Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 51
________________ (૫૦) વડે ગ્લિષ્ટ ચિત્ત-મનનો અભ્યાસ કરે છે અને જ્યારે ચિત્ત શ્લિષ્ટ થઈ જાય પછી, તેના વડે ચિત્તને સુલીન બનાવવાનો અભ્યાસ કરે છે. આમ વારંવાર આવો અભ્યાસ-પુરૂષાર્થ કરવાથી નિરાલંબન ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ સમરસ ભાવ પ્રાપ્ત કરી પરમાનંદને અનુભવે છે. સમરસભાવ-સામ્યયોગને મેળવવા માટે સાધક બાહ્યાત્મભાવથી પાછા ફરીને પ્રસન્નતાયુક્ત અંતરાત્મા વડે પરમાત્મામાં તન્મય થવા માટે : પરમાત્માનું ધ્યાન કરે છે. આત્મબુદ્ધિથી એટલે કે અહંભાવ અને મમત્વ બુદ્ધિથી શરીરાદિકને ગ્રહણ કરનાર આત્મા બહિરાત્મા કહેવાય છે અને શરીરાદિકનો સાક્ષી-દ્રષ્ટા થવાથી અંતરઆત્મા કહેવાય છે. જ્ઞાન સ્વરૂપ, આનંદમય, બધા જ પ્રકારની ઉપાધિથી રહિત, પવિત્ર, શુદ્ધ, ઇન્દ્રિયો દ્વારા અગોચર અને અનંતગુણોનું ભાજન એ પરમાત્મા છે. શરીરથી આત્માને ભિન્ન જાણે તેમજ સત એવા આત્માથી શરીર જુદું જાણે. આમ આત્મા અને શરીરનો ભેદ જાણી લે છે તે સાધક સાધના દ્વારા આત્માનો નિશ્ચય કરી લે છે. જેઓનો આત્મા બાહ્ય આવરણોથી ઢંકાયેલો છે. એવા મૂઢ-અવિવેકીજનો આત્માથી પર બાહ્ય વિષયોમાં સંતોષ પામે છે, પણ બાહ્ય વિષયોમાં સુખ નથી એવું ભાન થવાથી એવા જ્ઞાની, આત્માને વિષે જ સંતુષ્ટ બને છે. બહુ જ સહજ રીતે પ્રાપ્ત થઈ શકે એવું મોક્ષપદ આત્મામાં જ રહેલું છે. તેથી જ વિચારવાન-જ્ઞાની પુરૂષો માત્ર આત્મજ્ઞાન મેળવવા ના પુરૂષાર્થને જ સાચો ગણે છે અને તેવો પ્રયત્ન કરે છે. જેમ સિદ્ધ થયેલા રસના સ્પર્શ વડે લોટું ,વર્ણપણાને પામે છે તેમ પરમાત્માના ધ્યાનથી આત્મા પરમાત્મપણાને પામે છે. જેમ નિંદ્રામાંથી જાગૃત થયેલા મનુષ્યને પૂર્વે અનુભવેલા પદાર્થોનું કોઈના કહ્યા વિના જ્ઞાન થાય છે. તેમ પૂર્વ જન્મના સંસ્કારથી કોઈના ઉપદેશ સિવાય પણ સ્વયમેવ આત્મતત્ત્વ પ્રકાશિત થાય છે અથવા જન્માંતરના સંસ્કાર ન હોય તો આ જન્મમાં સદ્ગુરુના ચરણની સેવા

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62