ધમાગધી છે, એટલે તેમાં માગધી અને પ્રાકૃત એમ બે ભાષાનો સમાવેશ હોય છે. પ્રશ્ન :- ભગવાન તો કૃતકૃત્ય થઈ ગયા છે, એમને હવે નવું કાંઈ મેળવવાનું બાકી નથી. તો પછી એઓ શા માટે તીર્થને પ્રણામ કરે છે? જવાબ :- તીર્થ એટલે શ્રુત જ્ઞાન. તીર્થંકરપણું આ શ્રુતજ્ઞાનપૂર્વક જ હોય છે. અર્થાત્ પૂર્વ ભવોની અંદર શ્રુતજ્ઞાનના અભ્યાસ વગર ભગવાનને તીર્થકર-લક્ષ્મી પ્રાપ્ત થતી નથી. વળી લોક પૂજિતપૂજક હોય છે એટલે જો હું (તીર્થકર) તીર્થની પૂજા કરીશ તો આ તીર્થ (શ્રુતજ્ઞાન) તીર્થકરને પણ પૂજ્ય છે એમ સમજી લોકો પણ તીર્થની પૂજા કરશે. આ ઉપરાંત હું વિનયમૂલક ધર્મની પ્રરૂપણા કરીશ, માટે પહેલા હું જ ખુદ વિનય કરું, જેથી લોક મારું વિનયમૂલક વચન અત્યંત શ્રદ્ધાપૂર્વક સ્વીકારે. અથવા તો ભગવાન કૃતકૃત્ય થયા હોવા છતાં જેમ ધર્મદેશના કરે છે તે જ રીતે તીર્થપ્રણામ પણ કરે છે. પ્રશ્ન :- ભગવાન કૃતકૃત્ય થઇ ગયા છે, માટે એમણે ધર્મદેશના દેવી એ પણ બરાબર નથી. જવાબ :- ભાઇ! તમારી વાત બરાબર નથી. તમો અભિપ્રાય જાણતા નથી. ભગવાનને નિકાચિત થયેલું તીર્થકર નામગોત્ર કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે અને એને વેચવા માટે આ જ ઉપાય છે કે ગ્લાની વગર ધર્મદેશના કરવી. (બૃહત્કલ્પ શાસ્ત્ર ૧૧૭૭,૧૧૯૪) ( પ્રભુ! ઐસો અદૂભૂતરૂપ તિહારો! આ પ્રશ્ન :- તીર્થકર ભગવાનનું રૂપ કેવું હોય ? દર 2 4 (RO)- છે.' ': ' S ': (2) : -({}}--(C)) : -s: S / :) :- (૯)- - () - ( ) : : ({ }) * / 0 Page #14 -------------------------------------------------------------------------- ________________ = = જવાબ :- નારકોની સંખ્યા અસંખ્યાતાની છે. એથી અસંખ્યગુણ દેવતાઓની સંખ્યા હોય છે. આ વૈમાનિક વગેરે તમામે તમામ દેવતાઓ એકઠા થાય અને ચૌદ રાજલોકમાંથી સાર-સારતર-સારતમ પુલો ગ્રહણ કરે અને પછી એમાંથી અંગુઠાપ્રમાણ જે રૂપ નિર્માણ કરે તે રૂપ અગર જિનેશ્વર ભગવંતના પગના અંગુઠાના રૂપ સાથે સરખાવવામાં આવે તો પણ તે દેવતાએ બનાવેલું રૂપ જરા પણ શોભાને ન પામે, જેમ કે અંગારાનું રૂપ. બીજી રીતે સરખામણી કરવામાં આવે છે. - મહા મડલિક રાજાના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ બળદેવનું, - બળદેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ વાસુદેવનું, - વાસુદેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ ચક્રવર્તીનું - ચક્રવર્તીના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ વનચરવનું, વનગરદેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ જ્યોતિષ્ઠદેવનું, જ્યોષ્ઠિદેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ ભવનપતિદેવનું, ભવનપતિદેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ સૌધર્મકલ્યદેવનું, સૌધર્મકલ્પદેવના રૂપ કરતાં અનંત અનંતગુણ અધિક રૂપ કમસર ઇશાન આદિ દેવોનું, બારમા અમ્રુતદેવના રૂપ કરતાં અનંતગુણ રૂપ નૈવેયક દેવોનું અર્થાત્ ઉપર ઉપરના રૈવેયક દેવોનું, - નવમા રૈવેયક દેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ અનુત્તર વિમાનના -88 1 દેવોનું, - - અનુત્તર વિમાનના દેવના રૂપ કરતાં અનંતગુણ અધિક રૂપ આહારક દેહધારી મુનિવરોનું, આહારક દેડવાળા મુનિ કરતાં અનંતગુણ અધિક રૂપ ગણધર મહારાજાઓનું ગણધર મહારાજના રૂપ કરતાં અનંતગણ અધિક રૂપ તીર્થંકર પ્રભુના દેહનું. .:: ':'WS :: MC ".JS, Page #15 -------------------------------------------------------------------------- ________________ FE મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણિવર મ. