Book Title: Sahitya Shilp ane Sthapatya ma Girnar Author(s): M A Dhaky, Jitendra B Shah Publisher: L D Indology AhmedabadPage 86
________________ ઉજજયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૭૫ ૧ / ટૂ મૂરિ તત્પદે શ્રીમુનસિંદ [સૂરિ ઉપ:] ૨૦ ................ન્ય ત્રય..... પંદરમી શતાબ્દીના મધ્યભાગના અરસામાં રચાયેલી બે પૃથફ પૃથફ ગિરનારચૈત્ય પરિપાટીઓમાં આવતા ઉલ્લેખો પરથી અમે ચર્ચા હેઠળના લેખનાં ખાતાં પૂર્યા છે, જેમકે સં. ૧૫૦૯ | ઈસ. ૧૪૫૩ પછી તુરતમાં રચાયેલી, બૃહતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ચૈત્યપરિપાટીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે' : ઉસવાલ સાલિગ મેલાગરિ ધરમનાથ થાપીય વર જિણહરિ, પણમિસુ સુભ પરિણામ; ૨૦ અને બીજો ઉલ્લેખ છે એક અન્ય ચૈત્યપરિપાટીમાં : યથાર : મેલાસાહ તણી દેહરીઈ ધર્મનાથનઈ નમતાં જઈઈ સૂલદુવારિ થાકણુએ સાતમી સવાલાખી ચુકીધર; ૧૭ શિલાલેખમાં પણ કારાપકોમાં “સા મેલા”નું નામ છે; જો કે તેના બાપનું નામ ઊડી ગયું છે; અને તીર્થકરના નામમાં “નાથ” ભાગ રહ્યો છે, આગલો ભાગ નીકળી ગયો છે. ઉપર ટાંકેલ બંને સંદર્ભોના આધારે, તેમ જ પ્રસ્તુત દેહરી મૂલદ્વાર (પ્રતોલી) નજીક, અને સવાલખી ચોકી પાસે, યાને નેમિનાથના પૂર્વ તરફના સ્તંભયુક્ત પ્રદ્વાર પાસે ક્યાંક હતી તે ધ્યાનમાં રાખતાં, અને લેખ પણ નેમિનાથના મંદિરના બહારના દખ્ખણાદા પરિસરમાં નોંધાયો છે, એમ બધી વાત વિચારતાં એમ લાગે છે કે સંદર્ભગત લેખ ઓસવાળ વંશના “સાધુ સાલિગ અને તેના પુત્ર “સાધુમેલા'એ (મેલાગરે) બંધાવેલ જિન ધર્મનાથની કુલિકા સંબંધનો છે. ચૈત્યપરિપાટીઓના સમયને લક્ષમાં લેતાં પ્રસ્તુત દેરી ૧૫મા શતકના મધ્યભાગ પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય મુનિસિંહસૂરિનો ગચ્છ બતાવ્યો નથી; પણ પાટણના કનાસાના પાડાના મોટા દેરાસરમાં મૂળનાયક શાંતિનાથના ગભારાની સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮ના લેખવાળી શ્રેયાંસનાથની ધાતુમૂર્તિમાં પ્રતિષ્ઠાપક રૂપે સિદ્ધાંતિક-ગચ્છના મુનિસિંહસૂરિનું નામ છે. અમને લાગે છે ગિરનારવાની પ્રતિમાના ઉપર ચર્ચિત લેખના કારાપક મુનિસિંહસૂરિ આ મુનિ હોઈ. ગિરનાર પર સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮ના અરસામાં ત્રણેક મોટાં જિનમંદિરો–ખરતરવસહી, કલ્યાણત્રય, અને પૂર્ણસિંહ વસતી–બંધાયેલાં. તે જોતાં, અને મહિપાલદેવ(દ્વિતીય)નો પણ એ જ સમય હોઈ પ્રસ્તુત લેખ સં. ૧૪૯૪(ઈ. સ. ૧૪૩૮)ના અરસાનો હશે. સંભવ છે કે મુનિસિંહસૂરિના ગુરુનું નામ શ્રીચંદ્રસૂરિ હોય. (લેખમાંદ્ર સૂરિ ભાગ અવશિષ્ટ છે.) કારાપકોનું વંશવૃક્ષ લેખ અનુસાર આ પ્રમાણે સમજાય છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194