Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 68
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ઉપકારક નથી. ૧૦. મંત્રી તેજપાળના લૂણવસહીપ્રાસાદના મૂલનાયકની પ્રતિષ્ઠા પણ તેમણે જ કરી છે. વસ્તુપાલના સેરિસાના પ્રતિમાલેખોમાં પણ વિજયસેનસૂરિ જ પ્રતિષ્ઠાકર્તા છે. ૫૭ ૧૧. અહીં એ બધા સંદર્ભોની યાદી આપીશ નહીં. આ અગાઉ સ્વાધ્યાય પુ૰ ૪, અંક ૩માં શ્રી હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રીના સહલેખન સાથેનો મારો લેખ “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ’’ એ શીર્ષક નીચે પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં પણ તે સમાવી લેવામાં આવ્યો છે. તેમાં જુદા જુદા સ્રોતોમાંથી માહિતી એકત્ર કરી શત્રુંજય, ગિરનાર આદિ સ્થળોએ વસ્તુપાલ-તેજપાલના સુકૃતોની સૂચિ આપી છે, ત્યાં આ ‘સત્યપુરમંડન વીર'ના મંદિરની વાત અને એને આનુષંગિક અન્ય હકીકતોની નોંધ લીધી છે. તાજેતરમાં એ વિષય પર પ્રાપ્ત થયેલું નવું સ્રોત તે શત્રુંજય પરથી સમારકામમાં વાઘણપોળમાંથી મળી આવેલ મંત્રીબાંધવનો પ્રતોલીનો લેખ છે. તેમાં પણ આ ‘સત્યપુરવીર'નો ઉલ્લેખ છે. જુઓ આ પ્ર મુનિશ્રી પુણ્યવિજયજી, “પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિ લેખો,” શ્રી મહાવીર જૈન વિદ્યાલય મહોત્સવ અંક, મુંબઈ ૧૯૬૮, પૃ. ૩૦૬-૩૦૮. ', ૧૨. જુઓ અમારો ઉ૫૨ કથિત “વસ્તુપાલ-તેજપાલની કીર્તનાત્મક પ્રવૃત્તિઓ’વાળો લેખ, પૃ ૩૧૭. એ નોંધ જિનહર્ષગણિના વસ્તુપાલચારિત્ર (સં. ૧૪૯૭ / ઈ. સ. ૧૪૪૧) ઉપરથી ત્યાં લીધેલી. ૧૩. વિજાપુરમાં જિન વાસુપૂજ્યનું પણ એક દેવાલય હતું. સં. ૧૩૨૮ / ઈ. સ. ૧૨૭૨માં શ્રી કુમારગણિએ રચેલી અભયદેવચરિતની સંસ્કૃત પ્રશસ્તિમાં પ્રસ્તુત જિનાલયના ઉપલક્ષમાં એ કાળ આસપાસ જુદા જુદા શ્રેષ્ઠીઓએ કરાવેલી દેવકુલિકાઓના ઉલ્લેખ છે ઃ (જુઓ, અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈનતીર્થ સર્વસંગ્રહ ભાગ પહેલો, ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ॰ ૯૨.) સં. ૧૩૧૭ / ઈ સ ૧૨૬૧માં એ મંદિર પર ખરતરગચ્છીય જિનેશ્વરસૂરિએ સુવર્ણધ્વજદંડલશ ચઢાવ્યાની વાત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે રચેલ શ્રાવકધર્મપ્રકરણની પ્રશસ્તિના આધારે પં. અંબાલાલ શાહે નોંધી છે : (જુઓ જૈનતીર્થ, પૃ॰ ૯૨). હવે જો આ મંદિર ઈ. સ. ૧૨૬૧ પૂર્વનું હોય તો પેઢા અને લાહડે કરાવેલ દેહરીઓ કદાચ આ વાસુપૂજ્યસ્વામીના પ્રાસાદના ઉપલક્ષમાં પણ હોવાની ત્રીજી શક્યતા ઊભી થાય છે. વિજાપુરના કયા જિનાલયમાં તેમણે દેરીઓ કરાવી તેનો જરા સરખો ઇશારો શિલાલેખોમાંથી મળતો નથી. ૧૪. જુઓ, મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અર્બુદ-પ્રાચીન-જૈનલેખ સંદોહ (આબૂ-ભાગ બીજો), ઉજ્જૈનવડોદરા વિ. સં. ૧૯૯૪, પૃ. ૧૩૯-૧૪૫, શિલાલેખ ક્રમાંક ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૫૦, ૩૫૨, ૩૫૩, ૩૫૪ અને ૩૫૫. પબાસણના કુલ ૬ લેખો હોવા જોઈએ પણ પાંચ મળ્યા છે. તેના ખુલાસામાં મુનિશ્રી જયંતવિજયજી નોંધે છે કે ‘છઠ્ઠી મૂર્તિના પરિકરની ગાદી નષ્ટ થઈ ગઈ હશે, અથવા બીજે ક્યાંય આપી દેવામાં આવી હશે; તેથી તે જગ્યાએ લેખ વિનાની પરિકરની નવી ગાદી પાછળથી સ્થાપન થયેલી છે એટલે આ કુટુંબનો એક લેખ અહીંથી નષ્ટ થયો છે.” (એજન, પૃ ૪૩૫). અહીં આ તમામ લેખોનું સંકલન ઉપર્યુક્ત લેખ સંદોહ પરથી પરિશિષ્ટમાં તુલનાર્થે આપ્યું છે. અહીં એ યાદ દેવડાવું કે ગિરનારના શિલાલેખમાં આબૂના નેમિનાથચૈત્યની જગતી પર બે દેવકુલિકાઓ અને તેમાં કુલ ૬ પ્રતિમાઓ ભરાવ્યાનો ઉલ્લેખ છે : આબૂના શિલાલેખ ક્રમાંક ૩૫૨માં ૫ણ એ જ વાત કહી છે. ૧૫. જુઓ લેખ સંદોહ૰, લેખાંક ૩૫૦, પૃ. ૧૪૦-૧૪૧, અને અહીં પરિશિષ્ટ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194