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં કેવું સુંદર લલકારે છે? આવા અદ્ભૂત રૂપના સ્વામી જો માનસ ચક્ષુમાં રમ્યા કરતાં હોય તો પછી હાડ-ચામ-રૂધિર-માંસ-મજજા આદિ દુર્ગન્ધીથી ભરપૂર પદાર્થ પર રૂપાળા કોર્ટીંગ (અસ્તર) વાળા માનવીય રૂપ દેખવા કયું જિનભકિત ભર્યું હૃદય તૈયાર થાય? (બૃ.ક. ૧૧૯૫-૯૬) કોડી દેવ મીલકર કર ન સકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિસ્કંદા; ઐસો અદ્ભૂત રૂપ તિહારો, વરસત માનું અમૃત કે બુંદ. પ્રશ્ન :- પોતાના અત્યંત ઉચ્ચ શુભ નામ કર્મ અને ઉચ્ચ ગોત્ર કર્મ આદિના ઉદયથી તીર્થંકર દેવોને શું શું મળે છે ? જવાબ :- અત્યંત ટૂંકમાં જણાવીએ છીએ. વજ્ર ઋષભ નારાચ સંઘયણ, ગણધરોના શરીરના રૂપથી અનંતગુણ અધિક શરીરનું રૂપ, સમચતુરસ્ર સંસ્થાન, અદ્ભૂત દેહચ્છાયા—વર્ણ, ભદ્ર ગજેન્દ્રથી પણ અધિક સુલલિતા ચાલ=ગતિ; અદ્ભૂત અનુત્તર સત્ત્વ= =ધૈર્ય; સાર બે પ્રકારે, બાહ્ય રૂપ-ધ્વનિ આદિનું ઉત્કૃષ્ટપણું = ગુરુપણું, આવ્યંતર જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ, ઉચ્છવાસ નિશ્વાસ સુગંધીમય. આ બધું જ ભગવાનને અનુત્તર =અનન્ય સામાન્ય હોય છે. ગાયના દૂધની ધારા સમાન ગૌર વર્ણવાળું લોહીમાંસ, ચામડાની આંખવાળા ન દેખી શકે એવા આહાર-નિહાર, આ બધું જ ભગવાનનું અનુત્તર હોય છે. પ્રભુના સૌભાગ્ય-સૌંદર્ય-યશ-કીર્તિ વગેરે પણ અનુત્તર બીજા કોઇમાં ન હોય તેવા અસામાન્ય હોય. કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતાં દાન-લાભ વગેરે જે કાર્ય વિશેષ તે પણ ભગવંતના અનુત્તર હોય છે. - Page #16 -------------------------------------------------------------------------- ________________ કર્મના ક્ષયથી પ્રાપ્ત થતાં કેવળજ્ઞાન-કેવળદર્શન-અનંતવીર્ય. વીતરાગતા આદિ ગુણ સમુદાયનું તો પુછવું જ શું? એ બધું જ સર્વોત્તમ હોય છે. વર્ણનાતીત હોય છે, વિકલ્પાતીત હોય છે. પ્રશ્ન :- કેવલી પર્યાયમાં પણ પ્રભુજીને અશાતાદિ પ્રકૃતિઓ કે નામાદિની અશુભ પ્રકૃતિઓ દુઃખપ્રદાયક કેમ બનતી નથી ? જવાબ :- અશાતા વેદનીય આદિ કે બીજી અશુભ પ્રકૃતિઓ પણ દૂધમાં લીમડાના રસના એકાદ ટીપાની જેમ પ્રભુને અશુભદા - અસુખદા બની શકતી નથી. પ્રશ્ન :- ભગવંતને ઉત્કૃષ્ટ રૂપ સંપદ હોય છે એ ખરૂં પણ એનો લાભ = ફાયદો પ્રયોજન શું? જવાબ :- ♦ પુણ્ય પ્રકૃતિરૂપ ધર્મના ઉદયથી રૂપ મળે છે એવું સમજી ભગવાણી સાંભળનારા પણ ધર્મમાં પ્રવૃત્તિ કરે છે; ♦ રૂપવાન વ્યકિતઓ પણ જો ધર્મ કરે છે તો પછી બાકીનાઓએ = તો ચોક્કસ તે કરવો જોઇએ એવી શ્રોતાઓને બુદ્ધિ જાગે છે; • સુરૂપ વ્યકિત આદેય-વાકય બને છે, વળી • ભગવંતનું રૂપદર્શન શ્રોતાઓના રૂપાદિના અભિમાનને દૂર કરે છે. માટે જ ભગવંતનું રૂપ પ્રશંસા કરવા યોગ્ય છે. (પૃ.ક.૧૧૯૮-૯૯-૧૨૦૦-૦૧) પ્રભુજીનો વચનાતિશય પ્રશ્ન :- એકસમાનકાળે સંશયવાળા, એકકી સાથે જિજ્ઞાસાવાળા દેવોમનુષ્યો-તિર્યંચો વગેરેના સંશયનો નાશ ભગવાન કેવી રીતે કરે છે ? Page #17 -------------------------------------------------------------------------- ________________ જવાબ :- ભગવાન એકી સાથે જ જવાબ આપવા દ્વારા બધાના સંશયો દૂર કરવાનું કરે છે. પ્રશ્ન :- અગર પ્રભુ એક એક વ્યક્તિના સંશય છેદનનું કામ ક્રમસર=એક પછી એકનું અલગ અલગ=પરિપાટીથી કરે તો શું દોષ ? જવાબ:- • સંશયવાળી વ્યકિતઓ અસંખ્ય = સંખ્યાતીત પણ હોઈ શકે છે. એ બધાના સંશય ક્રમસર કહેવા જાય તો પલ્યોપમ આદિ અસંખ્યય કાળમાં પણ તેમના સંશયોનો નાશ ન કરી શકાય, એવું બને. તુલ્યકાળ સંશયવાળાઓને = જિજ્ઞાસાવાળાઓને એકી સાથે સંશય છેદ કરવામાં ભગવંતનું સર્વ જીવો પ્રતિ તુલ્યપણું = રાગદ્વેષરહિતપણું જણાય છે, કાળભેદથી કહે તો શ્રોતાઓને મનમાં ભગવંતની ચિત્તવૃત્તિ રાગ-દ્વેષવાળી હોવાની સંભાવનાનો પ્રસંગ આવે. સર્વ સંશયવાળાઓના