Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 16
________________ કર્મના ક્ષયથી પ્રાપ્ત થતાં કેવળજ્ઞાન-કેવળદર્શન-અનંતવીર્ય. વીતરાગતા આદિ ગુણ સમુદાયનું તો પુછવું જ શું? એ બધું જ સર્વોત્તમ હોય છે. વર્ણનાતીત હોય છે, વિકલ્પાતીત હોય છે. પ્રશ્ન :- કેવલી પર્યાયમાં પણ પ્રભુજીને અશાતાદિ પ્રકૃતિઓ કે નામાદિની અશુભ પ્રકૃતિઓ દુઃખપ્રદાયક કેમ બનતી નથી ? જવાબ :- અશાતા વેદનીય આદિ કે બીજી અશુભ પ્રકૃતિઓ પણ દૂધમાં લીમડાના રસના એકાદ ટીપાની જેમ પ્રભુને અશુભદા - અસુખદા બની શકતી નથી. પ્રશ્ન :- ભગવંતને ઉત્કૃષ્ટ રૂપ સંપદ હોય છે એ ખરૂં પણ એનો લાભ = ફાયદો પ્રયોજન શું? જવાબ :- ♦ પુણ્ય પ્રકૃતિરૂપ ધર્મના ઉદયથી રૂપ મળે છે એવું સમજી ભગવાણી સાંભળનારા પણ ધર્મમાં પ્રવૃત્તિ કરે છે; ♦ રૂપવાન વ્યકિતઓ પણ જો ધર્મ કરે છે તો પછી બાકીનાઓએ Jain Education International = તો ચોક્કસ તે કરવો જોઇએ એવી શ્રોતાઓને બુદ્ધિ જાગે છે; • સુરૂપ વ્યકિત આદેય-વાકય બને છે, વળી • ભગવંતનું રૂપદર્શન શ્રોતાઓના રૂપાદિના અભિમાનને દૂર કરે છે. માટે જ ભગવંતનું રૂપ પ્રશંસા કરવા યોગ્ય છે. (પૃ.ક.૧૧૯૮-૯૯-૧૨૦૦-૦૧) પ્રભુજીનો વચનાતિશય પ્રશ્ન :- એકસમાનકાળે સંશયવાળા, એકકી સાથે જિજ્ઞાસાવાળા દેવોમનુષ્યો-તિર્યંચો વગેરેના સંશયનો નાશ ભગવાન કેવી રીતે કરે છે ? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32