Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 17
________________ જવાબ :- ભગવાન એકી સાથે જ જવાબ આપવા દ્વારા બધાના સંશયો દૂર કરવાનું કરે છે. પ્રશ્ન :- અગર પ્રભુ એક એક વ્યક્તિના સંશય છેદનનું કામ ક્રમસર=એક પછી એકનું અલગ અલગ=પરિપાટીથી કરે તો શું દોષ ? જવાબ:- • સંશયવાળી વ્યકિતઓ અસંખ્ય = સંખ્યાતીત પણ હોઈ શકે છે. એ બધાના સંશય ક્રમસર કહેવા જાય તો પલ્યોપમ આદિ અસંખ્યય કાળમાં પણ તેમના સંશયોનો નાશ ન કરી શકાય, એવું બને. તુલ્યકાળ સંશયવાળાઓને = જિજ્ઞાસાવાળાઓને એકી સાથે સંશય છેદ કરવામાં ભગવંતનું સર્વ જીવો પ્રતિ તુલ્યપણું = રાગદ્વેષરહિતપણું જણાય છે, કાળભેદથી કહે તો શ્રોતાઓને મનમાં ભગવંતની ચિત્તવૃત્તિ રાગ-દ્વેષવાળી હોવાની સંભાવનાનો પ્રસંગ આવે. સર્વ સંશયવાળાઓના તમામ સંશયોનો એકકી સાથે નાશ કરવો એ ભગવંતની ઋદ્ધિવિશેષ છે; જો ભગવંત પરિપાટીથી કમસર એક પછી એક સંશય નાશ કરવાનું કરે તો કોઈક સંશયવાળાનો સંશય નાશ થાય એ પહેલા પણ મૃત્યુ સંભવે છે, એકકી સાથે સંશય નાશ કરવામાં આ દોષ ન સંભવે. તે લોકોમાં આ સર્વજ્ઞ છે' એવી પ્રતીતિ આ રીતે જ થાય, કમસર સંશયનાશમાં જેનો સંશય નાશ ન થયો હોય એવા કોઈકને ભગવાનના સર્વજ્ઞપણાની પ્રતીતિ ન પણ થાય. વળી અચિંત્ય-અપ્રમેય ગુણસંપત્તિવાળા આ ભગવાન છે કે જેઓ એકી સાથે જ આ રીતે બધાના સંશયોને દૂર કરે છે, એવો લોકને વિશ્વાસ થાય :: :: :: L_ :):-(૧૩)- * * ૯:૪૫ CD-(O-- * SEN U (). . * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32