તમામ સંશયોનો એકકી સાથે નાશ કરવો એ ભગવંતની ઋદ્ધિવિશેષ છે; જો ભગવંત પરિપાટીથી કમસર એક પછી એક સંશય નાશ કરવાનું કરે તો કોઈક સંશયવાળાનો સંશય નાશ થાય એ પહેલા પણ મૃત્યુ સંભવે છે, એકકી સાથે સંશય નાશ કરવામાં આ દોષ ન સંભવે. તે લોકોમાં આ સર્વજ્ઞ છે' એવી પ્રતીતિ આ રીતે જ થાય, કમસર સંશયનાશમાં જેનો સંશય નાશ ન થયો હોય એવા કોઈકને ભગવાનના સર્વજ્ઞપણાની પ્રતીતિ ન પણ થાય. વળી અચિંત્ય-અપ્રમેય ગુણસંપત્તિવાળા આ ભગવાન છે કે જેઓ એકી સાથે જ આ રીતે બધાના સંશયોને દૂર કરે છે, એવો લોકને વિશ્વાસ થાય :: :: :: L_ :):-(૧૩)- * * ૯:૪૫ CD-(O-- * SEN U (). . * * Page #18 -------------------------------------------------------------------------- ________________ 24 હો છે. (બુ.ક. ૧૨૦૧-૧૨૦-૧૨૦૩) આ કારણોથી ભગવંત એકી સાથે કહે છે, એ નિઃશંક છે, નિશ્ચિત્ત છે. આ પ્રભુજીનો વચનાતિશય છે. પ્રશ્ન :- ભગવંતની વાણી તિર્યંચો-મનુષ્યો-દેવો વગેરેને પોત પોતાની ભાષામાં અને સર્વ સંશયોને દૂર કરવામાં કેવી રીતે પરિણમે? જવાબ :- મેઘની વૃષ્ટિનું પાણી એકરૂપ હોય છે એટલે કે એના વર્ણ-રસ ગંધ-સ્પર્શ એકરૂપ હોય છે, છતાં ભૂમિની આધારની સવિશેષતાથી એ વિચિત્ર બને છે. જેમ કે કાળી-સુગંધીદાર માટીમાં મેઘનું પાણી પડે તો સ્વચ્છ-સુગંધી-સરસ બને છે અને ઉખરભૂમિમાં પડે તો અસ્વચ્છ, દુર્ગધી-વિરસ હોય. આ રીતે બધા જ શ્રોતાઓને ભગવાનની વાણી પોતપોતાની ભાષામાં પરિણામ પામે છે સંભળાય છે. (વર્તમાનમાં યુનોની મહાસભામાં અલગ અલગ દેશના અલગ અલગ ભાષાના જાણકારને ગમે તે ભાષા બોલાતી હોય છતાં મશીન દ્વારા પોત-પોતાની ભાષામાં સમજી શકાય છે. એ મશીનની કામગીરી છે. આ મશીન કરતાં ભગવંતની વગર મશીને આવું કરવાની કેવી કરામત? કેટલું અદ્વિતીય! કેટલું અનુત્તર?) (બૃ.ક. ૧૨૦૪) ૨ :: હવે તીર્થંકર પ્રભુની વાણીના સૌભાગ્ય ગુણ જણાવાય છે. સાધારણા = સર્વ સંશી પ્રાણીઓની ભાષાઓમાં સામાન્ય અથવા તો એકઠા થયેલા દુધ-સાકર આદિ દ્રવ્યો જેમ સુસ્વાદિષ્ટતા ગુણથી સાધારણ બને તેમ ભગવંત વાણી પણ અત્યંત સુસ્વાદને કારણે સાધારણ હોય છે, અથવા નરકાદિમાં પડતાં પ્રાણીઓને જે સારી રીતે ધારણ કરી રાખે છે, આધારવાળા કરે છે=રક્ષણ કરે છે એટલે સાધારણા. Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ) :(. *D). ક 5:05 - ). રે અસપત્ના = અનન્ય સદશી. જે વાણીની બીજી કોઈ પણ વાણી બરાબરી ન કરી શકે. ગાહિકા = અર્થનું = પદાર્થનું જ્ઞાન કરાવનારી. ભગવંતની આવી વાણીમાં શ્રોતાનો ઉપયોગ હોય જ; અન્યત્ર ઉપયોગ અથવા અનુપયોગ ન જ હોય. ભગવંતની વાણી સાંભળતા શ્રોતા કદાપિ થાકતો નથી, એને બીજે બીજે સ્થળે થાક લાગવાની સંભાવના હોય તો પણ ભગવંત વાણીનું શ્રવણ એના બીજા થાકને પણ ગણકારતું નથી, શ્રોતા થાક-કંટાળા વગર સાંભળ્યા જ કરે છે. (અહીં વાણિયાની વૃદ્ધા દાસીનું દૃષ્ટાંત બતાવાય છે. ) એક અત્યંત લોભી વણિકની વૃદ્ધ દાસી હતી. વણિકની આજ્ઞાથી તેણી પ્રભાતે જંગલમાં કાષ્ટ લેવા ગઈ. સુધા-તૃષાથી પીડા પામેલી તેણી મધ્યાહને વણિકને ઘેર લાકડા લઈને પાછી આવી. લાકડા ઘણા થોડા લાવી એવું કહી વણિક દ્વારા એણીને ખૂબ માર મારવામાં આવ્યો. ભૂખી-તરસી એણીને પુનઃ જંગલમાં મોકલવામાં આવી. તેણી લાકડાનો મોટો ભારો લઈ દિવસના છેલ્લા પહોરમાં વણિકના ઘરે પાછી આવતી હતી. જેઠ મહિનાનો ભયંકર તડકો હતો. તે ડોશીના લાકડાના ભારામાંથી એક લાકડું નીચે પડી ગયું. તેણીએ વાંકાવળીને તે ગ્રહણ કર્યું. તે જ સમયે તીર્થકર ભગવાન યોજનગામિની વાણી વડે દેશના આપતા હતા. તે ડોશી તે જ રીતે વાંકી વળેલી શરીરની પરિસ્થિતિમાં પ્રભુની વાણી સાંભળવા લાગી. તેણીને સુધાતૃષા કે થાક કશું જ અનુભવાયું નહીં. ચોથો પ્રહર પૂર્ણ થયે ભગવાને દેશના પૂર્ણ કરી, પ્રભુ ત્યાંથી ઊઠયા પછીથી ડોશી સ્વસ્થાને ગઇ. આ દૃષ્ટાંતથી બતાવે છે કે અગર જો ભગવંત આ રીતે સતત દેશના આપતા જ રહે, આપતા જ રહે તો પણ ભૂખ-તરસ-ઠંડી-ગરમી-પરિશ્રમ Page #20 -------------------------------------------------------------------------- ________________ દુશ્મન વગેરેને ગણકાર્યા વગર અર્થાત્ કહો એની જરા પણ અનુભૂતિ વગર શ્રોતા ભગવંતની દેશના સાંભળતો સાંભળતો થાકે નહીં-કંટાળે નહીં અને પોતાનું સંપૂર્ણ આયુષ્ય આ રીતે પૂર્ણ કરે. આ હા હા ! સાકર-શેરડી-દ્રાક્ષ-અમૃત કરતાં પણ શી ભગવાનની વાણીની મધુરતા! (‰.ક. ૧૨૦૫-૧૨૦૬) હવે દાનની વાત જણાવે છે. દાન બે પ્રકારે. વૃત્તિદાન' - પ્રીતિદાન. ભગવાન જે નગર-ગ્રામ આદિમાં વિચરતા હોય ત્યાં ભગવાનની દિવસ-દિવસની માહિતિ જે વ્યકિત લઇ આવે છે જેમ કે “આજે ભગવાન અમુક ક્ષેત્રમાં વિચરે છે શાતામાં છે” તેમને ભગવાન વિષયક માહિતિના નિવેદન કરવા માટે ઠરાવેલી જે વાર્ષિક નિયત આજીવિકા આપવામાં આવે છે એનું નામ ‘વૃત્તિદાન’. વળી પોતાના નગરમાં ભગવાનના આગમનના સમાચાર આપનારને-ચાહે એની એ માટે નિમણુંક કરાઇ હોઇ કે ન કરાઇ હોય, પણ હર્ષના પ્રકર્ષવાળા થયેલા મનવાળા લોકો વડે જે અપાય છે તેનું નામ ‘પ્રીતિાન’. - · ચક્રવર્તીઓ આવું વૃત્તિદાન સાડાબાર ક્રોડ સુવર્ણનું કરે છે; પ્રીતિદાન પણ એટલા જ પ્રમાણમાં કરે છે. = વાસુદેવો આટલા જ પ્રમાણનું વૃત્તિ-પ્રીતિદાન રજત=ચાંદી = રૂપાનું કરે છે. • મણ્ડલિક રાજાઓ સાડાબાર હજાર રૂપિયાનું વૃત્તિદાન કરે છે, અને પ્રીતિદાન પણ એટલુંજ કરે છે. ઇભ્ય, નગરના ભોગિક, ગામના ભોગિક પણ પોતાની ભગવાન વિષયક ભકિત અને વિભૂતિ અનુસાર ભગવાનનું આગમન જણાવનાર નિમણુંકવાળા કે નિમણુંક વગરના લોકોને આ બન્ને રીતે દાન આપે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ઇભ્ય એટલે હાથીની યોગ્યતાવાળો. જેની પાસે રહેલા સુવર્ણ આદિ દ્રવ્યનો ઢગલો એટલો મોટો હોય કે એની પાછળ રહેલો હાથી પણ દેખી ન શકાય તે, અથવા આનાથી પણ અધિક દ્રવ્યવાળો હોય તે ઇલ્ય કહેવાય. પ્રશ્ન :- આ રીતે વૃત્તિદાન અને પ્રીતિદાન આપનાર વ્યકિતને શું લાભ=ફાયદો? જવાબ :- આ પ્રમાણે ચક્રવર્તીઓ વગેરે જે કરે છે તેનાથી તેઓ દેવોનું અનુકરણ કરનારા બને છે; કારણકે દેવો પણ ભગવાનની પૂજા કરે છે. આ પ્રમાણે દાન આપનારને ભગવાનની પૂજા - ભકિત થાય છે અને એથી એમને મહાન પરિતોષ થાય છે. - તીર્થંકર ભગવાનની પૂજા થયે છતે અભિનવ શ્રદ્ધાળુઓનું ભગવંતની પૂજામાં સ્થિરીકરણ થાય છે; – ભગવાનની પ્રવૃત્તિ જણાવનાર માણસો પર અનુકમ્પા કર્યાનો લાભ મળે છે; - એમને વિશિષ્ટ દિવ્ય-મનુષ્ય સુખના ઉપભોગ ફળવાળાં શાતા વેદનીય કર્મનો બંધ થાય છે; - શાસનની પ્રભાવના કર્યાનો લાભ મળે છે. ‘અહો આ લોકોનો જૈન ધર્મ કેટલો મહાન કે જયાં સ્વદેવ અને સ્વગુરુની ભકિત માટે આટલી બધી ઉદારતા કરાય છે!' એવો પ્રશંસાવાદ લોકમાં પ્રસરે છે. પહેલી પોરસીની દેશના બાદ શું થાય છે ? ભગવાન પહેલી સંપૂર્ણ પોરસી ધર્મદેશના આપે છે. ત્યાર બાદ દેવમાલ્ય = બલિનો પ્રવેશ થાય છે. એના પ્રવેશ વખતે જ પ્રભુ પોતાની દેશના પૂર્ણ કરે છે. બલિના પ્રક્ષેપ બાદ ભગવંત ઊભા થાય છે અને પ્રથમ ગઢના Page #22 -------------------------------------------------------------------------- ________________ --- - /N છે : અંદરના ભાગમાંથી ઉત્તર દ્વારથી નીકળી પૂર્વ દિશામાં રહેલા સ્ફટિક રત્નમય દેવછંદકની અંદર સુખપૂર્વક સમાધિથી રહે છે, (બૃ.ક.૧૨૧૪) (મતાંતર - બીજા પ્રકારમાં ઇશાન વિદિશામાં રહેલ દેવચ્છેદકમાં યથાસુખ-સમાધિથી રહે છે. સમવસરણ સ્તવના) અશોકવૃક્ષની નીચે દેવજીંદામાં પાદપીઠ સહિત ચાર સિંહાસન હોય છે. (.ક.