Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ 11 ભાગમાં દેવો અને મનુષ્યોના વિમાન-રથ-ઘોડાગાડી વગેરે વાહનો રહેલા હોય છે. પ્રાકારના બહારના ભાગમાં તિર્યંચો હોય છે, મનુષ્યો અને દેવો પણ પ્રત્યેક અથવા મિશ્ર હોય છે. (બૃ.ક.૧૧૯૦) પ્રભુજીની દેશના આવું સમવસરણ રચાયા પછી શું થાય છે તે હવે જોઇએ. સર્વશ તીર્થંકરદેવ અમૂઢલક્ષ્યયથાસ્થિત વસ્તુ જાણકાર હોય છે. ‘કોઇક ભવ્ય જીવ સર્વવિરતિ સામાયિક અથવા દેશવિરતિ સામાયિક અથવા સમ્યગ્ દર્શન સ્વરૂપ સામાયિક ગ્રહણ કરશે જ' એવું જાણીને ભગવાન દેશના આપે છે. ભગવંત દેશના આપે છે ત્યારે કોઇને કોઇ ભવ્ય જીવ એકાદ સામાયિક તો પ્રાપ્ત કરે જ છે. ભગવાનનો આ સવિશેષ અતિશય છે. મનુષ્યો સમ્યક્ત્વ સામાયિક, શ્રુત સામાયિક, દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક પૈકીની કોઇક સામાયિક મેળવે છે, તિર્યંચો સર્વ વિરતિ સામાયિક છોડીને બાકીની ત્રણ પૈકીની કોઇક સામાયિક ગ્રહણ કરે છે, અથવા સમ્યક્ત્વ સામાયિક – શ્રુત સામાયિક પ્રાપ્ત કરે છે. જો મનુષ્યો કે તિર્યંચોને વિષે કોઇ પણ વ્યક્તિ આ સામાયિક સ્વીકારનાર ન હોય તો દેવો પૈકીના કોઇને પણ ચોક્કસ સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ તો થાય છે જ. ભગવાન કઇ રીતે ધર્મ ફરમાવે છે તે જણાવે છે. ‘નમસ્તીર્ઘાય’ (જેનાથી સંસાર સાગર તરીએ તે તીર્થ એટલે કે શ્રુતજ્ઞાન', ચતુર્વિધસંઘ અને પ્રથમ ગણધર) એમ બોલીને અને તીર્થને પ્રણામ કરીને ભગવાન બધા જ દેવો-મનુષ્યો-તિર્યંચોને એટલે સંશી પંચેન્દ્રિયવાળા જીવોને એમ દરેક સાંભળનારને પોત-પોતાની ભાષામાં પરિણામ પામે એવા સામાર્થ્યવાળા શબ્દો વડે દેશના આપે છે. વળી એ શબ્દો એક યોજન સુધી ચારે બાજુ સંભળાય તેવા હોય છે. અર્થાત્ ભગવાનના મુખમાંથી નીકળતો દિવ્ય-અલૌકિક ધ્વનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32