________________
વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ
૧૧૩
ભાસ્વતવેમનો ઉદ્ધાર કર્યો. વેદપાઠીઓ માટે બ્રહ્મશાલા કરાવી. એક, વિદ્યાર્થીઓ માટે, અને બીજું સાર્વજનિક, એમ બે સત્રાગાર કરાવ્યાં. (૫૨) થારાપદ્ર
થરાદમાં કુમારવિહારના સહોદર સમું નવીન જૈનમંદિર કરાવ્યું. જિનાગારમાં તેજપાળે અનુપમાદેવીના શ્રેયાર્થે મૂળનાયકની સ્થાપના કરી. (૫૩) ઉમારસીજગ્રામ
વસ્તુપાળે પ્રપા અને પાન્થકુટિ કરાવી, બદરકૂપમાં પ્રપા કરાવી. (૫૪) વિજાપુર
શ્રી વીર અને નાભેયનાં જિનાલયો હેમકુંભાંકિત કર્યો. (૫૫) તારંગા
કુમારવિહારમાં નાભેય અને નેમિતિન ખત્તકમાં પ્રતિષ્ઠિત કર્યા, જેના લેખો મોજૂદ છે.
ગુજરાતને અડીને આવેલ અબ્દમંડલ અને સત્યપુર(સાંચોરોમંડલ એ સમયે સોલંકીઓના આધિપત્ય નીચે હતાં; તે પ્રદેશની નગરીઓમાં પણ વસ્તુપાલે યા તેજપાળે તીર્થ સુકૃત્યો કરાવેલાં. (૫૬) ચંદ્રાવતી
(તેજપાળે ?) પોતાના પુણ્ય માટે વસતી કરાવી. (૫૭) અર્બુદગિરિ
| બન્ને બાજુ હૃદ સહિત પદ્યા કરાવી. દડેશ વિમલના મંદિરમાં મલદેવના શ્રેયાર્થે મલ્લિનાથની પ્રતિષ્ઠા (ઈ. સ. ૧૨૨૨) ખત્તકમાં કરાવી. જિનેંદ્રભવન ૨૪ સુવર્ણ દંડકલશથી અલંકૃત કર્યું. પ્રદ્યુમન, શાંબ, અંબા અને અવલોકનાનાં શિખરોની અવતારરૂપ કુલિકાઓ કરાવ્યાં. તેજપાળે આરસના અદ્યપર્યત ઊભા રહેલા જગવિખ્યાત લુણવસહી મંદિરની ઈ. સ. ૧૨૩૨માં રચના કરી અને મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, ત્રિક, રંગમંડપ, વલાનક અને ૪૮ દેવકુલિકાઓથી એને શણગાર્યું. આ ઉપરાંત વસ્તુપાળ તેમ જ તેજપાલે અચલેશ્વરવિભુના મંડપનો તેમ જ શ્રીમાતાના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો. (૫૮) સત્યપુર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org