Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 29
________________ ભામંડલ પુંઠે ઝબકે જાણે દિણંદ, ત્રિહુઅણ જન, મોહે સયલ જિણંદ. (૨) ભાવાર્થ :- આવા સર્વ તીર્થનાયક ભગવાનના મસ્તક પર શ્રેષ્ઠ ત્રણ છત્રો હોય છે, ઇન્દ્ર ચામર ઢાળતા હોય છે, જાણે સૂર્ય ન હોય એવું ભામંડલ ભગવાનની પાછળ શોભે છે, આવા બધા જ જિશિંદો ત્રણ જગતના જીવોના મનનું મોહન કરે છે. દ્રવ્ય ભાવશું ઠવણા નામ નિક્ષેપા ચાર; જિનગણધરે ભાખ્યા, સૂત્ર સિદ્ધાંત મોઝાર; જિનવરની પ્રતિમા, જિન સરખી સુખકાર, સુસ્વભાવે વંદો પૂજો જગ જયકાર. (૩) ભાવાર્થ :- જિન એવા ગણધર મહારાજે અથવા જિનેશ્વર અને ગણધર મહારાજે સૂત્ર સિદ્ધાંતમાં જિનવરના નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ચાર નિક્ષેપા બતાવ્યા છે. જિનવરની પ્રતિમા સાક્ષાત્ ભાવ નિપેક્ષે રહેલા જિનવર સમાન જ=તુલ્ય સુખ આપનારા હોય છે. આવો એમનો સાચો સ્વભાવ હોય છે. ‘ હે ભવ્ય જીવો તમો જગમાં જયજયકાર આપનારા આ જિનપ્રતિમાને તમારા સારા ભાવથી વંદો-પૂજો!' Jain Education International દુઃખ હરણી મંગલ કરણી જિનવરવાણી, ભવે છેદ કૃપાણી મીઠી અમીય સમાણી; મન શુદ્ધે આણી પ્રતિબુઝો ભવિપ્રાણી, સુયદેવી પસાયે પામે જયતિ સુનાણી. (૪) : ભાવાર્થ – જિનવરની વાણી દુઃખને હરનારી છે, મંગલને કરનારી છે, ભવનો ઉચ્છેદ કરવા માટે તલવાર જેવી છે, અમૃત સમાન મીઠી છે . હે ભવ્યપાણી ! તમે મન શુદ્ધ રાખી એને સાંભળી સુંદર બોધ પામો ! શ્રુત દેવી (= સરસ્વતી માતા ) ની કૃપાથી સારા જ્ઞાનીએ જગતમાં જય પામે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32