Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar Author(s): M A Dhaky, Jitendra B Shah Publisher: L D Indology AhmedabadPage 67
________________ ૫૬ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર ટિપ્પણો : ૧. આ શિલાલેખો ઉપરાંત કેટલાક શિલ્પખંડો પણ ત્યાંથી મળેલા. (જુઓ અહીં ટિપ્પણ ક્રમાંક ૨.) શ્રી અત્રિ પોતાના લેખની પાદટીપ ક્રમાંક ૧માં નોંધે છે : “પ્રસ્તુત શિલ્પ-ખંડો અને શિલાલેખોની પ્રાપ્તિનાં સ્થળ અને કારણો બાબત લેખકના તાજેતરમાં પ્રસિદ્ધ થનાર અન્ય લેખમાં યોગ્ય માહિતી આપવામાં આવેલી હોઈ અહીં પુનરાવર્તન નથી કર્યું." શ્રી અત્રિનો એ સંદર્ભસૂચિત લેખ "A collection of some Jain Stone Images from Mount Girnar els ès Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol XX માં p. 51-59 પર છપાયો છે. ત્યાં ગિરનાર પરના નૈમિનાથાદિ જૈન મંદિરો ફરતા કોટની વાત કર્યા બાદ શ્રી અત્રિએ આ પ્રમાણે નોંધ મૂકી છે : 'In 1959 some work was undertaken in this region, by the authorities of the Jain Śvetämbara Temples, and in the process some part of the wall round the shrines was demolished. There were reports that about the same time, some images were unearthed., On instructions given by the Archaeological survey of India the author of this article collected 13 iterns shown below for being placed in the Junagadh Museum." (Ibid., p. 51.) (વિશેષ નોંધ ઃ આ અંગ્રેજી અવતરણોમાં આવતી શ્રી અત્રિની બે પાદટીપો અહીં જરૂરી ન હોઈ ટાંકી નથી.) શ્રી અત્રિનાં ધનો પરથી આ શિલાલેખો દીવાલના ચણતરમાંથી નીક્ળ્યા છે એવો અર્થ નથી થતો પણ મને લાગે છે કે એ દીવાલ પાડતાં તેની પૂરણીમાંથી નીકળ્યા હોવા જોઈએ, યા તો ત્યાંનાં મંદિરોના પ્રાંગણની ફ૨શબંધી ખોલતાં તેમાં જમીનમાં દટાયેલ હોય ને પ્રગટ થયા હોય. પહેલી સંભાવના વિશેષ રહેલી છે. ૨. જુઓ આગળની પાદટીપમાં ટાંકેલું શ્રી અત્રિના લેખનું અંગ્રેજી અવતરણ, તેમ જ વિગત માટે “A Collection," pp. 51-52. ૩. “ગિરનારના,” સ્વાધ્યાય, પુ ૫, અંક ૨, પૃ. ૨૦૫, ૪. લાડની આગળ સાહુ શબ્દ લેખમાં આપ્યો લાગતો નથી. શ્રી અત્રિની વાચનામાં એ નથી એટલે કોતરનાર કે મુત્સદ્દો ઘડનારનું એ સ્ખલન છે. ગુજરાતી ટીકામાં શ્રી અત્રિ “ખેઢા લાઇડ' એમ એક સાથે વાંચે છે અને એ બન્નેને તેઓ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માને છે કે ગુજરાતમાં આજે પ્રચલિત નામ લખવાની રીત પ્રમાણે ખેઢા દીકરો ને લાહડ બાપ એમ માને છે તે સ્પષ્ટ થતું નથી : (જુઓ “ગિરનારના,’' પૃ. ૨૦૮.) ૫. જ્યાં વધારે કુટુંબીજનો સુકૃત સાથે સંકળાયેલાં હોય ત્યાં પહેલાં પ્રતિમા-પ્રતિષ્ઠાની વિગતો આપી પછી સમસ્ત કુટુંબીજનોનાં નામ જોડવાની પ્રથા આબૂના કેટલાક જૈન શિલાલેખોમાં અને અન્યત્ર જોવા મળે છે. આ મુદ્દો બહુ અગત્યનો ન હોઈ અહીં એવા લેખોની સૂચિ કે સંદર્ભ તુલનાર્થે ટાંકવાની જરૂર નથી. ૬. આ વિશે હું લેખના અંત ભાગે સુચન કરીશ. 9. See A. K. Majumdar, Chaulukyas of Gujarat, Bombay 1956, pp. 177. ૮. Ibid., pp. 178. ૯. અહીં એ બધા સંદર્ભોની સૂચિ આપીશ નહીં. આખરે એ મુદ્દો આ લેખમાં કહેવાની અસલી વાતને ખાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194