________________
૧૩૬
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
રસરેખાનો છંદ પણ વિલાઈ જાય છે. અહીં કેટલીક ઘુમટીઓ કરી છે : તેમાંની એકના
નાભિચ્છેદ જાતિનો વિતાનનો ઉપાડ જીવંત ભાસતા અને સુશ્લિષ્ઠ હંસોની પંક્તિથી કર્યો છે (ચિત્ર ૨). રંગમંડપ તેમ જ છચોકીના સ્તંભોમાં થોડીક જ કોરણી કરેલી હોઈ, વિતાનોને મુકાબલે (અને વિરોધાભાસથી) તે સૌ શુષ્ક લાગે છે.
છચોકીમાં “ગૂઢમંડપ'નું મુખ્ય કોરણીયુક્ત સપ્તશાખાદ્વાર પડે છે, જેના ઉંબરાનું આરસનું માણુ અલબત્ત આધુનિક છે. દ્વારની બંને બાજુએ, મથાળે “ઈલ્લિકાવલણ'ના મોડ યુક્ત, યક્ષ (ચિત્ર ૭) અને યક્ષીની મૂર્તિવાળા મઝાના મોટા ‘ખત્તક' (ગોખલા) કાઢ્યા છે.
ગૂઢમંડપની બહારની ભીંત તત્કાલીન શિલ્પ-પરંપરાને અનુકૂળ અને વાસ્તુશાસ્ત્રોમાં વર્ણવી હશે તેવી, ઘાટ અને રૂપાદિ અલંકારયુક્ત રચના બતાવે છે. આમાં કુંભા’ પર યક્ષયક્ષીઓ-વિદ્યાદેવીઓ, અને “જંઘામાં દિક્યાલો, સુરસુંદરીઓ, અને ખગ્ગાસન જિનમૂર્તિઓ કંડારેલી છે, જેમાંની ઘણીખરી ખંડિત છે. અન્યત્ર ૧૫મા શતકની છે તેને મુકાબલે અહીંની કેટલીક મૂર્તિઓ–ખાસ કરીને દિક્ષાલાદિની મૂર્તિઓ–ના કામમાં લચકીલપણું જરૂર દેખાય છે, મૂર્તિઓ ખંડિત હોવા છતાં,
ગૂઢમંડપની અંદરના ભાગમાં દીવાલોમાં ખત્તકો ગોખલાઓ કર્યા છે, તે પ્રાચીન છે. જો કે તેમાં અસલી મૂર્તિઓ રહી નથી પણ બત્તક પરના દેવતાપૂર્તિ ધરાવતું ઈક્લિકાવલ દર્શનીય છે. (ચિત્ર ૭); પણ મોટી ક્ષતિ તો મૂળ અલંકૃત વિતાનને હટાવી તે સ્થળે જીર્ણોદ્ધારમાં આધુનિક ઘુમ્મટ કરી નાંખ્યો છે, તે છે. ગૂઢમંડપનાં પડખાનાં (ઉત્તર-દક્ષિણ) ધારો જો કે મૂળ દ્વારને મુકાબલે ઓછી શાખાવાળાં હોવા છતાં તેમાં વેલનું કંડાર-કામ સુઘડ અને સુચારુ છે.
મંદિરના મૂળ પ્રાસાદને ૧૬મા શતકના અંતે કે ૧૭મા સૈકાના પ્રારંભે આમૂલચૂલ દૂર કરી તેને સ્થાને નવો બનાવેલો છે; અને તેમાં રૂપકામને બદલે પટ્ટધંધો કર્યા છે, જેમાં વચ્ચેટ પુષ્પબંધમાં મોગલાઈ કારીગરીનો પરામર્શ વરતાય છે. અહીં જે નરપાલ શાહ કારિત પ્રાસાદ હતો તેનું (વાસ્તુશાસ્ત્રોક્ત) અભિધાન રત્નસિંહસૂરિશિષ્ય “શ્રીતિલક” જણાવે છે; ઉપાધ્યાય જયસોમ તેને “લક્ષ્મીતિલક” નામક “વરવિહાર' કહે છે. (વસ્તુતયા બન્ને અભિધાનો એકાર્યવાચી છે".) પણ પાછળ જોઈ ગયા તેમ આ પ્રાસાદના મંદિરની બહિરંગની મૂર્તિઓ ખંડિત થવાથી તેને પૂર્ણતયા કાઢી નાખી, શહેનશાહ અકબરના જમાનામાં નવો પ્રાસાદ કર્યો, જો કે ગૂઢમંડપને ખંડિત મૂર્તિઓ સાથે મૂળ અવસ્થામાં યથાતથા રહેવા દીધેલો. બિકાનેરના રાજાના મંત્રી, અકબર-માન્ય કર્મચંદ્ર બચ્છાવતે, ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ(ચતુર્થીના ઉપદેશથી, શત્રુંજય-ગિરનારતીર્થમાં પુનરુદ્ધારાર્થે દ્રવ્ય મોકલેલું તેવી નોંધ મળે છે. કર્મચંદ બચ્છાવત ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હોઈ સ્વાભાવિક રીતે જ તેમનું દ્રવ્ય ગિરનાર પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org