Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ પ્રશ્ન :- ત્રિભુવનગુરુનું રૂપ સકળ ત્રણ ભુવનમાં અતિશાયી હોય છે. દેવોએ બનાવેલા પ્રભુના ત્રણ પ્રતિરૂપોનું ભગવાનના રૂપ સાથે સામ્ય હોય છે કે અસામ્ય? જવાબ :- દેવોએ તીર્થંકર ભગવાનના જે ત્રણ રૂપો બનાવ્યા હોય છે તે ભગવાનના પ્રભાવથી તે તે રૂપો પણ તીર્થંકરના રૂપની જેવા જ સમાન હોય છે. તીર્થ=ગણધર બેસે છે, ત્યારબાદ અતિશાયી એવા સંયતો બેસે છે, એમની પાછળ વૈમાનિક દેવીઓ અને પછીથી સાધ્વીજી મહારાજ એ બન્ને ઊભા રહે છે બેસતા નથી. (પૃ.ક.૧૧૮૬) સમવસરણમાં બાર પર્ષદા કેવળજ્ઞાનીઓ પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને તીર્થંકર ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરી ‘નમસ્તીર્થાય' એમ વચનોચ્ચારપૂર્વક તીર્થને પ્રણામ કરીને તે તીર્થ - = પ્રથમ ગણધરરૂપ તેમની અને બાકીના ગણધરોની પાછળ દક્ષિણ-પૂર્વ = અગ્નિ દિશામાં બેસે છે. વળી મન:પર્યાય જ્ઞાનવાળા – અવધિજ્ઞાનીઓ – ચૌદપૂર્વિઓ - દશ પૂર્વિઓ - નવ પૂર્વિઓ અને આમૌધિ આદિ વિવિધ લબ્ધિમન્ત મુનિવરો પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દે છે અને પછીથી ‘નમસ્તીર્ઘાય’ - નમો ગણધરેભ્યઃ, નમ:કેવલિભ્યઃ એમ શબ્દોચ્ચારપૂર્ણ વંદના કરી કેવળીની પાછળ બેસે છે. બાકીના સંયમધારી મુનિઓ પણ પૂર્વ દ્વારથી જ પ્રવેશ કરીને ત્રિભુવનભાનુ તીર્થંકર ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દે છે., વંદન કરે છે અને પછીથી ‘નમસ્તીર્ઘાય’, નમો ગણમૃલ્ય :, નમઃ કેવલિભ્યઃ, નમો અતિશયજ્ઞાનીભ્યઃ. એમ વચન ઉચ્ચારપૂર્વક પ્રણામ કરીને અતિશયજ્ઞાની મુનિઓની પાછળ બેસે છે. એવી રીતે મનઃપર્યયજ્ઞાની આદિ મુનિઓ પણ નમન કરવાપૂર્વક સ્વ-સ્વસ્થાને જઇ બેસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32