Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 158
________________ ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા ૧૪૭ “રૈવતકગિરિકલ્પ” (ઈ. સ. ૧૩૩૫ પહેલાં), ઉપકેશગચ્છીય કક્કસૂરિના નાભિનંદન જિનો દ્વારપ્રબંધ (ઈ. સ. ૧૩૩૭), કે ૧૪મા શતકના ઉત્તરાર્ધથી લઈ ૧૬માના આરંભ સુધી જૂની ગુજરાતીમાં રચાયેલ ગિરનારતીર્થને આવરી લેતી અનેક તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, વિવાહલા, રાસ, સભારચનાઓમાં ક્યાંય પણ કુમારવિહારનો જરા સરખો પણ નિર્દેશ નથી. આ અતિ વિપુલ નકારાત્મક પ્રમાણને ધ્યાનમાં રાખીએ તો ગિરનાર પરના મંદિરને “કુમારવિહાર” કહેવું એ તો નરી ભ્રાન્તિ છે ! આ પશ્ચિમાભિમુખ મંદિરને મૂળપ્રાસાદ, ગૂઢમંડપ અને મૂળ જૂનાને સ્થાને આધુનિક રંગમંડપ છે. એને ફરતી ૭૨ દેવકુલિકાઓ હતી, પણ તે નષ્ટ થઈ છે. મૂળ મંદિરનાં ઘાટડાં, કોરણી અને રૂપકામ ૧૫મા શતકનાં છે : અને ગૂઢમંડપનો “કરોટક' પણ ૧૫મા શતકની શૈલી બતાવે છે. આથી એક વાત તો સ્પષ્ટ જ છે કે આનો નિર્માતા ૧૫મા શતકમાં થયો હોવો જોઈએ. આ સમસ્યાના ઉકેલમાં ૧૫મા સૈકામાં રચાયેલું કેટલુંક સાહિત્ય સહાયભૂત થાય છે; ખાસ તો એ સમયમાં, ૧૫મી સદીના મધ્યભાગ અને ત્રીજા ચરણમાં, રચાયેલી તીર્થમાળાઓ અને ચૈત્ય-પરિપાટીઓ, તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના મંદિર પછી ખરતરવસહી, અને તે પછી કલ્યાણત્રય બાદ વાંદવામાં જે ક્રમમાં આખરી મંદિર આવતું તેના વિષયમાં ત્રણેક પરિપાટીઓમાં ઉપયોગી નોંધ મળે છે. આ સૌમાં તો સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે પૂનસીહ (પ્રકારાંતરે પૂનસી, પૂનઈ) કોઠારીએ સ્થાપેલ શાંતિ જિનેન્દ્રનું ૭૨ દેવકુલિકાયુક્ત મંદિર છે : જેમ કે તપાગચ્છીય હેમહંસકૃત “ગિરનાર ચૈત્યપરિપાટી”(આ. સં. ૧૫૧૫ / ૧૪૫૯)માં નોંધ્યું છે કે : કોઠારિઅ પૂનસીહ તણાઈ સિરિ સંતિ જિસિંદો ૨૮ એ જ પ્રમાણે વૃદ્ધતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની “ગિરનાર તીર્થમાળા”(ઈ. સ. ૧૪૫૩ પશ્ચાતુ)માં પણ એવી જ મતલબનું લખ્યું છે, જો કે છપાયેલો પાઠ ભ્રષ્ટ છે. ત્યાં વિશેષમાં મંદિરને ફરતી ૭૨ દેહરીની પણ નોંધ છે : યથા : એક (મનામ? પૂનસી) કો (તા? ઠા)રી વસહી સંતિ નમિ સવઈ સારી બહુતરિ દેહરી દેવ ૧૯ તે પછી સંઘપતિ શવરાજની યાત્રા વર્ણવતી અજ્ઞાત કર્તક “ગિરનારચૈત્યપરિપાટી”માં પણ આ જ વાત સ્પષ્ટતાપૂર્વક કહી છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194