________________
FE
મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણિવર મ. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં કેવું સુંદર લલકારે છે?
આવા અદ્ભૂત રૂપના સ્વામી જો માનસ ચક્ષુમાં રમ્યા કરતાં હોય તો પછી હાડ-ચામ-રૂધિર-માંસ-મજજા આદિ દુર્ગન્ધીથી ભરપૂર પદાર્થ પર રૂપાળા કોર્ટીંગ (અસ્તર) વાળા માનવીય રૂપ દેખવા કયું જિનભકિત ભર્યું હૃદય તૈયાર થાય? (બૃ.ક. ૧૧૯૫-૯૬)
કોડી દેવ મીલકર કર ન સકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિસ્કંદા; ઐસો અદ્ભૂત રૂપ તિહારો, વરસત માનું અમૃત કે બુંદ.
પ્રશ્ન :- પોતાના અત્યંત ઉચ્ચ શુભ નામ કર્મ અને ઉચ્ચ ગોત્ર કર્મ આદિના ઉદયથી તીર્થંકર દેવોને શું શું મળે છે ?
જવાબ :- અત્યંત ટૂંકમાં જણાવીએ છીએ.
Jain Education International
વજ્ર ઋષભ નારાચ સંઘયણ, ગણધરોના શરીરના રૂપથી અનંતગુણ અધિક શરીરનું રૂપ, સમચતુરસ્ર સંસ્થાન, અદ્ભૂત દેહચ્છાયા—વર્ણ, ભદ્ર ગજેન્દ્રથી પણ અધિક સુલલિતા ચાલ=ગતિ; અદ્ભૂત અનુત્તર સત્ત્વ= =ધૈર્ય; સાર બે પ્રકારે, બાહ્ય રૂપ-ધ્વનિ આદિનું ઉત્કૃષ્ટપણું = ગુરુપણું, આવ્યંતર જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ, ઉચ્છવાસ નિશ્વાસ સુગંધીમય. આ બધું જ ભગવાનને અનુત્તર =અનન્ય સામાન્ય હોય છે. ગાયના દૂધની ધારા સમાન ગૌર વર્ણવાળું લોહીમાંસ, ચામડાની આંખવાળા ન દેખી શકે એવા આહાર-નિહાર, આ બધું જ ભગવાનનું અનુત્તર હોય છે.
પ્રભુના સૌભાગ્ય-સૌંદર્ય-યશ-કીર્તિ વગેરે પણ અનુત્તર
બીજા કોઇમાં ન હોય તેવા અસામાન્ય હોય. કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતાં દાન-લાભ વગેરે જે કાર્ય વિશેષ તે પણ ભગવંતના અનુત્તર હોય છે.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org