Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 156
________________ ઉજ્જયંતગિરિની “ખરતરવસહી’ ૧૪૫ શ્રાવકોના કહેવાથી સજ્જને આ મેરકવશી ટૂક બનાવી.” (જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૧૨૨.) સ્વ. મુનિશ્રીની પહેલી વાતને પ્રબંધોનો આધાર છે, પણ સજ્જને પ્રસ્તુત દ્રવ્યથી આ મેરકવશીનું મંદિર બંધાવ્યાનો ક્યાંય જ ઉલ્લેખ નથી. પંઈ અંબાલાલ પ્રેમચંદ શાહે “મેલક વસહી”ની ચર્ચા કરતાં આ જ સજ્જન મંત્રી વાળી વાત (સાચી અને પરિષ્કૃત ગુજરાતીમાં) જણાવી છે; પણ તેઓની પાસે એને લગતું કોઈ પ્રમાણ નહોતું; આથી સાવચેતી ખાતર એમણે લખ્યા બાદ ઉમેર્યું કે ““....એવી લોકમાન્યતા છે. કોઈ આને મેલકશાહે બંધાવ્યાનું કહે છે.” (જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો. ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૩.) મુનિ નિત્યાનંદવિજયજીએ (પં. શાહ જેવી સાવધાની રાખ્યા સિવાય) એની એ જ કિંવદંતી તથ્યરૂપે માની રજૂ કરી છે. (શ્રી રૈવતગિરિ સ્પર્શના, વડોદરા વિ. સં. ૨૦૨૦ (ઈ. સ. ૧૯૬૪), (પૃ. ૧૨૯-૧૩૦.) ૩. અહીં આગળ ઉપર મૂળ કૃતિઓમાંથી પ્રસ્તુત ભાગો ટાંકી ચર્ચા કરી છે. 8. Cf. M. A. Dhaky "The 'Nagabandha' and the Pancangavira' ceiling," Sambodhi, Vol. 4, No. 3-4, pp. 78-82, and plates. ૫. આગળની ચર્ચામાં તેના મૂળ સંદર્ભો ટાંક્યા છે. ૬. કર્મચંદ્રના જીવનની રૂપરેખા ખરતરગચ્છીય સાધનોથી સ્વ મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પારા ૮૩૬-૮૪૫ પર ચર્ચા છે, પૃ. ૫૭૧-૫૭૬ ત્યાં જુઓ. ૭. સંત પં. બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧-૩. એપ્રિલ ૧૯૨૩, પૃ. ૨૯૬. ૮. આ મહત્ત્વપૂર્ણ ચૈત્યપરિપાટીનું પુનર્મુદ્રણ થવાની જરૂર છે. ૯. આ ઉદ્ધરણ મેં પંત અંબાલાલ પ્રેમચંદ શાહ જૈન તીર્થ, પૃ. ૧૧૮ પરથી લીધું છે; અને એમણે તે ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ (પૃ૦૪%) પરથી લીધું હોવાની નોંધ કરી છે. (આનો સંપાદક કોણ છે, ક્યાંથી કયા વર્ષમાં, કઈ ગ્રંથમાળામાં પ્રસ્તુત સંગ્રહ છપાયો છે, તેની ત્યાં નોંધ નથી લેવાઈ.) ૧૦. નિગ્રંથ ઐતિહાસિક લેખ સમુચ્ચય - ભાગ ૧માં આ ચૈત્યપરિપાટીનું સંપ્રતિ લેખક તથા વિધાત્રી વોરા દ્વારા સંપાદનનું પુનર્મુદ્રણ થયું છે. ૧૧. સંપ્રતિ ગ્રંથમાં (સ્વ) અગરચંદ નાહટા તથા પંઇ બાબુલાલ સવચંદ શાહ દ્વારા મૂળ સંપાદિત થયેલ કૃતિનું પુનર્મુદ્રણ જોવા મળશે. ૧૨. વિશેષ વિતસ્ય પૂમૃત: શ્રીનેમિચૈત્ય નનવેમત્રિપુI श्रीवस्तुपालः प्रथमं जिनेश्वरं पार्वं च वीरं च मुदान्वीविशत् ।।८।। -वस्तुपालप्रशस्तिः (જુઓ મુનિ પુણ્યવિજયજી, મુવકીર્તિનિચરિવસ્તુપાનપ્રતિપ્રદ, સિંધી જૈન ગ્રંથમાલા (ગ્રંથાંક ૫), મુંબઈ ૧૯૬૧, પૃ૦ ૨૮.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194