Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 58
________________ (૫૭) જીવવામાં જટિલ બનાવી દઇએ છીએ અને પછી થાક અનુભવીએ છીએ. જીવન શાંતિથી જીવવું હોય તો આડંબર વિનાનું સાદું જીવન, સરળ જીવન જીવવા પ્રયત્ન કરવો જોઈએ. સાદગી અને સરળતા એ આપણા જીવનના મુખ્ય પાયા હોવા જોઈએ. આપણું જીવન આરંભ કે સમારંભ રહિત સાદગી અને સરળતાથી મહેકતું રહેવું જોઇએ. જીવન મળ્યું છે તેને આનંદપૂર્વક જીવવાનો પુરૂષાર્થ કરવો અને તે રૂપે જીવવું. આપણું જીવન જ બીજાને બોધરૂપ બની શકે તેવી રીતે જીવવું જોઈએ. કાંઇપણ બોલ્યા વગર આપણું જીવન જ બીજાને બોધનું કારણ થઈ શકે. જો આ રીતે જીવીએ તો આપણું જીવન સરળ બની જાય પણ આપણને તેને જટિલ બનાવીને જીવવાની ટેવ પડી ગઈ છે, જ્યાં ત્યાંથી પ્રશ્નોની હારમાળા જ ઊભી કર્યા કરીએ છીએ અને પછી તેને સુલઝાવવામાં જ આપણું જીવન વહી જાય છે. આપણને જીવનમાં જે વિષમતાનો અનુભવ થાય છે તે આપણે જ ઊભી કરેલી છે. જીવનને જટિલ બનાવીને જીવવા જતાં આપણે નથી જીવનનો આનંદ લઈ શકતા અને જીવનથી હારી થાકી જઈને નિરાશતાને અનુભવીએ છીએ. ૨૭. વિચારણીય - સુવાક્યો ૧. જે બીજાના સુકૃતને બાળે તેને એવા નિમિત્ત મળે જેનાથી તે "પોતાના સુકૃત બાળે. ૨. આસ્તિકતા ટકાવવી સહેલી છે, કારણ કે તેમાં ગુમાવવાનું કશું નથી, પણ ઉપશમભાવ ટકાવવો અઘરો છે; કેમકે તેમાં અહંકાર, ઇચ્છા, સ્વાર્થ, અસહિષ્ણુતાનું બલિદાન દેવું પડે છે. - ૩. વિષયની આસક્તિ એકને ડુબાડે, કષાયની ઉગ્રતા અનેકને સળગાવે.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62