૧૧૮૦) ( હવે બીજી પોરસીમાં શું થાય છે? તે જણાવાય છે. ] ભગવંત સિંહાસન પરથી ઊઠીને જાય છે, પછીથી તીર્થ = પ્રથમ ગણધર અથવા બીજા કોઈ ગણધર મધર્મ દેશના ફરમાવે છે. પ્રશ્ન :- ખુદ ભગવાન જ શા માટે દેશના ચાલુ નથી રાખતા ? શું ગણધર મહારાજ દેશના આપે તો કાંઈ લાભ છે? ગુણો છે? જવાબ :- હા છે. સાંભળો ! ભગવાનના પરિશ્રમનો વિશ્રામ થાય છે. • “અહો! આ ભગવંતના શિષ્યો પણ આ પ્રકારના વ્યાખ્યાન લબ્ધિવાળા છે!' એ પ્રમાણે શિષ્યના ગુણની ખ્યાતિ થાય છે. ગૃહસ્થ શ્રોતાઓ અને સંયમી શ્રોતાઓ એમ બન્નેને વિશ્વાસ થાય છે કે ખરેખર જેવું ભગવાને ફરમાવ્યું તેવું ગણધર મહારાજ પણ ફરમાવે છે, શિષ્ય અને ધર્માચાર્યમાં પરસ્પર વચન વિરોધ નથી. • ભગવાને જેવું ફરમાવ્યું એવું જ ગણધર મહારાજ ફરમાવે છે એવું સાંભળનારને “ભગવાન અન્યથાવાદી નથી પણ યથાસ્થિત વસ્તુવાદી છે” એવો વિશ્વાસ ભગવાન ઉપર ઉત્પન્ન થાય છે. • ધર્માચાર્ય-શિષ્યનો કમ પણ દર્શાવાય છે, “આચાર્ય પાસેથી સાંભળીને યોગ્ય શિષ્ય એમનું જણાવેલું વ્યાખ્યાન કરવું જોઇએ. એ ક્રમ બતાવાયો. Page #23 -------------------------------------------------------------------------- ________________ * રો . .*, , = લ , S S ( S:- , 2) : *..( પ્રશ્ન :- ગણધર મહારાજ કયાં બેસીને ધર્મદેશના ફરમાવે છે? જવાબ :- રાજાએ હાજર કરેલા સિંહાસન ઉપર, એ ન હોય તો ભગવંતના પાદપીઠ ઉપર બેસીને પ્રથમ ગણધર (શ્રી ગૌતમસ્વામીજી આદિ) કે બીજા કોઈ ગણધર દેશના આપે છે. સાધુ આદિના સમુદાયને અથવા ગુણના સમૂહને ધારણ કરવાના સ્વભાવવાળા તે ગણધર કહેવાય. ગણધર મહારાજ બીજી પોરસીમાં ધર્મદેશના આપે છે. ગણધર ભગવાન અસંખ્ય ભવોને પણ કહે છે; અસંખ્ય ભવોમાં ભૂતકાળમાં જે થયું હોય, અથવા ભવિષ્યમાં થવાનું હોય એ બધું જ જણાવે છે. જે પદાર્થ દુર્બોધ્યા હોય તે પણ જો પ્રશ્નકાર પૂછે તો એનો સંપૂર્ણ જવાબ ગણધર મહારાજ આપે છે; સંપૂર્ણ અભિલાપ્ય પદાર્થોને જણાવવાની શકિત ગણધર મહારાજમાં રહેલી હોય છે. અવધિજ્ઞાની-મન:પર્યાય જ્ઞાની આદિ અતિશય જ્ઞાની સિવાયના બીજા કોઇ “આ ગણધર મહારાજ છદ્મસ્થ છે એવું જાણી શકતા નથી. ઉલ્ટાના એઓ એમ જાણે છે કે “બધા જ પ્રશ્નોના ઉત્તર આપવાના સામર્થ્યવાળા આ સર્વજ્ઞ છે“ (બૃ.ક.૧ર૧૭) ભગવાનશ્રી અરિહંતદેવોની સેવામાં જઘન્યથી એક કરોડ દેવતાઓ હોય છે. અશોકવૃક્ષની ઉપરના વાતાવરણમાં ભુવનવ્યાપી નાદ હોય છે પણ તે પ્રભુની દેશનામાં બાધક ન બને એવા તાલવાળો હોય અને અશોકવૃક્ષની નીચેના વાતાવરણમાં ચારેબાજુ એક એક યોજનવ્યાપી વાંસળીનો દિવ્યધ્વનિ ભગવાનની દેશનામાં ભળી જઈને ભવ્યોના મનનું અદ્ભુત રંજન કરે એવો હોય છે. પ્રશ્ન :- સમવસરણ વગેરે બાહ્ય આડંબર ભગવાનની વીતરાગતામાં ખામીનું દર્શન નથી કરાવતા શું? Page #24 -------------------------------------------------------------------------- ________________ * . - -:: : : : ::: L INK ( GSS.’ (5) *( 2 )' કર્ક p\:/ જવાબ :- ભગવાન અશોકાદિ આઠ મહા પ્રતિહાર્યોની શોભાવાળા હોવા છતાં કોઈ દિવસ કયારેય પણ એનાથી ગર્વિત બનતા નથી. કયારે પણ શરીરની શોભા-સંસ્કાર કરતા નથી. તે ભગવાન રાગ-દ્વેષના આત્યાંતિક ક્ષયવાળા બનેલા છે. એટલે ચાહે એકાકી હોય કે જન પરિવૃત્ત, આ બન્ને અવસ્થામાં એમને મનમાં કોઇ જ વિશેષ=ફેરફાર નથી. ક્ષતિસંપન્ન, દાન્ત, જિતેન્દ્રિય ભગવાનને ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. જગના ઉદ્ધાર માટે પ્રવૃત્ત થયેલા, એકાંત પરહિત પ્રવૃત્તિવાળા એવા, પોતાના કાર્યની અપેક્ષા રહિત, ભાષાના દોષ વગર અને ભાષાના ગુણોપૂર્વક બોલતા ભગવાનની આવી દેશના એ લાભ=ગુણ માટે બને છે. છદ્મસ્થ માટે ભલે બાહુલ્યથી મૌનવ્રત જ શ્રેયસ્કર હોય. સમવસરણમાં અષ્ટ મહા પ્રાતિહાર્યાદિક સતત હોય જ છે. (અ.