________________
સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણરાય”
૧ ૨૫
“Representations of Panch-meru mountains of different dvipas, showing a siddhayatana suggested by a four-fold Jina image on each tier, one above the other (in five tiers) and surmounted by a finial, are more common among the Digambaras. One such Panch-meru is also obtained in a Svetambara Shrine, in the Hastisala of the Luna Vasahi MT.Abu.”
પરંતુ અહીં મજલા પાંચ નહીં, ત્રણ છે. ઉપર ઉદ્ધત મુનિશ્રી જયંતવિજયજીએ કરેલું વર્ણન આબૂની સંરચનાનું હોવા છતાં ગિરનાર પરના યાત્રિકો દ્વારા વર્ણિત “લ્યાણત્રય'નું આબેહૂબરૂપ હોવાનું પ્રતીત થાય છે. એ “પંચમેરુ'ની રચના હોય તો તે માટે કંઈ આધાર તો હોવો ઘટે; પણ “મેરુગિરિ'ની રચનામાં ઉપરના ચૌમુખને વાસ્તુશાસ્ત્ર મત પ્રમાણે સમવસરણ દેવામાં આવે છે; અને “પંચમેરુ કહેવા માટે વચ્ચે એક અને ચાર ખૂણે ચાર અન્ય મેરુની (ભલે વચલા કરતાં નાની)૨૩ અથવા, પ્રકારાંતરે ઉપરાઉપર પાંચ મજલાવાળી રચના હોવી ઘટે. અહીં એવી સંરચના નથી. આ તો આગળ જણાવ્યું તેમ, ગિરનાર પરના મંત્રી તેજપાળ કારિત કલ્યાણત્રય” ના “કલ્યાણત્રિતયના અગાઉ ચર્ચિત વર્ણનને હૂબહૂ મળતી રચના હોઈ, તેની ઓળખ હવે એ રીતે થવી ઘટે.
એમ જણાય છે કે વરિષ્ઠ બંધુ વસ્તુપાળને શત્રુંજયાદ્રિમંડન યુગાદિ ઋષભદેવ પર વિશેષ મોહ અને અહોભાવ હતા; ને લઘુબંધુ તેજપાળને રૈવતાચલાધીશ ભગવાન નેમિનાથ પર અધિક પ્રીતિ હતી. કેમ કે વસ્તુપાળે ગિરનારગિરિ પર અને ધવલકક્ક(ધોળકા)માં શત્રુંજયાવતાર'નાં મંદિરો કરાવેલાં; તો તેજપાળે ગિરનાર પર નેમિજિનનો ‘લ્યાણત્રિતય વિહાર' અને અર્બુદગિરિ પર તેમ જ ધોળકામાં “ઉજજયંતાવતાર'નાં મંદિરો કરાવેલાં. આબુવાળું મંદિર નેમીશ્વરસ્વામીનું હોઈ, તેમાં “કલ્યાણત્રય'-ની રચના હોઈ, અને તે પણ ગર્ભગૃહ સાથે એકસૂત્રમાં મેળવેલી હોઈ, પ્રસ્તુત જિનાલયને “ઉજ્જયંતાવાર’ માનીએ તો સુસંગત છે. તેજપાળના પ્રસ્તુત રચના પ્રત્યેનાં ખાસ આકર્ષણ-વલણ-ઢળણ પણ તેની સ્થાપના અર્બુદગિરિ પર પણ કરવા પાછળ કામ કરી ગયાં હશે. ગિરનાર પર વસ્તુપાળે શત્રુંજયાવતાર' સાથે “અષ્ટાપદ' અને “સમેતશિખર'ની પ્રતીક રચનાનાં મંદિરો કરાવેલાં, તો તેજપાળે ત્યાં “કલ્યાણત્રયની પ્રતીક-રચનાનું ભવન કરાવ્યું. આમ બેઉ ભાઈઓને પ્રતીકરચનાઓ નિર્માવવા પ્રતિ પણ રસ રહ્યો હશે તેમ લાગે છે.
ગિરનારના સં. ૧૨૮૮ | ઈ. સ. ૧૨૩૨ના મહામાત્ય વસ્તુપાલકારિત ‘વસ્તુપાલવિહાર'ના છ પ્રશસ્તિલેખોમાં લઘુબંધુ તેજપાળે ત્યાં કરાવેલા “કલ્યાણત્રય” પ્રાસાદનો ઉલ્લેખ નથી. એથી એમ માની શકાય કે પ્રસ્તુતે મંદિર સં ૧૨૮૮થી થોડું મોડું બન્યું હોય. ગિરનારના “કલ્યાણત્રય” પ્રાસાદના મંત્રી તેજપાળના સ્થાપનાના તેમ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org