SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજજયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૭૫ ૧ / ટૂ મૂરિ તત્પદે શ્રીમુનસિંદ [સૂરિ ઉપ:] ૨૦ ................ન્ય ત્રય..... પંદરમી શતાબ્દીના મધ્યભાગના અરસામાં રચાયેલી બે પૃથફ પૃથફ ગિરનારચૈત્ય પરિપાટીઓમાં આવતા ઉલ્લેખો પરથી અમે ચર્ચા હેઠળના લેખનાં ખાતાં પૂર્યા છે, જેમકે સં. ૧૫૦૯ | ઈસ. ૧૪૫૩ પછી તુરતમાં રચાયેલી, બૃહતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ચૈત્યપરિપાટીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે' : ઉસવાલ સાલિગ મેલાગરિ ધરમનાથ થાપીય વર જિણહરિ, પણમિસુ સુભ પરિણામ; ૨૦ અને બીજો ઉલ્લેખ છે એક અન્ય ચૈત્યપરિપાટીમાં : યથાર : મેલાસાહ તણી દેહરીઈ ધર્મનાથનઈ નમતાં જઈઈ સૂલદુવારિ થાકણુએ સાતમી સવાલાખી ચુકીધર; ૧૭ શિલાલેખમાં પણ કારાપકોમાં “સા મેલા”નું નામ છે; જો કે તેના બાપનું નામ ઊડી ગયું છે; અને તીર્થકરના નામમાં “નાથ” ભાગ રહ્યો છે, આગલો ભાગ નીકળી ગયો છે. ઉપર ટાંકેલ બંને સંદર્ભોના આધારે, તેમ જ પ્રસ્તુત દેહરી મૂલદ્વાર (પ્રતોલી) નજીક, અને સવાલખી ચોકી પાસે, યાને નેમિનાથના પૂર્વ તરફના સ્તંભયુક્ત પ્રદ્વાર પાસે ક્યાંક હતી તે ધ્યાનમાં રાખતાં, અને લેખ પણ નેમિનાથના મંદિરના બહારના દખ્ખણાદા પરિસરમાં નોંધાયો છે, એમ બધી વાત વિચારતાં એમ લાગે છે કે સંદર્ભગત લેખ ઓસવાળ વંશના “સાધુ સાલિગ અને તેના પુત્ર “સાધુમેલા'એ (મેલાગરે) બંધાવેલ જિન ધર્મનાથની કુલિકા સંબંધનો છે. ચૈત્યપરિપાટીઓના સમયને લક્ષમાં લેતાં પ્રસ્તુત દેરી ૧૫મા શતકના મધ્યભાગ પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય મુનિસિંહસૂરિનો ગચ્છ બતાવ્યો નથી; પણ પાટણના કનાસાના પાડાના મોટા દેરાસરમાં મૂળનાયક શાંતિનાથના ગભારાની સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮ના લેખવાળી શ્રેયાંસનાથની ધાતુમૂર્તિમાં પ્રતિષ્ઠાપક રૂપે સિદ્ધાંતિક-ગચ્છના મુનિસિંહસૂરિનું નામ છે. અમને લાગે છે ગિરનારવાની પ્રતિમાના ઉપર ચર્ચિત લેખના કારાપક મુનિસિંહસૂરિ આ મુનિ હોઈ. ગિરનાર પર સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૩૮ના અરસામાં ત્રણેક મોટાં જિનમંદિરો–ખરતરવસહી, કલ્યાણત્રય, અને પૂર્ણસિંહ વસતી–બંધાયેલાં. તે જોતાં, અને મહિપાલદેવ(દ્વિતીય)નો પણ એ જ સમય હોઈ પ્રસ્તુત લેખ સં. ૧૪૯૪(ઈ. સ. ૧૪૩૮)ના અરસાનો હશે. સંભવ છે કે મુનિસિંહસૂરિના ગુરુનું નામ શ્રીચંદ્રસૂરિ હોય. (લેખમાંદ્ર સૂરિ ભાગ અવશિષ્ટ છે.) કારાપકોનું વંશવૃક્ષ લેખ અનુસાર આ પ્રમાણે સમજાય છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy