________________
03-5. (
૨).
:(
0:5.
S
.
વૈમાનિકોની દેવીઓ પૂર્વ ધારથી પ્રવેશે છે ત્રિભુવનબાંધવ તીર્થંકરદેવને ત્રણ પ્રદક્ષિણા દે છે “નમસ્તીથય - નમઃ સર્વસાધુભ્ય’ એમ ઉચ્ચાર કરી નિરતિશય સાધુઓની પાછળ ઊભી રહે છે, બેસતી નથી.સાધ્વીઓ પણ પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરી તીર્થંકરદેવને પ્રદક્ષિણા અને પ્રણામ કરે છે બાદ નમો હિન્દુસ્ત, નમો અતિશય જ્ઞાનીભ્ય, નમો સાહૂણ એમ બોલીને વૈમાનિક દેવીઓની પાછળ ઊભી રહે છે, બેસતી નથી.
ભવનપતિ - જ્યોતિષ અને વ્યંતર એમ ત્રણ પ્રકારની દેવીઓ દક્ષિણ દિશાના દરવાજાથી પ્રવેશ કરે છે, તીર્થકર વગેરેને પ્રણામ કરે છે અને પછીથી દક્ષિણ પશ્ચિમ દિશામાં = નૈઋત્ય ખૂણામાં યથાક્રમ જ ઊભી રહે છે, બેસતી નથી. (આમાં મતાંતર છે.)
ભવનપતિના, જ્યોતિષના અને વાણવંતરના દેવો પશ્ચિમ=અપર દ્વારથી પ્રવેશ કરે છે. ભગવંતને પ્રણામ કરીને અહીં જણાવેલા ક્રમમાં જ પાછળ-પાછળ ઉત્તર-પશ્ચિમ=વાયવ્ય ખૂણામાં બેસે છે એમ જાણવું. વૈમાનિક દેવો, મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારેથી પ્રવેશ કરે છે, પ્રભુને પ્રદક્ષિણા ઈ પ્રભુ વગેરેને નમસ્કાર કરીને ઉત્તર-પૂર્વ અર્થાત્ ઇશાન ખુણામાં યથાક્રમ બેસે છે. જે જે પરિવાર જે જે દેવની નિશ્રા કરીને આવેલ હોય તે તે દેવની પાસે જ બેસે છે.
અહીં પહેલા અને છેલ્લા ત્રિક ત્રણના સમૂહમાં વિમિશ્ર અર્થાત પુરૂષો અને સ્ત્રીઓ બને હોય છે. બાકીના બે ત્રિક==ણના સમૂહમાં અર્થાત બીજા અને ત્રીજા ત્રિકમાં કાં તો માત્ર સ્ત્રીઓ જ હોય અથવા માત્ર પુરૂષો જ હોય છે પણ મિશ્ર હોતા નથી.
૯ી
7)
-(
)
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org