Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 6
________________ ૧. સાધનાના પરિબળો આરાધ્ય, આરાધના, આરાધનાના ઉપકરણ, ઉપાસ્ય, ઉપાસના, ઉપાસક એમ છ છે. આરાધ્ય તો અરિહંત ભગવંત કહેવાય. તેમના પ્રત્યે અહોભાવ પ્રગટવો જોઈએ. જેથી સમાપત્તિની પ્રાપ્તિ થાય છે. સમાપત્તિ એટલે અરિહંત તુલ્યતાની પ્રાપ્તિ. “સ્વયં અરિહંત છું” આ રીતે ધ્યાન દ્વારા અરિહંતની સ્પર્શના થાય તે સમાપત્તિ. એમ ઉપાધ્યાયજી મહારાજે જણાવેલ છે. આરાધનાની વિધિ, યાતના, અપ્રમત્તત્તા, શક્તિ અનિગૂહન સૂત્રાર્થમાં ઉપયોગ, મુદ્રા, અનુમોદના આમાં ઉત્સાહ કેળવવો, આપણી આરાધના એવી હોવી જોઈએ કે જેને જોઈ બીજા પણ આરાધનામાં ઉત્સાહથી જોડાય; જેથી સૌભાગ્ય – આદેય નામકર્મ ઉદયમાં આવે. આરાધનાના ઉપકરણો પ્રત્યે પણ અહોભાવ રહેવો જોઇએ. તેના પ્રત્યે મૂર્છા ન હોવી જોઇએ. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર માટેની આરાધનાના કોઇપણ ઉપકરણો પ્રત્યે અહોભાવ કેળવવો જોઈએ. ઉપાસના સદ્ગુરૂની કરવાની છે એટલે કે ગુરુ આપણા માટે ઉપાસ્ય છે. ઉપાસનામાં અહોભાવ એટલે ગુરૂઆજ્ઞાને જીવનમાં વણી લેવી. ગુરુની જે કોઇપણ વાત હોય તે આપણા માટે જીવનમાં ઉતારવા માટે જ હોય છે. વિનય, ભક્તિ સાથે ગુરૂકુળમાં રહેવું તેનાથી ઉપાસના યથાર્થપણે થાય છે. ગુરૂ ઉપાસના સાધકને ઝડપથી મોક્ષમાર્ગમાં આગળ વધારે છે. ઉપાસના કરનારમાં હૃદયની સ્વચ્છતા, સ્વસ્થતા, સરળતા, કૃતજ્ઞતા, શ્રદ્ધા, નમ્રતા હોવી જરૂરી છે. દા.ત. ઉગ્ર આરાધના ન કરવા છતાં ગુરૂની નિર્મળ ઉપાસનાના ઉત્કર્ષથી મૃગાવતીજી, પુષ્પાચુલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્યના શિષ્ય, માપતુષ મુનિ વિગેરે ઝડપથી ભવસાગર તરી ગયા. ઉપાસના કરવી

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62