Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 25
________________ ઉપર જુદા જુદા રત્નોથી બનાવેલા બારસાખથી યુકત ચાર દ્વાર હોય છે, દ્વારેદ્વારે પૂતળીયો અને મણિમય ત્રણ તોરણ હોય છે. દરેક ધારે ધ્વજાઓ, અષ્ટમંગળ, પુષ્પની માળાઓની શ્રેણિ, કળશો તથા વેદિકા હોય છે, સુગંધીદાર ધૂપધાણા હોય છે. દેવો તે ગઢને ચારે ખૂણે એક એક સ્વાદુ જળવાળી અને મણિમય પગથીયાવાળી વાવડી રચે છે; ચારે દ્વાર પર એક-એક દેવ, દ્વારપાળ તરીકે ઊભો રહે છે. ઉપર જણાવેલ ૫૦ ધનુષ્યના પ્રતા પછી, બીજા ગઢના પગથીયાની શરૂઆત થાય છે. તે એક હાથ ઊંચા અને એક હાથ પહોળા એવા પાંચ હજાર પગથીયા હોય છે. તેટલા પગથીયા ચડયા પછી બીજો સુંદર આકારવાળો ગઢ આવે છે, જાત્ય સુવર્ણમય હોય છે અને વિવિધ પ્રકારના રત્નમય દેદીપ્યમાન કાંગરાવાળો હોય છે. આ ગઢની ભીતોની ઊંચાઇ-પહોળાઇ-અને ચાર દ્વારની રચના બધું જ પ્રથમ ગઢ જેવું સમજવું. આ ગઢના પ્રારંભમાં પણ ૫૦ ધનુષ્યનું પૂર્વવત્ પ્રતર હોય છે. આ ગઢના અંદરના ભાગમાં તિર્યંચો-સિંહ-વાઘ-મૃગ વગેરે બેસે છે. આ બીજા ગઢના ઈશાન ખૂણામાં મનોહર દેવચ્છેદો હોય છે. પ્રથમ પહોરે દેશના આપ્યા પછી સુરસેવિત એવા પ્રભુ આ દેવજીંદામાં આવી ને બેસે છે. આ ગઢથી ઊંચે ૫000 પગથીયા ચડે ત્યારે ભાગ્યશાળીઓ ત્રીજા ગઢમાં પહોંચે છે. વૈમાનિક દેવતાઓ આ ત્રીજા ગઢને રત્નથી બનાવે છે અને દેદીપ્યમાન મણિમય કાંગરાઓથી સુશોભિત બનાવે છે. આ ગઢની ભીતની ઊંચાઈ-પહોળાઈ તથા ચાર દ્વારોની રચના પૂર્વ પ્રમાણે જ જાણવી. ત્રીજા ગઢના મધ્યમાં સમભૂતલ એનું પીઠ છે, તે એક ગાઉને છસો ધનુષ્ય લાંબું-પહોળું છે. એ જ પ્રમાણે વિસ્તારનું માન પહેલા અને બીજા ગઢના અંતરનું છે, પરંતુ બે બાજુનું મળીને છે. તે આ પ્રમાણે - રૂપાના ગઢથી આગળ ૫૦ ધનુષ્યનું પ્રતર છે અને ૫OOO પગથીયાના ૧૨૫૦ ધનુષ્યો થાય છે. તે આ પ્રમાણે એક બાજુનું અંતર ૧૩૦૦ ધનુષ્યનું, રૂપા-સોનાના જદર ::: Sી - , > S જ & S S SSC Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32