Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 54
________________ (૫૩) પ્રેરણા કરતો નથી, મન ઇન્દ્રિયોને પ્રેરતું નથી ત્યારે ઉભય ભ્રષ્ટ થયેલું મન સ્વયંવિનાશ પામે છે. જયારે મન ભસ્મથી ઢંકાયેલા અગ્નિની પેઠે દેખાતું નથી તેમજ પવન વિનાના સ્થાનમાં રહેલા દિવાની પેઠે સ્થિર થાય છે ત્યારે સંપૂર્ણ આત્મજ્ઞાન રૂપ તત્ત્વ પ્રગટ થાય છે. આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થાય છે તેનું શરીર કોમળતાને તેમજ સ્નિગ્ધતાને ધારણ કરે છે. અમનસ્કતાની પ્રાપ્તિ વડે મનરૂપ શલ્ય નાશ પામે છે ત્યારે શરીર છત્રની પેઠે જડતાને તજી શિથિલ થાય છે માટે હંમેશાં કલેશ આપનારા શલ્ય રૂપે થયેલા અંતઃકરણને શલ્ય રહિત કરવા માટે અમનસ્કતા સિવાય બીજું કોઈ ઔષધ નથી. મન અતિ ચંચળ છે, અતિ સૂક્ષ્મ અને વેગવાળું હોવાથી જલ્દી હાથમાં આવે તેવું નથી. માટે તેને પ્રમાદ રહિતપણે થાક્યા વિના ઉગ્નનીભાવરૂપ શસ્ત્ર વડે ભેદી નાખવું. જ્યારે અમનસ્કભાવની પ્રાપ્તિ થાય છે ત્યારે સાધક પોતાનું શરીર છૂટું પડી ગયેલું હોય, બળી ગયેલું હોય, ઉડી ગયેલું હોય, ઓગળી ગયેલું હોય અને હોય જ નહિ એવો અનુભવ કરે છે. આમ અમનસ્કતા રૂપ અમૃતકુંડમાં મગ્ન થયેલો સાધક અનુપમ પરમ અમૃતરૂપ આત્મસ્વરૂપનો આસ્વાદ અનુભવે છે. જ્યારે સાધક આત્મ અનુભવ કરીને તેમાં સ્થિર થાય છે ત્યારે સાધક પરમાનંદનો અનુભવ કરે છે, આ પરમાનંદની આગળ મધ પણ મધુર લાગતું નથી, ચંદ્રની શીતળતા કરતાં પણ અધિક શીતળતાને અનુભવે છે. - આમ આત્મજ્ઞાન પ્રગટ થતાં જીવ પરમાનંદનો અનુભવ કરે છે. માટે સાધકે આવું આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે સદ્દગુરુની ઉપાસના કરવા માટેની તીવ્ર ઈચ્છા કરવી અને રાખવી. ધર્મ કે અધ્યાત્મની યાત્રા પર જવા માગતી વ્યક્તિ પાસે ઊંડી સમજ હોવી જરૂરી છે. તે સમજને સ્વાનુભવમાં ફેરવવા માટેના દઢ સંકલ્પની પણ એટલી જ જરૂર રહે છે. અધ્યાત્મનો માર્ગ સહેલો પણ છે અને દુર્ઘટ પણ છે. જો પોતે પોતાની રીતે ધર્મ-માર્ગમાં આગળ વધવા પુરૂષાર્થ કર્યા

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62