________________
:
આ
સમક્ષ પદ્મથી પ્રતિષ્ઠિત ધર્મચક્ર હોય છે. બીજું પણ વાયુ વિફર્વણા, સુગંધી જળની વૃષ્ટિ વગેરે કાર્યવાણવંતર દેવો કરે છે. આ સર્વ તીર્થંકરોનો સમવસરણ માટે નો સામાન્ય રચના ક્રમ છે. (આમાં કયારેક ફેરફાર પણ હોઈ શકે છે.)
જયાં ઘણા દેવેન્દ્રો આવે છે ત્યાં સમવસરણ વિષેની વાત ઉપર પ્રમાણે સમજવી. પરંતુ જ્યાં ઇન્દ્ર ઈ-સામાનિકાદિ એક જ દેવ આવે છે
ત્યાં તે એકલો જ ત્રણ ગઢ વગેરે સર્વ કાર્ય કરે છે. આવશ્યક ચૂર્ણિમાં જણાવાયું છે છે કે તીર્થંકરના શરીરની ઊંચાઇથી બારગુણી ઊંચાઇવાળું અશોકવૃક્ષ શક્ર
વિફર્વે છે. જો ઈન્દ્ર વગેરે મહર્તિક દેવો ન આવે તો ભવનપતિ આદિ દેવો સમવસરણની રચના કરે અથવા ન પણ કરે.
સમવસરણમાં બેઠેલા દેવો-મનુષ્યોની મર્યાદા બતાવાય છે. જે અલ્પ ઋદ્ધિવાળાઓ ભગવાનના સમવસરણમાં પૂર્વે બેઠેલા હોય તે પછીથી આવતા મહર્દિકને પ્રણામ કરે છે. હવે જો મહદ્ધિકો સમવસરણમાં પહેલેથી જ બેઠેલા હોય, તો જે અલ્પ ઋદ્ધિવાળાઓ પાછળથી આવે છે તે પૂર્વ રહેલા મહદ્ધિકોને પ્રણામ કરીને જાય છે. સમવસરણમાં રહેલાને કોઈ કોઈની નિયંત્રણા-આધીનતા નથી હોતી. તેઓ ત્યાં વિકથા કરતા નથી, એક બીજાને એક બીજા પર ઈર્ષ્યા નથી હોતી. પરસ્પર વૈર-વિરોધવાળાને પણ પ્રભુના પ્રભાવથી પરસ્પર કોઇનો કોઇને ભય નથી હોતો. આ બધી રત્નના પહેલા કિલ્લાની વાત થઇ.
બીજા કિલ્લાની અંદરના ભાગમાં સિંહ-હાથી વગેરે તિર્યંચો હોય છે. તૃતિય કિલ્લાની અંદરના ભાગમાં દેવોના અને મનુષ્યોના વાહનો હોય છે. પ્રાકાર રહિત બહારના ભાગમાં તિર્યંચો પણ હોય છે, મનુષ્યો-દેવો પણ હોય છે. તેઓ કયારેક પ્રત્યેક હોય, કયારેક માત્ર તિર્યંચો જ હોય, ક્યારેક મનુષ્યો જ, કયારેક દેવો જ, કયારે ત્રણે મિશ્ર પણ હોય. કિલ્લાની બહારના ભાગમાં રહેલા આ ત્રણે પ્રત્યેક કે મિશ્ર પ્રવેશતા કે નિકળતા જાણવા. (બૃ.ક.૧૧૯૦)
;
di
S
K
"
*
CRC
TAR
દ
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org