Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar Author(s): M A Dhaky, Jitendra B Shah Publisher: L D Indology AhmedabadPage 58
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ -લેખ પર દૃષ્ટિપાત પણ “વસ્તુપાલવિહાર'-ની અંતર્ગત ક્યાંય બંધાયેલું હશે. ઈ. સ. ૧૨૪૩નો તુલ્યકાલીન ચર્ચિત લેખ આ ધારણાને બળ આપે છે, કારણ કે તેમાં (આગળ જોયું તેમ) આ અમાત્ય બંધુઓ દ્વારા મુખ્ય મુખ્ય જગ્યાએ થયેલાં મુખ્ય મુખ્ય બાંધકામોનો ઉલ્લેખ છે જેમાં “ઉજ્જયંત મહાતીર્થ” “વસ્તુપાલ-વિહારને જ ગણવામાં આવ્યો છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૭). હવે વરદુડિયા શ્રેષ્ઠીઓએ જો ત્યાં “કપર્દીભવનમાં કંઈ કરાવ્યું જ ન હોય તો એની નોંધ ન જ આવે : ને બીજી જાણવા જેવી વાત એ છે કે કપર્દીયક્ષનું મંદિર “વસ્તુપાલ-વિહાર'નું અંગભૂત નહોતું; એનાથી વેગળું અને સ્વતંત્ર આલય હતું. સમકાલીન સાક્ષીરૂપે શ્રી વિજયસેનસૂરિનું અવલોકન આ સંદર્ભમાં ઉપયોગી થઈ પડશે. તેમણે નોંધ્યું છે કે, “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમેતશિખરવાળાં મનોહર મંડપો સાથે ઋષભેશ્વરનું મંદિર કરાવ્યું; ને કપર્દીયક્ષ અને મરુદેવીના બે ઊંચા પ્રાસાદ (કરાવ્યા).”૩૮ જિનપ્રભસૂરિ પણ (મોટે ભાગે તો વિજયસેનસૂરિના ઉપલા કથનને અનુસરીને) કહે છે કે “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમેતના મંડપો સાથે શત્રુજયાવતાર મંદિર તેમ જ કપર્દી-મદેવીના પ્રાસાદો કરાવ્યા.”૩૯ આ કપર્દીભવનના દિશા-સ્થાનનો નિર્દેશ વસ્તુપાલે કરેલ ગિરનાર પરનાં સુકૃતોની જિનહર્ષગણિની નોંધમાં મળે છે : “ને વસ્તુપાલવિહારની પાછળના ભાગે અનુત્તર-(વિમાન) સમું કપર્દીયક્ષનું આયતન કર્યું.”૪૦ આ ઉપરથી આ મુદ્દો તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. શ્રી અત્રિએ પ્રકાશમાં લાવેલ ગિરનાર પરનો આ નવપ્રાપ્ત શિલાલેખ મંત્રી બંધુ વસ્તુપાલ-તેજપાલનો ન હોવા છતાં એમના સમકાલીન અને આપણને પૂર્વપરિચિત એવા એક પ્રતિષ્ઠિત જૈન પરિવારનો હોઈ ગુજરાતના ઐતિહાસિક મૂલ્ય ધરાવતા ઉત્કીર્ણ લેખોમાં, શત્રુંજયના વસ્તુપાલ-તેજપાલના શિલાલેખોની તાજેતરમાં થયેલી લબ્ધિની જેમ, નોંધપાત્ર વધારો કરે છે. (ગિરનાર પર્વતપ્રાપ્ત શ્રી નરહડિયા પરિવારનો પ્રશસ્તિ લેખ) १. सं. १२९९ फाग सुदि ३ श्री उजयंत महातीर्थे २. महामात्य श्रीवस्तुपालविहारे महं श्री तेजपाल आदे ३ (शे)न सा. घेढा लाहडेन श्रीनेमिनाथबिंबं षतकं च कारितं । ૪. (પ્રતિ)fyત શ્રી વિનયભૂમિ:] શ્રી તુંગભૂ(વે) મહા ५ (तीर्थे) श्रीआदिनाथबिंबं देवकुलिका दंडकलसादि सहिता ६ वतीश्र* महं श्री वास्तु )पालकारित श्री साचउर देवकुले ७. माव्य* श्रीमहावीरबिंबं षातकं च श्री अर्बुदाचले (मा दा मा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194