Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 160
________________ ગિરનારસ્થ “કુમારવિહાર”ની સમસ્યા ૧૪૯ આ વિધાનથી સ્પષ્ટ છે કે પ્રતિષ્ઠાપક આચાર્ય જિનકીર્તિસૂરિ હતા. અહીં “ગુરુ” શબ્દથી રત્નશેખરસૂરિ વિવક્ષિત હોય; અને “ગચ્છનાથ”થી કદાચ સમસ્ત તપાગચ્છના તે સમયના પ્રમુખ આચાર્ય યુગપ્રધાન સોમસુંદરસૂરિ ઘટિત હોય. શુભશીલગણિ કે પ્રતિષ્ઠાસોમે મંદિરના નિર્માણનું વર્ષ બતાવ્યું નથી. પણ રાણકપુરના ધરણવિહારમાં મૂકેલ સં. ૧૫૦૭ | ઈસ. ૧૪૫૧ના ‘ગિરનાર-શત્રુંજય પટ્ટ' ક્રમમાં “કલ્યાણત્રય”ના જિનાલય પછી “પૂનસી વસતી” બતાવી છે; આથી આ પૂના કોઠારીનું પ્રસ્તુત જિનાલય તે સમયથી કેટલાંક વર્ષ પહેલાં બની ચૂક્યું હશે. આ પૂનસીવસતીના ગૂઢમંડપના મહાવિતાનનાં આકૃતિ, પ્રકાર અને પ્રણાલી ગિરનાર પરની ખરતરવસહીના ત્રણ મોટા કરોટકોના કરનાર શિલ્પીઓની પરિપાટીની લગોલગનાં હોઈ, અને પ્રસ્તુત ખરતરવસહી પણ ઈ. સ. ૧૪૪૧ પહેલાં બની ચૂકી હોઈ, પૂનસી-વસતીનું નિર્માણ પણ ઈ. સ. ૧૪૪૧થી અગાઉ થઈ ગયું હશે. પૂનસી-વસહીની ઉત્તરે આવેલ કલ્યાણત્રયના મંદિરનો ઉદ્ધાર અમદાવાદના સુલ્તાન અહમદશાહ-માન્ય ઓસવાલ શ્રેષ્ઠિ સમરસિંહે સં. ૧૪૯૪ { ઈ. સ. ૧૪૩૮માં કરેલો જેમાં પણ પ્રતિષ્ઠાપક આચાર્ય હતા જિનકીર્તિસૂરિ ! આ હકીકત ધ્યાનમાં લઈએ તો એ જ સમયે જિનકીર્તિસૂરિએ પૂનસવસહીમાં પણ પ્રતિષ્ઠા કરી હોવાનું ધારી શકાય. આથી આ કહેવાતું ‘કુમારપાળ'નું મંદિર વસ્તુતયા ઈ. સ. ૧૪૩૮માં બન્યું હતું, અને તેના કારાપક સોલંકી સમ્રાટ કુમારપાળ નહીં પણ બિદરના પૂર્ણસિંહ કોઠાગારિક ઉર્ફે પૂનસી કોઠારી હતા. મંદિરમાં આજે ધ્યાન ખેંચે તેવી કોઈ વસ્તુ તો છે તે ગૂઢમંડપનો લગભગ ૨૦ ફીટના વ્યાસનો વિશાળ કોટક (ચિત્ર ૨.). તેમાં નીચે રૂપકંઠ પછી ગજતાળુના થરો લઈ, તેના પર નવખંડા કોલના ત્રણ કરો અને વચ્ચે મોટા માનની અણીદાર-જાળીદાર કોલના પાંચ થરવાળી પુષ્મખચિત અને પાકેસરયુક્ત ચેતોહર, ખરે જ બેનમૂન લંબન કરેલું છે (ચિત્ર ૧), જેની ગણના પશ્ચિમ ભારતના ૧૫મા શતકના સર્વોત્તમ ઉદાહરણોમાં થઈ શકે તેમ છે. ખરતરવસહીના બે ભદ્રપ્રાસાદોના વિતાનોની પધ્ધશિલા કિંવા લંબન કરતાં આમાં એક થર , વિશેષ હોઈ તે વિશેષ પ્રભાવશાળી જણાય છે. ટિપ્પણો: ૧. સંત પં. બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩ (ચત્ર ૧૯૭૯ / ઈસ. ૧૯૩૩), પૃ. ૨૯૬. ૨. સંત શ્રીવિજયધર્મ સૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ ભાગ ૧લો, શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર સં. ૧૯૭૮ | ઈ. સ. ૧૯૨૨, પૃ. ૩૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194