Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 134
________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણરાય” ૧૨૩ આ માહિતી વિશદ અને વિસ્તૃત હોઈ મહત્ત્વની છે. મોટે ભાગે તો ઈસ્વીસના પંદરમા શતકના અંતિમ ચરણમાં રચાયેલી, ખરતરગચ્છીય ભાવહર્ષગણિના શિષ્ય રંગસારની ગિરનાર ગિરિ ચેત્યપરિપાટીમાં ૮, હેમહંસગણિવાળી પરિપાટીમાં કહેલી મુખ્ય મુખ્ય વાતોની પુષ્ટિ જોવા મળે છે : યથા : ધનધન સોનીવંશ પ્રભાવક, સમરસંઘ માલદે સુશ્રાવક જિણ કરી ઉદ્ધાર. ૧૪ તિણ ભૂમિપતિ જિણહર બારઈ કાઉસગ રહીયા નેમકુમાર પઢમ ભૂમિ પેખવિ સંવત ચઉદ ચઉરાણ (૧૪૯૪) વચ્છર, ઊધરિયા જિણભવણ મનોહર ભૂધર જેમ ઉZગ. ૧૫ આ વિશેષ પ્રમાણોના અન્વયો પરથી ‘કલ્યાણત્રય' વિશે અધિક નિષ્કર્ષ એ નીકળે છે કે, તે ચૈત્યની અંદર, ગર્ભગૃહમાં કોઈ ત્રણ મજલાવાળી ચૌમુખ રચના હતી, જેમાં ત્રણે માળની મળી મૂળનાયક નેમિનાથ ભગવાનની કુલ બાર મૂર્તિ હતી; અને વિશેષમાં નીચલે માળે રહેતી ચારે મૂર્તિ(ઓ), પાછળ ઉદ્ધત કરી તે ચૈત્યપરિપાટીમાં પણ કહ્યું છે તેમ, કાયોત્સર્ગરૂપે હતી; (ઉપરના બે માળમાં સ્થિત પ્રતિમાઓ પદ્માસનમાં હોવાનું વિવક્ષિત છે); અને આ ત્રણે માળની પ્રતિમાઓ નેમિનાથના ગિરનાર સંદર્ભિત ત્રણ કલ્યાણકોના પ્રતીકરૂપે હતી. સમરસિહ-માલદેવે ઉદ્ધરાવેલ “કલ્યાણત્રય-ચૈત્ય' ગિરનાર પર આજે પણ ઊભું છે; પણ તેનું મૂળ નામ વીસરાઈ જઈ, તે “સગરામ સોની (સંગ્રામસિંહ સોની)ના મંદિરના નામે ખોટી રીતે ચડી ગયું છે. અલબત્ત પ્રસ્તુત મંદિરના સંગઠનમાં તેજપાળે કરાવેલ મૂળ જિનભવનને તો કોઈ જ ભાગ રહ્યો હોય તેમ દેખાતું નથી. વિશેષમાં મંદિરનું શિખર પણ ૧૫મી સદીનું હોવાને બદલે ૧૯મા સૈકાનું (આ ઈ. સ૧૮૦૩નું) આધુનિક અને કઢંગું છે; અન્યથા તેમાં ૧૫મી શતાબ્દીના મળતા વર્ણન પ્રમાણે અનુક્રમે “મેઘનાદ” અને “મેઘમંડપ છે. અંદર જતાં જોઈએ તો ગર્ભગૃહની કોરણીવાળી ૧૫મા શતકની દ્વારશાખાને ખંભશાખામાં ઉચ્ચાલકો લઈ અસાધારણ ઊંચેરી બનાવી છે; ગર્ભાગારમાં વાસ્તવિક પીઠિકા નથી, પણ ભીંત સમાણી પાતળી પીઠ કરી, તેના પર નાની નાની, ૧૯મી સદીમાં પ્રતિષ્ઠાપેલ આધુનિક જિનમૂર્તિઓ છે. અંદરના ભાગમાં વચ્ચે છત વગરના માળ-મજલા કરીને, માળોના અંકન ભાગે પણ પાતળી પીઠ કરી, પ્રતિમાઓ બેસાડેલી છે : પણ દ્વારશાખાનાં ઊંચેરાં માન-પ્રમાણ જોતાં તેની અંદર કોઈ એવી રચના હોવી જોઈએ, જે એની પૂરી ઊંચાઈ સાથે કારમાંથી જ પેખી શકાય. આવી સંરચના તળભાગે પણ ઠીક મોટી હશે, અને તેની અંદર પ્રદક્ષિણા દેવા જેટલો અવકાશ રહેલો હશે; અને એ કારણસર તે ગર્ભગૃહની મધ્યમાં ખડી કરેલી હોવી જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194