________________
૧૦૬
સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર
ઉજ્જયંતાવતાર શ્રી નેમિનાથનો “કૈલોક્યસુંદર'પ્રાસાદ કરાવ્યો. અહીંની ટાંકા મસ્જિદમાં આ પૈકીના કેટલાક અવશેષો હોવા જોઈએ. વસ્તુપાલના મૂલમંદિરનું સ્થાન ધોળકામાં બતાવવામાં આવે છે, પણ વર્તમાન મંદિર પ્રમાણમાં અર્વાચીન છે. (૧૮) ધંધુક્કક
વસ્તુપાલે ધંધુકામાં ચતુર્વિશતિબિંબ અને વીરજિન સહિત અષ્ટાપદ ચૈત્ય કરાવ્યું. કુમારવિહારનો ઉદ્ધાર કરી એમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરી અને શિખર પર હેમકુંભ મુકાવ્યાં. તેજપાલે અહીં મોઢવસતિમાં પાંચાલિકા(પૂતળી)વાળો રંગમંડપ કરાવ્યો. એ ઉપરાંત અહીં ત્રણ ધર્મશાલા, બે વિદ્યામઠ અને ત્રણ સત્રાગાર કરાવ્યાં. ધંધુકા અને હડાલાના પ્રાંતરમાં વીરવળના સુકૃત માટે પ્રપા સહિત વાપી કરાવી.
- સૌરાષ્ટ્ર પ્રદેશમાં કરાવેલ સુકૃત્યોના અવલોકન બાદ હવે લાટમાં તેમણે કરાવેલ કૃતિઓની નોંધ જોઈએ. (૧૯) ગણેશ્વર
વસ્તુપાલ અહીં ઈ. સ. ૧૨૩૫માં ગણેશ્વરના મંદિરનો મંડપ કરાવ્યો. (૨૦) નવસારિકા
નવસારીમાં તેજપાલે બાવન જિનાલયયુક્ત પાર્શ્વનાથનો પ્રાસાદ કરાવ્યો. (૨૧) ઘણદિવ્યાપુરી
ગણદેવીમાં તેજપાલે નેમિચેત્ય કરાવ્યું. (૨૨) ઝીઝરીઆ ગ્રામ
તેજપાલે (ઝગડિયામાં?) પ્રાસાદ, સરોવર અને વાપી કરાવ્યાં. (૨૩) ભૃગુકચ્છ
અહીં ઉદયનમંત્રીના પુત્ર આમભટ્ટે ઈ. સ. ૧૧૬ ૬માં પુનર્નિર્માણ કરેલા પ્રસિદ્ધ શકુનિકાવિહારમાં ૨૫ દેવકુલિકાઓ પર હેમદંડ સહિત કલ્યાણકુંભ મુકાવ્યા. મંદિરનું પ્રતોલી-નિર્ગમ દ્વારા તારતોરણ સહિત નવું કરાવ્યું. ગૂઢમંડપમાં પોતાના અને લલિતાદેવીના શ્રેયાર્થે પરિકરયુક્ત અજિતનાથ અને શાંતિનાથની પ્રતિમાઓ તેમ જ તેની (કોડે?) દક્ષિણમાં પોતાની અને લલિતાદેવીની મૂર્તિ કરાવી. એ શકુનિચૈત્યના મુખ પાસે આરસની બે દેવકુલિકાઓ કરાવી. (તેમાં ?) પાર્શ્વનાથ અને મહાવીરનાં બિંબ મુકાવ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org