રા. પાર્ટ-૭-૪૮૧). કાળ લોક પ્રકાશ ગ્રંથ (લે. પૂ. મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી ગણિવર)ના આધારે કાંઇક. ) ઈન્દ્રની આજ્ઞાથી ો એક યોજન પ્રમાણ ભૂમિમાંથી અશુદ્ધિ દૂર કરે છે; સુગંધી જળથી સિંચન કરે છે; પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિ કરે છે. ભૂતળ ઉપરની જમીનથી સવા કોશ ઉંચાઈ પર સ્વર્ણ-રત્ન-મણિની પીઠ રચે છે. જમીનથી દશહજાર પગથીયા ચડયા પછી પ્રથમ રૂપાનો ગઢ આવે છે. એક-એક પગથીયા એક-એક હાથ ઊંચા અને પહોળા હોય છે, તેથી આ પ્રથમ ગઢ જમીનથી અઢી હજાર ધનુષ્ય એટલે સવા ગાઉ ઊંચો હોય છે. તે ગઢની ભીંતો ૫૦૦ ધનુષ્ય ઊંચી અને પહોળી ૩૩ ધનુષ્ય - ૩૨ આંગળ હોય છે. તે ભીંતની ઉપર દેદીપ્યમાન સારભૂત સોનાના કાંગરા હોય છે. ગઢ 8 ક' , ' ' 42 € ' ' , O) **.In O; ' C:) : ( ( 2) છે /૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપર જુદા જુદા રત્નોથી બનાવેલા બારસાખથી યુકત ચાર દ્વાર હોય છે, દ્વારેદ્વારે પૂતળીયો અને મણિમય ત્રણ તોરણ હોય છે. દરેક ધારે ધ્વજાઓ, અષ્ટમંગળ, પુષ્પની માળાઓની શ્રેણિ, કળશો તથા વેદિકા હોય છે, સુગંધીદાર ધૂપધાણા હોય છે. દેવો તે ગઢને ચારે ખૂણે એક એક સ્વાદુ જળવાળી અને મણિમય પગથીયાવાળી વાવડી રચે છે; ચારે દ્વાર પર એક-એક દેવ, દ્વારપાળ તરીકે ઊભો રહે છે. ઉપર જણાવેલ ૫૦ ધનુષ્યના પ્રતા પછી, બીજા ગઢના પગથીયાની શરૂઆત થાય છે. તે એક હાથ ઊંચા અને એક હાથ પહોળા એવા પાંચ હજાર પગથીયા હોય છે. તેટલા પગથીયા ચડયા પછી બીજો સુંદર આકારવાળો ગઢ આવે છે, જાત્ય સુવર્ણમય હોય છે અને વિવિધ પ્રકારના રત્નમય દેદીપ્યમાન કાંગરાવાળો હોય છે. આ ગઢની ભીતોની ઊંચાઇ-પહોળાઇ-અને ચાર દ્વારની રચના બધું જ પ્રથમ ગઢ જેવું સમજવું. આ ગઢના પ્રારંભમાં પણ ૫૦ ધનુષ્યનું પૂર્વવત્ પ્રતર હોય છે. આ ગઢના અંદરના ભાગમાં તિર્યંચો-સિંહ-વાઘ-મૃગ વગેરે બેસે છે. આ બીજા ગઢના ઈશાન ખૂણામાં મનોહર દેવચ્છેદો હોય છે. પ્રથમ પહોરે દેશના આપ્યા પછી સુરસેવિત એવા પ્રભુ આ દેવજીંદામાં આવી ને બેસે છે. આ ગઢથી ઊંચે ૫000 પગથીયા ચડે ત્યારે ભાગ્યશાળીઓ ત્રીજા ગઢમાં પહોંચે છે. વૈમાનિક દેવતાઓ આ ત્રીજા ગઢને રત્નથી બનાવે છે અને દેદીપ્યમાન મણિમય કાંગરાઓથી સુશોભિત બનાવે છે. આ ગઢની ભીતની ઊંચાઈ-પહોળાઈ તથા ચાર દ્વારોની રચના પૂર્વ પ્રમાણે જ જાણવી. ત્રીજા ગઢના મધ્યમાં સમભૂતલ એનું પીઠ છે, તે એક ગાઉને છસો ધનુષ્ય લાંબું-પહોળું છે. એ જ પ્રમાણે વિસ્તારનું માન પહેલા અને બીજા ગઢના અંતરનું છે, પરંતુ બે બાજુનું મળીને છે. તે આ પ્રમાણે - રૂપાના ગઢથી આગળ ૫૦ ધનુષ્યનું પ્રતર છે અને ૫OOO પગથીયાના ૧૨૫૦ ધનુષ્યો થાય છે. તે આ પ્રમાણે એક બાજુનું અંતર ૧૩૦૦ ધનુષ્યનું, રૂપા-સોનાના જદર ::: Sી - , > S જ & S S SSC Page #26 -------------------------------------------------------------------------- ________________ - - - (): - - - - ). ( 2 , ***; 23:દ ગઢ વચ્ચે છે. તે જ પ્રમાણે બીજી બાજુનું અંતર છે. બે બાજુના વિસ્તારને એકત્ર કરીએ એટલે એક ગાઉ ને ૬૦૦ ધનુષ્ય ઉપર કહ્યા તે થાય છે. એ જ પ્રમાણે સોનાના ને રત્નના ગઢની વચ્ચેના અંતરના વિસ્તારનું માન પણ ૧ ગાઉ અને ૬૦૦ ધનુષ્યનું છે. એ પ્રમાણે ત્રણે ગઢના અંતરનું માન ભેગું કરવાથી ત્રણ ગાઉ અને ૧૮૦૦ ધનુષ્ય થાય છે. હવે અહીં ત્રણ ગઢની બે બાજુની થઈને છ ભીતો છે, તે દરેક ભીંત વિસ્તારમાં ૩૩ ધનુષ્ય ને ૩ર આંગળ છે. તે ૩૩ ધનુષ્યને છ ગુણા કરતાં ૧૯૮ ધનુષ્ય અને ૩૨ આંગળને છ ગુણી કરતાં ૧૯૨ આંગળ થાય તેના બે ધનુષ્ય થાય તે ધનુષ્યની રાશિમાં ભેળવતાં ૨૦૦ ધનુષ્ય થાય. તે પૂર્વના ત્રણ ગાઉ ઉપરના ૧૮૦૦ ધનુષમાં ભેળવીએ એટલે ૨000 ધનુષ્ય થાય. તેનો એક ગાઉ થાય તે પ્રથમ ત્રણ ગાઉમાં ભેળવતાં ચાર ગાઉ એટલે એક યોજન પ્રમાણ ગોળ સમવસરણ થાય. આ ગોળ સમવસરણની નીચેના ગઢથી ચારે દિશામાં જે દશ દશ હજાર પગથીયા છે તે એક યોજનાની બહારના ભાગમાં છે એમ જાણવું. ટૂંકમાં અરિહંત પ્રભુના સિંહાસનના નીચેના ભૂભાગથી એક બાજુ પૃથ્વીથી બાહ્ય ગઢના બહારના ભાગ સુધી ભૂતળ બે ગાઉ થાય. એ પ્રમાણે ચારે દિશામાં બે બે પાસાનો સંયોગ કરવાથી લંબાઈ અને પહોળાઈ એક યોજન પૂર્ણ થાય. બાહ્ય પગથીયાના છેલ્લા ભાગ સુધીનું ભૂતળ જિનેશ્વરના નીચેના ભૂતળથી સવા ત્રણ ગાઉ થાય. તે દશ હજાર પગથીયાના ૨૫૦૦ ધનુષ એટલે તે સવા ગાઉ અને તેને બે ગાઉમાં ભેળવવાથી સવાત્રણ ગાઉ થાય. આ સમવસરણ ભૂમિથી અદ્ધર હોય છે. અને તે પગથીયાઓની રચના વડે ચારે તરફથી ઊંચું ઊંચું હોય છે. રત્નના ગઢની પરિધિ એક યોજન, ૪૩૩ ધનુષમાં કાંઈક ન્યૂન હોય જ * સુવર્ણના ગઢની પરિધિ બે યોજન ૮૬૫ ધનુષ અને ત્રણ આંગળ S : STD 1 0 Page #27 -------------------------------------------------------------------------- ________________ ન્યૂન બે હાથની હોય છે; રૂપાના ગઢની પરિધિ ત્રણ યોજન, ૧૩૩૩ ધનુષ, એક હાથને આઠ આંગળની હોય છે. એક યોજનના સમવસરણની પરિધિ ૩ યોજન ૧૨૯૮ ધનુષથી કાંઇક અધિક હોય છે. હવે ચોરસ સમવસરણની કિકત જણાવે છે. તેમાં દરેક ગઢની ભીતોની પહોળાઇ એક સો ધનુષ હોય છે. આ ચોરસ સમવસરણમાં ત્રણ ગઢનો પરિધિ વ્યાસના પ્રમાણથી (લંબાઇ-પહોળાઇ)થી ચારગુણો જાણવો. બે યોજન લંબાઇ ૧ યોજન ૧ | યોજન યોજન ૧ યોજન # 1 & ૨ યોજન × ૨ યોજન = ક્ષેત્રફળ કુલ ચાર ચોરસ યોજન આ સમવસરણમાં ચારે ખૂણામાં ઉત્તમ એવી બે બે વાવો હોય છે. બાકીનું બધુ વર્તુળાકાર સમવસરણ પ્રમાણે સમજી લેવું. ઇ Page #28 -------------------------------------------------------------------------- ________________ હવે ત્રીજા ગઢમાં જે પૂર્વે સમભૂતળ (૧ કોશ અને ૬00 ધનુષ) કહેલ છે તેના મધ્યમાં એક મણિરત્નમય પીઠ હોય છે. તે જિનેશ્વરના શરીરની ઊંચાઈ જેટલી ઊંચી, ચાર ધારવાળી અને ચારે દિશામાં ત્રણ-ત્રણ પગથીયાવાળી હોય છે, લંબાઇ-પહોળાઇમાં ૨૦૦ ધનુષ્ય હોય છે અને પૃથ્વી તળથી અઢી ગાઉ ઊંચી હોય છે. તે એક હાથ ઊંચા ૨૦૦૦૦ પગથીયા હોવાથી ૫૦૦૦ હજાર ધનુષ એટલે અઢી ગાઉ થાય છે. આ ઉચાઇનું માન સિંહાસન નીચેની પૃથ્વીથી પીઠબંધ સુધી સમશ્રેણિની વિવક્ષાએ સમજવું. (સંપૂર્ણ) ૧૦૦૦૧/૫૦૦ +૫°°] (આ લેખમાં છદ્મસ્થતાને કારણે કાંઈ ભૂલો થઇ હોય તો ક્ષમા યાચું છું. સંવિ-ગીતાર્થ પૂજયો કૃપયા ક્ષતિની જાણકારી આપે. -ગુણસુંદરવિજયજી ગણી, દીપક જયોતિ ટાવર જૈન સંઘ, આંબાવાડી, મુંબઈ-૪૦૦૦૩૩ વિ.સં. ૨૦૬૦ કારતક વદી દશમી) શ્રી સમવસરણ ભાવ ગર્ભિત શ્રી સામાન્ય જિન સ્તુતિ. મિલ ચઉવિહ સુરવર વિરચે ત્રિગડું સાર; અઢી ગાઉ ઊંચો પહોળો યોજન ચાર; બિચ કનક સિંહાસન પદ્માસન સુખકાર, AT ૧ યોજન શ્રી તીરથ નાયક બેસે ચૌમુખ ધાર. (૧) યોજન ભાવાર્થ :-વૈમાનિક આદિ ચાર નિકાયના [ ૧ દેવા પ્રધાન-સુંદર એવા રયો. x ૨યો.=૪ ચોરસ યોજન સમવસરણની રચના કરે છે; જે સમવસરણ અઢી ગાઉ ઊંચું હોય છે અને એનું ક્ષેત્રફળ ચાર ચોરસ યોજન હોય છે વચ્ચે સુવર્ણના સિંહાસન ઉપર પદ્માસન મુદ્રાથી શ્રી તીર્થ (પ્રથમ ગણધર, દ્વાદશાંગી, શ્રુતજ્ઞાન) ના નાયક શ્રી તીર્થંકરદેવ ચતુર્મુખ બિરાજમાન થાય છે. તીન છત્ર શિરોમણિ ચામર ઢાળે ઇન્દ્ર; દેવદુંદુભિ વાજે ભાંજે કુમતિ ફંદ; ૧ યોજન --- યોજના O---- , * Page #29 -------------------------------------------------------------------------- ________________ ભામંડલ પુંઠે ઝબકે જાણે દિણંદ, ત્રિહુઅણ જન, મોહે સયલ જિણંદ. (૨) ભાવાર્થ :- આવા સર્વ તીર્થનાયક