SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ -લેખ પર દૃષ્ટિપાત પણ “વસ્તુપાલવિહાર'-ની અંતર્ગત ક્યાંય બંધાયેલું હશે. ઈ. સ. ૧૨૪૩નો તુલ્યકાલીન ચર્ચિત લેખ આ ધારણાને બળ આપે છે, કારણ કે તેમાં (આગળ જોયું તેમ) આ અમાત્ય બંધુઓ દ્વારા મુખ્ય મુખ્ય જગ્યાએ થયેલાં મુખ્ય મુખ્ય બાંધકામોનો ઉલ્લેખ છે જેમાં “ઉજ્જયંત મહાતીર્થ” “વસ્તુપાલ-વિહારને જ ગણવામાં આવ્યો છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૭). હવે વરદુડિયા શ્રેષ્ઠીઓએ જો ત્યાં “કપર્દીભવનમાં કંઈ કરાવ્યું જ ન હોય તો એની નોંધ ન જ આવે : ને બીજી જાણવા જેવી વાત એ છે કે કપર્દીયક્ષનું મંદિર “વસ્તુપાલ-વિહાર'નું અંગભૂત નહોતું; એનાથી વેગળું અને સ્વતંત્ર આલય હતું. સમકાલીન સાક્ષીરૂપે શ્રી વિજયસેનસૂરિનું અવલોકન આ સંદર્ભમાં ઉપયોગી થઈ પડશે. તેમણે નોંધ્યું છે કે, “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમેતશિખરવાળાં મનોહર મંડપો સાથે ઋષભેશ્વરનું મંદિર કરાવ્યું; ને કપર્દીયક્ષ અને મરુદેવીના બે ઊંચા પ્રાસાદ (કરાવ્યા).”૩૮ જિનપ્રભસૂરિ પણ (મોટે ભાગે તો વિજયસેનસૂરિના ઉપલા કથનને અનુસરીને) કહે છે કે “વસ્તુપાલમંત્રીએ અષ્ટાપદ અને સમેતના મંડપો સાથે શત્રુજયાવતાર મંદિર તેમ જ કપર્દી-મદેવીના પ્રાસાદો કરાવ્યા.”૩૯ આ કપર્દીભવનના દિશા-સ્થાનનો નિર્દેશ વસ્તુપાલે કરેલ ગિરનાર પરનાં સુકૃતોની જિનહર્ષગણિની નોંધમાં મળે છે : “ને વસ્તુપાલવિહારની પાછળના ભાગે અનુત્તર-(વિમાન) સમું કપર્દીયક્ષનું આયતન કર્યું.”૪૦ આ ઉપરથી આ મુદ્દો તદ્દન સ્પષ્ટ થઈ જાય છે. શ્રી અત્રિએ પ્રકાશમાં લાવેલ ગિરનાર પરનો આ નવપ્રાપ્ત શિલાલેખ મંત્રી બંધુ વસ્તુપાલ-તેજપાલનો ન હોવા છતાં એમના સમકાલીન અને આપણને પૂર્વપરિચિત એવા એક પ્રતિષ્ઠિત જૈન પરિવારનો હોઈ ગુજરાતના ઐતિહાસિક મૂલ્ય ધરાવતા ઉત્કીર્ણ લેખોમાં, શત્રુંજયના વસ્તુપાલ-તેજપાલના શિલાલેખોની તાજેતરમાં થયેલી લબ્ધિની જેમ, નોંધપાત્ર વધારો કરે છે. (ગિરનાર પર્વતપ્રાપ્ત શ્રી નરહડિયા પરિવારનો પ્રશસ્તિ લેખ) १. सं. १२९९ फाग सुदि ३ श्री उजयंत महातीर्थे २. महामात्य श्रीवस्तुपालविहारे महं श्री तेजपाल आदे ३ (शे)न सा. घेढा लाहडेन श्रीनेमिनाथबिंबं षतकं च कारितं । ૪. (પ્રતિ)fyત શ્રી વિનયભૂમિ:] શ્રી તુંગભૂ(વે) મહા ५ (तीर्थे) श्रीआदिनाथबिंबं देवकुलिका दंडकलसादि सहिता ६ वतीश्र* महं श्री वास्तु )पालकारित श्री साचउर देवकुले ७. माव्य* श्रीमहावीरबिंबं षातकं च श्री अर्बुदाचले (मा दा मा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy