Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 39
________________ (૩૮) ૪. સહન કરવાથી, સરળતા કેળવવાથી, સમતા રાખવાથી, બીજાને સહાયભૂત બનવાથી, ગુરુ સમર્પણભાવ પ્રગટવાથી જે શોભે તે સાધુ કે સાધક (આ.) ૫. ત્રિયોગ, ઇન્દ્રિય, પુદ્ગલ ઉપર સંયમ રાખે તે સાધક (આ.) બાકી અજ્ઞાની કે ઢોંગી. (વિ.) ૬. હેયને હેય માનવા, ઉપાદેયને ઉપાદેય માનવા તે સમજણ (આ). બાકી શેય પદાર્થની ફક્ત પુષ્કળ સૃતિ હોય તે કેવળ જાણકારી (વિ.) ૭. સ્વની અનુભૂતિ કરાવે તેમજ યોગ્યતા પ્રગટાવે તે સ્વાધ્યાય (આ) બાકી યોગ્યતા ન પ્રગટાવે તો શિક્ષણ (વિ.) ૮. ચિત્તને શુદ્ધ કરે તેવો, ફરી પાપમાં પ્રવૃત્તિ ન કરાવે તેવો પસ્તાવો એટલે પ્રાયશ્ચિત (આ.) ૯. વિનમ્રતા પ્રગટાવે તે વિનય (આ.) બાકી લાચારી (વિ.) ૧૦. આત્માની સાચી સમજણ આપે તે જ્ઞાન, (આ.) બાકી જાણકારી (વિ.) ૧૧. ઉપયોગને સર્વદા આત્મકેન્દ્રિય બનાવે તે ધર્મધ્યાન (આ.) બાકી ઠગધ્યાન (વિ.) ૧૨. શરીર અને આત્માના ભેદનું સંવેદન તે જ્ઞાન અને તેના દ્વારા આત્મા અને પરમાત્માના અભેદનું સંવેદન તે ધ્યાન (આ.) ૧૩. આત્માને ઉપકારી થાય તે ઉપકરણ (આ.) બાકી અધિકરણ. (કર્મનું કારણ)-(વિ.) ૧૪. જ્ઞાનાદિ ગુણને બળવાન બનાવી કર્મને તપાવે, ને દૂર કરે તે તપ. (આ) બાકી લાંધણ (વિ.) ૧૫. કાયાની મમતા તોડે તે કાર્યોત્સર્ગ (આ.) બાકી વ્યાયામ (વિ.)

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62