Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 24
________________ * . - -:: : : : ::: L INK ( GSS.’ (5) *( 2 )' કર્ક p\:/ જવાબ :- ભગવાન અશોકાદિ આઠ મહા પ્રતિહાર્યોની શોભાવાળા હોવા છતાં કોઈ દિવસ કયારેય પણ એનાથી ગર્વિત બનતા નથી. કયારે પણ શરીરની શોભા-સંસ્કાર કરતા નથી. તે ભગવાન રાગ-દ્વેષના આત્યાંતિક ક્ષયવાળા બનેલા છે. એટલે ચાહે એકાકી હોય કે જન પરિવૃત્ત, આ બન્ને અવસ્થામાં એમને મનમાં કોઇ જ વિશેષ=ફેરફાર નથી. ક્ષતિસંપન્ન, દાન્ત, જિતેન્દ્રિય ભગવાનને ચાર ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. જગના ઉદ્ધાર માટે પ્રવૃત્ત થયેલા, એકાંત પરહિત પ્રવૃત્તિવાળા એવા, પોતાના કાર્યની અપેક્ષા રહિત, ભાષાના દોષ વગર અને ભાષાના ગુણોપૂર્વક બોલતા ભગવાનની આવી દેશના એ લાભ=ગુણ માટે બને છે. છદ્મસ્થ માટે ભલે બાહુલ્યથી મૌનવ્રત જ શ્રેયસ્કર હોય. સમવસરણમાં અષ્ટ મહા પ્રાતિહાર્યાદિક સતત હોય જ છે. (અ.રા. પાર્ટ-૭-૪૮૧). કાળ લોક પ્રકાશ ગ્રંથ (લે. પૂ. મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી ગણિવર)ના આધારે કાંઇક. ) ઈન્દ્રની આજ્ઞાથી ો એક યોજન પ્રમાણ ભૂમિમાંથી અશુદ્ધિ દૂર કરે છે; સુગંધી જળથી સિંચન કરે છે; પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિ કરે છે. ભૂતળ ઉપરની જમીનથી સવા કોશ ઉંચાઈ પર સ્વર્ણ-રત્ન-મણિની પીઠ રચે છે. જમીનથી દશહજાર પગથીયા ચડયા પછી પ્રથમ રૂપાનો ગઢ આવે છે. એક-એક પગથીયા એક-એક હાથ ઊંચા અને પહોળા હોય છે, તેથી આ પ્રથમ ગઢ જમીનથી અઢી હજાર ધનુષ્ય એટલે સવા ગાઉ ઊંચો હોય છે. તે ગઢની ભીંતો ૫૦૦ ધનુષ્ય ઊંચી અને પહોળી ૩૩ ધનુષ્ય - ૩૨ આંગળ હોય છે. તે ભીંતની ઉપર દેદીપ્યમાન સારભૂત સોનાના કાંગરા હોય છે. ગઢ 8 ક' , ' ' 42 € ' ' , O) **.In O; ' C:) : ( ( 2) છે /૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32