Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 146
________________ ઉજજયંતગિરિની ‘ખરતરવસહી' ૧૩૫ તેમાં સ-તોરણ પિત્તળની, સોનાથી રસેલ, “સોવનમય વીર'ની પ્રતિમા અધિનાયકરૂપે પ્રતિષ્ઠિત હતી; અને તેની અડખેપડખે શાંતિનાથ અને પાર્શ્વનાથની પિત્તળની કાયોત્સર્ગ પ્રતિમાઓ હતી તેવો ચૈત્યપરિપાટીકારોના કથન પરથી નિશ્ચય થાય છે. મૂલનાયકની પ્રતિમા “સંપ્રતિકારિત” હોવાનું તપાગચ્છીય હેમહંસગણિ, શવરાજ સંઘવીની યાત્રાનું વર્ણન કરનાર ચૈત્યપરિપાટીકાર, ખરતરગચ્છીય રંગસાર, તેમ જ કરણસિંહ પ્રાગ્વાટ પણ કહે છે. આ ઉપરથી આ મંદિર તે કાળે સંપ્રતિ રાજાનું મંદિર કહેવાતું હશે. પણ હાલમાં તો આ મંદિરની સામેની ધાર પર આવેલ, ખંભાતના શ્રેષ્ઠીવરો શાણરાજ અને ભુંભ ઈ. સ. ૧૪૫૯માં બંધાવેલ, અસલમાં જિન વિમલનાથના, મંદિરને સંપ્રતિ રાજાનું મંદિર હોવાનું કહે છે. પ્રસ્તુત ખરતરવસહીના બનાવનારાઓએ ઉપલબ્ધ જગ્યાનો બની શકે તેટલો ઉપયોગ કરી, તેમાં બાવન જિનાલયની તળછંદ લાઘવપૂર્વક સમાવી લીધો છે. ઘાટવાળા, પણ અલ્પાલંકૃત સ્તંભયુગ્મ અને દ્વારવાળી મુખચોકી વટાવી અંદર પ્રવેશતાં સૌ પહેલાં મુખમંડપ કિંવા અગ્રમંડપ આવે છે. તેમાં એક છતમાં “પંચાંગવીર અને બીજીમાં ‘વાસુદેવ-ગોપલીલા' (ચિત્ર ૪)નાં આલેખનો કંડારેલાં છે. (આમાં કલેવરોની મહમૂદ બિઘરાના આક્રમણ સમયે ખંડિત થયેલી મુખાકૃતિઓને સં. ૧૯૩૨ | ઈ. સ. ૧૮૭૬ના કેશવજી નાયકના જીર્ણોદ્ધાર સમયે ફરીને ઘડી વરસાવી મારી છે.) અહીં કેટલીક બીજી પણ સારી (અને વાસ્તુશાસ્ત્રોક્ત) છતો છે, જેમાંથી “નાભિમંદારક વર્ગની બે અહીં ચિત્ર ૧ અને ૩માં રજૂ કરી છે. મુખમંડપ વટાવતાં તેના અનુસંધાને કરેલ રંગમંડપમાં જોવાલાયક વસ્તુ છે તેનો સભા-પદ્મ-મંદારક' જાતિનો મહાવિતાન (ચિત્ર ૫). અહીં રૂપકંઠમાં કલ્યાણકોના, અને જિનદર્શને જતા લોકસમુદાયના દેખાવો કંડાર્યા છે. તે પછી આવતા ત્રણ “ગજતાળુ', અને ત્યારબાદ બહુ જ ઘાટીલા કોલ’ના પણ ત્રણ કરી લીધા છે, જેનાં પડખલાઓમાં સુરેખ રત્નોની ઝીણી કંડારશોભા કાઢી છે; અને વજશૃંગોમાં કમળપુષ્પો ભર્યા છે. આ થરો પછી ૧૬ લૂમા’ (લાંબસા)નો પટ્ટ આવે છે. તે પછી હોવી ઘટે તે) અસલી ‘પદ્ધશિલા' કિવા “લંબનને સ્થાને આધુનિક જીર્ણોદ્ધારમાં રૉમક શૈલીનું “લંબન' ખોસી, સોનાની થાળીમાં લોઢાની મેખ મારી છે ! આ મુખ્ય વલયાકાર મહાન્ પિતાનના બહારના પ્રત્યેક વિકર્ણવિતાનો(તરખૂણિયાઓ)માં મોટું અને માતબર ગ્રાસમુખ કોરેલું છે (ચિત્ર ૬), જેવું અગાઉ કુંભારિયાના મહાવીર જિનાલય (ઈ. સ. ૧૦૬૨)ના સોલંકીકાલીન સમાંતર દષ્ટાંતમાં પણ જોઈ શકાય છે. રંગમંડપ પછી “ચોકી કરેલી છે; પણ તેનું તળ ઊંચું લેવાને બદલે રંગમંડપના તળ બરોબર રાખવાથી વાસ્તુનો વિન્યાસ અને એથી આંતરદર્શનનો લય નબળો પડી જાય છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194