Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ Vી જhers (સમવસરણ સિંહાસન પર પ્રભુજીનો પ્રવેશ આ પ્રમાણે દેવો સમવસરણની રચના કરે છે ત્યારે ત્યાં તીર્થકર ભગવાન કેવી રીતે પધારે છે તે જોઈએ. સૂર્યોદય વખતે પહેલા પહોરમાં અને મધ્યાહન વખતે છેલ્લા પહોરમાં આ બે પહોર ભગવાન પૂર્વ ધારથી પ્રવેશ કરે છે. ભગવાન ૧OOO પાંદડાવાળા, દેવોએ બનાવેલા બે સુવર્ણ કમળો પર પગ સ્થાપન કરતાં કરતાં પ્રવેશ કરે છે. ભગવાનની પાછળના ભાગમાં બીજા સાત કમળો હોય છે, કુલ સુવર્ણના નવ કમળો હોય, તેમાંથી જે જે છેલ્લું હોય છે તે તે પગ સ્થાપન કરતાં ભગવાનની સન્મુખ આવી જાય છે. ટૂંકમાં ભગવાન કમળો પર પગ સ્થાપન કરતાં કરતાં જ પધારે છે. પ્રવેશ બાદ ભગવાન ચૈત્યવૃક્ષને એક પ્રદક્ષિણા દે છે અને પૂર્વાભિમુખ સિંહાસન પર બિરાજમાન થાય છે. “નમો હિન્દુસ્સ’ એમ જીત મર્યાદાથી બોલી ભગવાન તીર્થન=ચતુર્વિધશ્રી સંઘને પ્રણામ કરે છે. બાકીની ત્રણ દિશાઓમાં જ્યાં ભગવાનનું ખુદનું મુખ હોતું નથી ત્યાં ત્રણે દિશાઓમાં દેવે બનાવેલા સિંહાસન-ચામર-છત્ર-ધર્મચકથી અલંકૃત ભગવાનના આકારવાળા ભગવાનના જેવા જ ત્રણ પ્રતિરૂપો હોય છે. ભગવંતના એક એક રૂપ આગળ બે-બેચારધારીઓ એટલેકે કુલ આઠચામરધારક હોય છે. તથા ચારે સિંહાસનો સન્મુખ એક એક એમ કુલ ચાર ધર્મચકો હોય છે. આનાથી સર્વ લોકને ખ્યાલ આવે છે કે ભગવાન અમારી સન્મુખ રહીને અમોને ઉપદેશ આપે છે. બેઠેલા ભગવંત જ્યાં પણ સ્થાપન કરે છે તે જગાએ નજીકમાં જઘન્યથી એક ગણધર તો અવશ્ય રહેલા હોય છે. તે સૌથી મોટા ગણધર હોય અથવા બીજા પણ હોય, મોટા ભાગે મોટા ગણધર હોય. તે મોટા અથવા બીજા ગણધર પૂર્વ ધાર વડે પ્રવેશ કરી દક્ષિણ-પૂર્વ અર્થાત્ અગ્નિ દિશાના ભાગમાં ભગવાનને પ્રણામ કરીને ભગવાનની નજીકમાં બેસે છે. બાકીના પણ ગણધર મહારાજો આ પ્રમાણે જ પ્રણામ કરીને, મોટા ગણધર મહારાજની બાજુમાં બેસે છે. '' હs: 3D ક" {) , : ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32