Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 21
________________ ઇભ્ય એટલે હાથીની યોગ્યતાવાળો. જેની પાસે રહેલા સુવર્ણ આદિ દ્રવ્યનો ઢગલો એટલો મોટો હોય કે એની પાછળ રહેલો હાથી પણ દેખી ન શકાય તે, અથવા આનાથી પણ અધિક દ્રવ્યવાળો હોય તે ઇલ્ય કહેવાય. પ્રશ્ન :- આ રીતે વૃત્તિદાન અને પ્રીતિદાન આપનાર વ્યકિતને શું લાભ=ફાયદો? જવાબ :- આ પ્રમાણે ચક્રવર્તીઓ વગેરે જે કરે છે તેનાથી તેઓ દેવોનું અનુકરણ કરનારા બને છે; કારણકે દેવો પણ ભગવાનની પૂજા કરે છે. આ પ્રમાણે દાન આપનારને ભગવાનની પૂજા - ભકિત થાય છે અને એથી એમને મહાન પરિતોષ થાય છે. - તીર્થંકર ભગવાનની પૂજા થયે છતે અભિનવ શ્રદ્ધાળુઓનું ભગવંતની પૂજામાં સ્થિરીકરણ થાય છે; – ભગવાનની પ્રવૃત્તિ જણાવનાર માણસો પર અનુકમ્પા કર્યાનો લાભ મળે છે; - એમને વિશિષ્ટ દિવ્ય-મનુષ્ય સુખના ઉપભોગ ફળવાળાં શાતા વેદનીય કર્મનો બંધ થાય છે; - શાસનની પ્રભાવના કર્યાનો લાભ મળે છે. ‘અહો આ લોકોનો જૈન ધર્મ કેટલો મહાન કે જયાં સ્વદેવ અને સ્વગુરુની ભકિત માટે આટલી બધી ઉદારતા કરાય છે!' એવો પ્રશંસાવાદ લોકમાં પ્રસરે છે. પહેલી પોરસીની દેશના બાદ શું થાય છે ? ભગવાન પહેલી સંપૂર્ણ પોરસી ધર્મદેશના આપે છે. ત્યાર બાદ દેવમાલ્ય = બલિનો પ્રવેશ થાય છે. એના પ્રવેશ વખતે જ પ્રભુ પોતાની દેશના પૂર્ણ કરે છે. બલિના પ્રક્ષેપ બાદ ભગવંત ઊભા થાય છે અને પ્રથમ ગઢના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32