Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 56
________________ (૫૫) અવરોધ લાવે છે. જ્યાં સુધી માયા-કપટ-દંભ છે. ત્યાં સુધી જીવ સમ્યગુ દર્શન પામી શકતો નથી. સાધનાના ક્ષેત્રમાં ધારોકે સાધક તમામ વસ્તુનો પરિત્યાગ કરીને નગ્ન થઈને વિચરે છે, વર્ષો સુધી તપશ્ચર્યા દ્વારા શરીરને કૃશ કરી નાખે છે, પણ જો એનામાં માયાની ગાંઠ રહેલી છે, તો તેવા સાધકે અનંતવાર ગર્ભમાં આવવું પડશે અને જન્મ-મરણ રૂપ ફેરા કરવા પડશે. દંભવૃત્તિ સાધકના આધ્યાત્મિક તેમજ સામાજિક જીવન એ બન્નેમાં અશાંતિ ઊભી કરે છે. હૃદયની પવિત્રતા, સરળતા અને નિષ્કપટતા વિના સઘળી સાધના નિષ્ણાણ જેવી છે. શાસ્ત્રમાં લક્ષ્મણા સાધ્વીજીનો દાખલો આપવામાં આવ્યો છે. પોતાની ભૂલની આલોચના પોતાના ગુરુણીજી પાસે કપટરહિતપણે કરી શક્યા નહિ, એમ કરવા જતાં પોતાની પ્રતિષ્ઠા જોખમાશે. આવા વિચારથી દંભ થઈ ગયો અને એમ વિચાર્યું કે તપથી મોટા મોટા પાપ પણ નષ્ટ થઈ જાય છે તો આ તો મારો માત્ર નાનકડો અને માનસિક અપરાધ છે, તેને દૂર કરતાં કેટલીવાર લાગવાની. આ દંભનું પરિણામ શું ભોગવવું પડશે તેનો વિચાર ન થયો. તેથી ગુરુણીજીએ એ અપરાધનું જે પ્રાયશ્ચિત દર્શાવ્યું, તેના કરતાં અનેકગણી તપશ્ચર્યા કરી, છતાં તેઓ નિઃશલ્ય થયા ન હોવાથી તે શુદ્ધ થઈ શક્યા નહીં. • ૮૪ ચોવીસી સુધી જન્મમરણના ફેરાવામાં ભમવું પડ્યું. હવે આ આવતી ચોવીસી તેમના માટે ૮૪મી ચોવીસી છે. તેમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભના સમયમાં લક્ષ્મણા સાધ્વીજીનો જીવ મુક્તિ પામશે. આ ચરિત્રનો સાર એટલો જ છે કે સાધકે નિર્દોષ અને સરળ બનીને ગુરૂ પાસે પોતાના દોષની વાત યથાતથ્ય કહેવી જોઇએ અને જે પ્રાયશ્ચિત આપે તે સ્વીકારવું જોઇએ અને તે પ્રમાણે જ પ્રાયશ્ચિત કરવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62