Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 20
________________ દુશ્મન વગેરેને ગણકાર્યા વગર અર્થાત્ કહો એની જરા પણ અનુભૂતિ વગર શ્રોતા ભગવંતની દેશના સાંભળતો સાંભળતો થાકે નહીં-કંટાળે નહીં અને પોતાનું સંપૂર્ણ આયુષ્ય આ રીતે પૂર્ણ કરે. આ હા હા ! સાકર-શેરડી-દ્રાક્ષ-અમૃત કરતાં પણ શી ભગવાનની વાણીની મધુરતા! (‰.ક. ૧૨૦૫-૧૨૦૬) હવે દાનની વાત જણાવે છે. દાન બે પ્રકારે. વૃત્તિદાન' - પ્રીતિદાન. ભગવાન જે નગર-ગ્રામ આદિમાં વિચરતા હોય ત્યાં ભગવાનની દિવસ-દિવસની માહિતિ જે વ્યકિત લઇ આવે છે જેમ કે “આજે ભગવાન અમુક ક્ષેત્રમાં વિચરે છે શાતામાં છે” તેમને ભગવાન વિષયક માહિતિના નિવેદન કરવા માટે ઠરાવેલી જે વાર્ષિક નિયત આજીવિકા આપવામાં આવે છે એનું નામ ‘વૃત્તિદાન’. વળી પોતાના નગરમાં ભગવાનના આગમનના સમાચાર આપનારને-ચાહે એની એ માટે નિમણુંક કરાઇ હોઇ કે ન કરાઇ હોય, પણ હર્ષના પ્રકર્ષવાળા થયેલા મનવાળા લોકો વડે જે અપાય છે તેનું નામ ‘પ્રીતિાન’. Jain Education International - · ચક્રવર્તીઓ આવું વૃત્તિદાન સાડાબાર ક્રોડ સુવર્ણનું કરે છે; પ્રીતિદાન પણ એટલા જ પ્રમાણમાં કરે છે. = વાસુદેવો આટલા જ પ્રમાણનું વૃત્તિ-પ્રીતિદાન રજત=ચાંદી = રૂપાનું કરે છે. • મણ્ડલિક રાજાઓ સાડાબાર હજાર રૂપિયાનું વૃત્તિદાન કરે છે, અને પ્રીતિદાન પણ એટલુંજ કરે છે. ઇભ્ય, નગરના ભોગિક, ગામના ભોગિક પણ પોતાની ભગવાન વિષયક ભકિત અને વિભૂતિ અનુસાર ભગવાનનું આગમન જણાવનાર નિમણુંકવાળા કે નિમણુંક વગરના લોકોને આ બન્ને રીતે દાન આપે છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32