Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 48
________________ (૪૭) થાય અને શક્તિ સૌથી વધુ હોય છે. માટે સાધના મન સુધી પહોંચવી જોઈએ અને પાપને મનમાંથી કાઢવાનો પુરૂષાર્થ કરવાનો છે. પહેલાં મનમાં સંક્લેશ ઊભો થાય, પછી વચનમાં કડવાશ આવે અને છેલ્લે કાયાના સ્તરે હિંસા વગેરે પાપ થાય. મનમાં પેદા થતા સંકલેશને અટકાવીએ તો જ તે અલગ અલગ રૂપે આગળ વધતો અટકે. જીવને અનાદિ કાળથી આકર્ષણ સંકલેશનું રહેલું છે. ૧. નાની બાબતમાં સંકલેશ જાગે. ૨. વાતવાતમાં ઓછું આવે. ૩. નબળા ભવિષ્યની કલ્પનાઓ જાગે. ૪. દુઃખી ભૂતકાળની સ્મૃતિ જાગે. ૫. ડંખીલા વ્યવહારમાં મન ચોંટી જાય. ૬. કડવાં શબ્દો ભૂલાય નહિ. ૭. અપમાન, તિરસ્કાર મનને વ્યથિત કરે. ૮. રોગને હટાવવાની વિચારણા લાંબી ચાલે. ૯. ઠંડી, ગરમી, ભૂખ, તરસ, વગેરેના નિવારણના ઉપાય માટે સતત ચિંતા રહે. ૧૦. સ્વાર્થ સાધવાની આસક્તિ રહે. ૧૧. પ્રતિકૂળતામાં મન બેચેન રહે. ૧૨. કષ્ટથી ભાગેડુ વૃત્તિ જાગે. ૧૩. સહન કરવામાં પલાયનવૃત્તિ પ્રગટે. ૧૪. બીજાનો ઉત્કર્ષ જોઈ ન શકાય. ૧૫. પ્રતિપક્ષી વ્યક્તિને સંભળાવવાની તકની તલાશ શોધે.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62