Book Title: Samavsarne Betha Lage je Jinji Mitha
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 5
________________ B નમોસ્તુ તમે તવ ાસાયિ નમાં વત્તાનાય સમવસરણે બેઠાં લાગે જે જ્નિજી મીઠાં ! ગણી ૫ ગુણસુંદર, વિજયજી સમવસરણ રચના જિનસ્તવન, રથયાત્રા, પટ્ટયાત્રા વગેરે પ્રસંગે સાધુનો મિલાપ એનું નામ સમવસરણ. ફુલ સમવાય – ગણસમવાય - સંઘસમવાય, શાંતિસ્નાત્ર આદિ પ્રસંગે જ્યાં ઘણા સાધુઓ ભેગા થતા હોય તે સ્થાનને સમવસરણ કહેવાય અથવા સમવસરણ એટલે તીર્થંકરદેવની દેશનાભૂમિ = વ્યાખ્યાન સ્થળ. જે નગરમાં કે ગામમાં અથવા તો જ્યાં પૂર્વે સમવસરણ રચાયું હોય છતાં મહર્ધિક દેવ વંદન કરવા માટે આવેલ હોય ત્યાં સમવસરણની રચના ચોક્કસ થાય છે; એટલે કે આ સિવાયના સ્થળોએ સમવસરણ થવાનો નિયમ નથી. શક્ર વગેરે સંબંધી આભિયોગી દેવો, પોત પોતાના સ્વામીની આજ્ઞાથી ભગવાનની સમવસરણ બનાવવાની ભૂમિમાં આવી ચારે બાજુ યોજન પ્રમાણ ભૂમિમાં સંવર્તકનામના વાયુની વિપુર્વણા કરે છે. આ વાયુ સરકવાના કારણે પોતે આ ભૂમિમાંથી તમામ રેતી-ધૂળ-લાકડા વગેરેના કચરાના સમૂહને બહાર નિકાલી દે છે. પછીથી ભવિષ્યમાં આવનારી ધૂળ વગેરે તથા તાપની ઉપશાંતિ માટે પાણીના મેઘ વિકુર્તી, તે વાદળાથી સુગંધીવાળા પાણીની વર્ષા કરે છે; પછીથી પુષ્પોના મેઘની વિકુર્વણા કરીને જાનુ પ્રમાણ પુષ્પોની વૃષ્ટિ કરે છે. આ પુષ્પો સચિત્ત પણ હોય છે અને અચિત્ત પણ હોય છે, પાંચે વર્ણના હોય છે, સુગંધીદાર હોય છે. Jain Education International ત્યાર બાદ ત્રણ કિલ્લાઓની રચના કરવામાં આવે છે. વૈમાનિક દેવો આવ્યંતર કિલ્લો, જયોતિષી દેવો મધ્યમ કિલ્લો અને ભવનાધિપ દેવો બાહ્ય કિલ્લો બનાવે છે. આત્યંતર ગઢ રત્નોથી, મધ્યમ ગઢ કનક = - સુવર્ણનો For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32