________________
વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ
૧૦૫
(૧૧) અર્કપાલિત
પાલીતાણા ક્ષેત્રની નજીક આવેલા ઉત્તર મધ્યકાળમાં અંકીપલિય નામે કે અત્યારે અંકેવાળિયાના નામે ઓળખાતાં ગામમાં વસ્તુપાલે જનકની ધર્મવૃદ્ધિ માટે શ્રી વીરજિનનું મંદિર કરાવ્યું. માતૃપુણ્યાર્થે પ્રપા, પિતૃપુણ્યાર્થે સત્ર, સ્વશ્રેયાર્થે વસ્તુપાલસરોવર અને ગામલોકોના કલ્યાણ માટે શિવમંદિર અને પાથાવાસ કુટિ પણ કરાવ્યાં. (૧૨) વલભી
વલભીપુરમાં મલ્લદેવના શ્રેયાર્થે વસ્તુપાલે ઋષભપ્રભુના મંદિરનો ઉદ્ધાર કર્યો; કૂપ, સુધાકુંડ, અને પ્રપા કરાવ્યાં. (૧૩) વિરેજયગ્રામ
અહીં વસ્તુપાલ વિહાર કરાવ્યો, તેમ જ યાત્રિકોની સગવડ માટે સત્ર અને પ્રપા કરાવ્યાં. સંઘને ઊતરવા માટે પ્રતોલી સહિત સ્થાન કરાવ્યું. પાંચ મઠ કરાવ્યા. (૧૪) વાધાકભંડપદ્ર
(વાળાક પંથક ?)માં વસ્તુપાલે વટકુપમંડપિકા કરાવી. (૧૫) કલિગુંદીગ્રામ
તેજપાળે અહીં પ્રપા અને વાપી કરાવ્યાં, વસ્તુપાલે તેની ડાબી બાજુએ ગાંગેયનું કલશયુક્ત મંદિર કરાવ્યું. (૧૬) વર્ધમાનપુર
વસ્તુપાલે વઢવાણમાં વર્ધમાનજિનેશનો હેમકુંભદંડવિભૂષિત બાવન જિનાલયવાળો પ્રાસાદ કરાવ્યો. સંઘરક્ષા માટે દુર્ગ કરાવ્યો. વીરપાલદેવના (મહાવીરના ?) પુરાતન દેવાલયનો ઉદ્ધાર કરાવ્યો. વાપી કરાવી અને બે સત્રાગારો કરાવ્યાં. આ મંદિરો કાળના ગર્ભમાં વિલીન થઈ ગયાં છે. (૧૭) ધવલકક્ક
વિરધવલના સમયમાં ધોળકા વાઘેલાઓનું પાટનગર હતું. અહીં વસ્તુપાલે શત્રુંજયાવતાર શ્રી નાભિજિનેશનો વિશાલબિંબપ્રતિષ્ઠિત, સુવર્ણકલશયુક્ત, ચતુર્વિશતિ પ્રાસાદ તેમ જ કપર્દીયક્ષનું મંદિર કરાવ્યું. પૌષધશાલા કરાવી, મુનિઓ માટે બીજી વસતી પણ કરાવી. રાણકભટ્ટારકના મંદિરનો ઉદ્ધાર કરાવ્યો તથા વાપી અને પ્રપા કરાવ્યાં. તેજપાલે અહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org