ભગવાનના મસ્તક પર શ્રેષ્ઠ ત્રણ છત્રો હોય છે, ઇન્દ્ર ચામર ઢાળતા હોય છે, જાણે સૂર્ય ન હોય એવું ભામંડલ ભગવાનની પાછળ શોભે છે, આવા બધા જ જિશિંદો ત્રણ જગતના જીવોના મનનું મોહન કરે છે. દ્રવ્ય ભાવશું ઠવણા નામ નિક્ષેપા ચાર; જિનગણધરે ભાખ્યા, સૂત્ર સિદ્ધાંત મોઝાર; જિનવરની પ્રતિમા, જિન સરખી સુખકાર, સુસ્વભાવે વંદો પૂજો જગ જયકાર. (૩) ભાવાર્થ :- જિન એવા ગણધર મહારાજે અથવા જિનેશ્વર અને ગણધર મહારાજે સૂત્ર સિદ્ધાંતમાં જિનવરના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ચાર નિક્ષેપા બતાવ્યા છે. જિનવરની પ્રતિમા સાક્ષાત્ ભાવ નિપેક્ષે રહેલા જિનવર સમાન જ=તુલ્ય સુખ આપનારા હોય છે. આવો એમનો સાચો સ્વભાવ હોય છે. ‘ હે ભવ્ય જીવો તમો જગમાં જયજયકાર આપનારા આ જિનપ્રતિમાને તમારા સારા ભાવથી વંદો-પૂજો!' દુઃખ હરણી મંગલ કરણી જિનવરવાણી, ભવે છેદ કૃપાણી મીઠી અમીય સમાણી; મન શુદ્ધે આણી પ્રતિબુઝો ભવિપ્રાણી, સુયદેવી પસાયે પામે જયતિ સુનાણી. (૪) : ભાવાર્થ – જિનવરની વાણી દુઃખને હરનારી છે, મંગલને કરનારી છે, ભવનો ઉચ્છેદ કરવા માટે તલવાર જેવી છે, અમૃત સમાન મીઠી છે . હે ભવ્યપાણી ! તમે મન શુદ્ધ રાખી એને સાંભળી સુંદર બોધ પામો ! શ્રુત દેવી (= સરસ્વતી માતા ) ની કૃપાથી સારા જ્ઞાનીએ જગતમાં જય પામે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ - - - ર / ૨ ઈ US' . : (૯) () * - શ્રી ગંધારખંડણ મહાવીર સ્વામી ની સ્તુતિ (પૈકીની ત્રીજી થાય.) વૈશાખ સુદી દશમી લહી નાણ, સિંહાસન બેઠા વર્ધમાન, - ઉપદેશ દે પ્રધાન. અગ્નિખૂણે હવે પર્ષદા સુણીએ સાધ્વી વૈમાનિક સ્ત્રી ભણીએ | મુનિવર ત્યાંથી જ ભણીએ, બંતર જયોતિષિ ભવનપતિ સાર, એહનો નૈઋત્ય ખૂણે અધિકાર, વાયવ્ય ખૂણે એની નાર; ઇશાને સોહીએ નરનાર, વૈમાનિક સુર થઈ પર્ષદા બાર, સુણે જિનવાણી ઉદાર શ્રી વર્ધમાનસ્વામી (= શ્રી મહાવીર સ્વામી) ને વૈશાખ સુદ દશમીના દિવસે કેવળજ્ઞાન થયું. એ પ્રભુ સુંદર ઉપદેશ આપે છે. (એ વખતે સમવસરણમાં બાર પર્ષદા આ પ્રમાણે હોય છે.) અગ્નિ ખૂણામાં :- મુનિવર , વૈમાનિક દેવી ૨, સાધ્વીજી મ. ૩ નૈઋત્ય ખૂણામાં - ભવનપતિ દેવ , જ્યોતિષદેવ , વ્યંતર દેવ ૩ વાયવ્ય ખૂણામાં :- ભવનપતિ દેવી , જ્યોતિષદેવ , વ્યંતર દેવ છે ઈશાન ખૂણામાં :- વૈમાનિક દેવ , મનુષ્ય પુરૂષો છે, મનુષ્ય સ્ત્રીઓ West - પશ્ચિમ દ * : S " *= : = 1. નૈઋત્ય વાયવ્ય 'ખૂણો વ્યંતર દેવ -૩ જ્યોતિષ દેવ -૨ ભવનપતિ દેવ-૧ પર્ષધ ભવનપતિ દેવી -૧ જ્યોતિષ દેવી -૨, વ્યંતર દેવી -૩ પર્ષધ South દક્ષિણ ભગવાન North ઉત્તર પર્ષદા સાધુઓ -૧ વૈમાનિક દેવીઓ -૨ સાધવી -૩ પર્ષદા વૈમાનિક દ્યો -૧ મનુષ્યો (પુ.) -૨ મનુષ્યસ્ત્રીઓ-૩ ઈશાન અગ્નિ ખૂણો East - પૂર્વ અહીં ચાલુ વાત કરતાં ભવનપતિ-જ્યોતિષ-બંતરના દેવ-દેવીના સ્થાનમાં ફેર ૨ - વ્યત્યય બતાવાયો છે. S ( O) - . :) :::૨૬) - (C) * ( )) ( ) ૬, ૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ رير दिल धानी SOUND SOU . समवसरण चित्र अपूर्ण है। उपर का आधा हिस्सा इसमें है। निचेका हिस्सा इसमें नहीं है। दि देवदुंदुजि • ण्ञ र शामर देवेंदृष्टि मुनीर्थकर सतुर्भुज तीर्थरदेव यस पर.. समय कीरारा गढ़ मणिमय कोशरा CORE-JOCK E . प्राछत्र 4 田 DO हेतु उपयोगी है. यह समवसरण चित्र आणि अपूर्व है. फिरभी जानकारी पुष्प कृष्टि * भामंडल 303-20 W . 3 अरोन्स दाजु पूरा सारण को } आच्छादित करता है। देवदुटुभि . = बहुहुलि दिव्य Erit हिव्य ध्वनि चेयर सामर चतुर्मुखतीर्थकार भगवान चारों दिशा में ४ सिंहासन 'सीभरा दनका गढ़ थममको रा भाणमया करंग Page #32 -------------------------------------------------------------------------- _