________________
(
)
:(.
*D).
ક
5:05
-
).
રે
અસપત્ના = અનન્ય સદશી. જે વાણીની બીજી કોઈ પણ વાણી બરાબરી ન કરી શકે.
ગાહિકા = અર્થનું = પદાર્થનું જ્ઞાન કરાવનારી.
ભગવંતની આવી વાણીમાં શ્રોતાનો ઉપયોગ હોય જ; અન્યત્ર ઉપયોગ અથવા અનુપયોગ ન જ હોય. ભગવંતની વાણી સાંભળતા શ્રોતા કદાપિ થાકતો નથી, એને બીજે બીજે સ્થળે થાક લાગવાની સંભાવના હોય તો પણ ભગવંત વાણીનું શ્રવણ એના બીજા થાકને પણ ગણકારતું નથી, શ્રોતા થાક-કંટાળા વગર સાંભળ્યા જ કરે છે.
(અહીં વાણિયાની વૃદ્ધા દાસીનું દૃષ્ટાંત બતાવાય છે. )
એક અત્યંત લોભી વણિકની વૃદ્ધ દાસી હતી. વણિકની આજ્ઞાથી તેણી પ્રભાતે જંગલમાં કાષ્ટ લેવા ગઈ. સુધા-તૃષાથી પીડા પામેલી તેણી મધ્યાહને વણિકને ઘેર લાકડા લઈને પાછી આવી. લાકડા ઘણા થોડા લાવી એવું કહી વણિક દ્વારા એણીને ખૂબ માર મારવામાં આવ્યો. ભૂખી-તરસી એણીને પુનઃ જંગલમાં મોકલવામાં આવી. તેણી લાકડાનો મોટો ભારો લઈ દિવસના છેલ્લા પહોરમાં વણિકના ઘરે પાછી આવતી હતી. જેઠ મહિનાનો ભયંકર તડકો હતો. તે ડોશીના લાકડાના ભારામાંથી એક લાકડું નીચે પડી ગયું. તેણીએ વાંકાવળીને તે ગ્રહણ કર્યું. તે જ સમયે તીર્થકર ભગવાન યોજનગામિની વાણી વડે દેશના આપતા હતા. તે ડોશી તે જ રીતે વાંકી વળેલી શરીરની પરિસ્થિતિમાં પ્રભુની વાણી સાંભળવા લાગી. તેણીને સુધાતૃષા કે થાક કશું જ અનુભવાયું નહીં. ચોથો પ્રહર પૂર્ણ થયે ભગવાને દેશના પૂર્ણ કરી, પ્રભુ ત્યાંથી ઊઠયા પછીથી ડોશી સ્વસ્થાને ગઇ.
આ દૃષ્ટાંતથી બતાવે છે કે અગર જો ભગવંત આ રીતે સતત દેશના આપતા જ રહે, આપતા જ રહે તો પણ ભૂખ-તરસ-ઠંડી-ગરમી-પરિશ્રમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org