________________
જવાબ :- ભગવાન એકી સાથે જ જવાબ આપવા દ્વારા બધાના સંશયો દૂર
કરવાનું કરે છે. પ્રશ્ન :- અગર પ્રભુ એક એક વ્યક્તિના સંશય છેદનનું કામ ક્રમસર=એક
પછી એકનું અલગ અલગ=પરિપાટીથી કરે તો શું દોષ ? જવાબ:- • સંશયવાળી વ્યકિતઓ અસંખ્ય = સંખ્યાતીત પણ હોઈ શકે
છે. એ બધાના સંશય ક્રમસર કહેવા જાય તો પલ્યોપમ આદિ અસંખ્યય કાળમાં પણ તેમના સંશયોનો નાશ ન કરી શકાય, એવું બને. તુલ્યકાળ સંશયવાળાઓને = જિજ્ઞાસાવાળાઓને એકી સાથે સંશય છેદ કરવામાં ભગવંતનું સર્વ જીવો પ્રતિ તુલ્યપણું = રાગદ્વેષરહિતપણું જણાય છે, કાળભેદથી કહે તો શ્રોતાઓને મનમાં ભગવંતની ચિત્તવૃત્તિ રાગ-દ્વેષવાળી હોવાની સંભાવનાનો પ્રસંગ આવે. સર્વ સંશયવાળાઓના તમામ સંશયોનો એકકી સાથે નાશ કરવો એ ભગવંતની ઋદ્ધિવિશેષ છે; જો ભગવંત પરિપાટીથી કમસર એક પછી એક સંશય નાશ કરવાનું કરે તો કોઈક સંશયવાળાનો સંશય નાશ થાય એ પહેલા પણ મૃત્યુ સંભવે છે, એકકી સાથે સંશય નાશ કરવામાં
આ દોષ ન સંભવે.
તે લોકોમાં આ સર્વજ્ઞ છે' એવી પ્રતીતિ આ રીતે જ થાય, કમસર સંશયનાશમાં જેનો સંશય નાશ ન થયો હોય એવા કોઈકને ભગવાનના સર્વજ્ઞપણાની પ્રતીતિ ન પણ થાય.
વળી અચિંત્ય-અપ્રમેય ગુણસંપત્તિવાળા આ ભગવાન છે કે જેઓ એકી સાથે જ આ રીતે બધાના સંશયોને દૂર કરે છે, એવો લોકને વિશ્વાસ થાય
::
::
:: L_
:):-(૧૩)- * *
૯:૪૫ CD-(O-- *
SEN U
().
. *
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org