Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 151
________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર (ચિત્ર ૨૫, ૨૬). ઘડીમાં વાદળાંનાં પટલોને પેલે પાર રહેલ લોકાલોકનો પાર પામવા મથતો લાગે, તો ઘડીમાં પાતાળ-પાણીમાં બાઝેલ શેવાળના એક પછી એક થરો વીંધીને તળિયાને આંબવા યત્ન કરતો હોય એવા વિતાનનું સમગ્ર ભારતમાં આજે તો આ એક માત્ર દૃષ્ટાંત છે ! ૧૪૦ વસ્તુપાળ-તેજપાળના સમયના, ભાતીગળ અને અતિરિક્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ કોરણી કરનાર શિલ્પીઓ પણ જેના વખાણ કરે તેવો એક પદ્મનાભ જાતિનો ચેતોહર વિતાન ચિત્ર ૨૭માં રજૂ કર્યો છે. આની રચનામાં સૌ પહેલાં તો ભા૨ોટથી ઊંડા ઊતરીને સદા સોહાગણના ચેતનથી ધબકતાં, ફૂલોની કિનારી કરી, અંદર ચતુઃ છંદમાં ગજતાલુના થરવાળી, પછી વિશેષ ઊંડા ઉતારેલ ચોરસી ન્યાસના કોલનો થર લઈ, અંદર બનતા ભાંગાયુક્ત ક્ષેત્રમાં ચાર દળવાળી, બહુભંગી, ચાર ઉત્થિત લૂમાઓના સંયોજન, અને વચ્ચે ડૂબકી દેતી ક્ષિપ્ત લૂમાના આવિર્ભાવથી પ્રગટતા આ મનોરમ વિતાનનાં મૂળ તો સોલંકીકાળમાં છે; પણ દળદાર ચોટદાર કલ્પનામાં તો આની સામે આબૂ-દેલવાડાની જગવિખ્યાત વિમલવસહીના સૂત્રધારો પણ એક કોર ઊભા રહી જાય; અને તાકાતનો ભોગ આપ્યા સિવાય નિપજાવેલી સમગ્ર ઘાટની મુલાયમ સફાઈ, લૂમાઓના ઊપસતા કેન્દ્રનાં કમળોમાં અણિદાર પાંખડીઓમાં સિફતથી ઉતારવામાં આવેલ કુમાશ અને સાહજિક સજીવતાની સામે તો આરાસણના આરસને મીણની જેમ પ્રયોજી જાણનાર, દેલવાડાની લૂણવસહીના શિલ્પીઓ પણ અચંબો પામી ઊભા રહી જાય ! (ચિત્ર ૨૭). ગિરિરાજ ગિરનાર પર આવું બેનમૂન કામ કરી ગયેલા શિલ્પીઓનો મુકાબલો એમના જમાનામાં અન્ય કોઈ સ્થળોના ગજધરો નહીં કરી શક્યા હોય. પંદરમા શતકમાં આવા સર્વાંગસુંદ૨ વિતાનોની રચના થઈ શકે તે માનવું મુશ્કેલ બને છે ! પંદરમી શતાબ્દીના સમકાલીન અને સમીપકાલીન જૈન યાત્રી કવિઓ-લેખકોએ આ ખરતરવસહી વિશે જે નોંધો લીધી છે તે હવે જોઈએ. એમણે વર્ણવેલ મંદિર ગિરનાર પરના વર્તમાને અસ્તિત્વમાં નાનાં મોટાં વીસેક જિનાલયોમાં કેવળ આ કહેવાતી મેલક વસહી”ને જ લાગુ પડે છે. મૂળ કવિઓનાં કવિત વા શબ્દોમાં જ તે હવે જોઈએ : (૧) તપાગચ્છીય હેમહંસ ગણિની ૧૫મા શતકના મધ્યમાં રચાયેલી, ગિરનારચૈત્યપરિપાટીમાં યાત્રી ઓસવાલ સમરસિંહ માલદે દ્વારા વિ. સં. ૧૪૯૪ | ઈ. સ. ૧૪૩૮માં સમુદ્ધારેલ ‘કલ્યાણત્રય’ને (હાલમાં સગરામ સોનીના કહેવાતા મંદિરમાં) વાંદ્યા પછી, અને હાથી પગલાં તરફ વળતાં પહેલાં, નીચે મુજબ નોંધ કરે છે° : Jain Education International હવ જઈઇ નરપાલસાહ કારિઅ પ્રાસાદ | સંપ્રતિ નિવ કરાવિઅ વીર પિત્તલમય વાંદિ નંદીસર અઠ્ઠાવહ સેતુંજય અવતાર । ત્રિહું દિસિ થજી (થકી ?) જિણ નમઉં For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194