Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 152
________________ ઉજજયંતગિરિની “ખરતરવસહી' ૧૪૧ નિરમાલડિએ ચંદ્રગુફા મઝુઝારિ પારકા અહીં મંદિર નરપાલ સાહે કરાવ્યાનો, તેમાં સંપ્રતિ રાજાએ કરાવેલ પિત્તળની ' (મૂલનાયક) મહાવીરની મૂર્તિનો, તેમ જ ત્રણ દિશામાં (ભદ્રપ્રાસાદોમાં રહેલ) નંદીશ્વર, અષ્ટાપદ, અને શત્રુજયાવતારનો ઉલ્લેખ છે, મંદિરનું જે સ્થાન બતાવ્યું છે તે જોતાં, અને ભદ્રપ્રાસાદોની વિગત જોતાં તે વર્તમાને કહેવાતી “મેરકવશી” જ છે. (૨) ઉજ્જયંતશિખર પર (ગિરનાર પર) “લક્ષ્મીતિલક” નામનો મોટો વિહાર (જિનાલય) નરપાલ સંઘવીએ(ખરતરગચ્છીય) જિનરાજસૂરિના પટ્ટાલંકાર જિનભદ્રસૂરિના ઉપદેશથી સં૧૫૧૧માં કરાવ્યાનો ઉલ્લેખ ઈસ્વીસનના ૧૬મા શતકના અંતભાગે રચાયેલ પંડિત જયસોમની જયસાગરોપાધ્યાય પ્રશસ્તિમાં આ રીતે મળે છે. संवत् १५११ वर्षे श्री जिनराजसूरि पट्टालंकारे श्रीजिनभद्रसूरि पट्टालंकार राज्ये श्रीउज्जयन्तशिखरे लक्ष्मीतिलकाभिधो वरविहारः । नरपालसंघपतिना यदादि कारयितुमारेभे ॥ (૩) બૃહત્તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય (કદાચ ઉદયવલ્લભસૂરિ કે પછી જ્ઞાનસાગરસૂરિ) સ્વરચિત ગિરનારતીર્થમાળામાં (ઈ. સ. ૧૪૫૩ બાદમાં) કલ્યાણત્રયના દર્શન પછી જે પ્રાસાદમાં જાય છે તે આ “મેરકવશી” જ છે; ત્યાં તેને નરપાલ સાહે સ્થાપેલ “શ્રીતિલકપ્રાસાદ” કહ્યો છે, અને તેમાં (મૂલનાયક) સોવનમય વીર હોવાની વાત કરી છે; અને તેમાં ડાબી જમણી બાજુએ અષ્ટાપદ અને સંમેતશિખરની રચના હોવાની વાત કહી છે : યથા : થાપી શ્રીતિલકપ્રાસાદિ હિંસાહ નરપાલિં પુણ્ય પ્રસાદિહિં, સોવનમય શ્રી વીરો; અષ્ટાપદ સંમેતસિહરહ્યું ડાવઈ જિમણિઈ બહુ જિણહરણ્યું, રચના અતિ ગંભિરો. ૧૮ કવિએ પ્રાસાદની રચનાને “અતિગંભિર' કહી છે તે યથાર્થ જ છે. (૪) પંદરમા શતકમાં શવરાજ સંઘવીના સંઘ સાથે ગયેલા કોઈ અજ્ઞાત યાત્રી-મુનિએ કરેલ ગિરનારમૈત્યપરિપાટીમાં તો આ જિનાલયના અંતરંગની ઘણી વિગતો આપવા સાથે એ જે કંઈ કહે છે તેનાથી તો આજે કહેવાતી “મેલવસહી” તે જ “ખરતરવસહી” હોવાના તથ્યને આખરી મહોર મારી દે છે. સમરસિંહ-માલદેના મંદિર બાદ યાત્રી જે મંદિરમાં આવે છે તેને સ્પષ્ટ રૂપે તેઓ “ખરતરવસહી” કહે છે. તે નરપાલ સાહ દ્વારા નિર્મિત થયેલી અને તેમાં (ગર્ભગૃહમાં) મહાવીરની સતોરણ પિત્તળની મૂલનાયક મૂર્તિની આજુબાજુ એ જ ધાતુની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194