Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 52
________________ (૫૧) કરનારા, પ્રશમયુક્ત-તીવ્ર વૈરાગ્યયુક્ત, ને ગુરૂની કૃપાથી પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેને પૂર્વે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય તેને સદ્ગુરુ તે તત્ત્વજ્ઞાનની દઢ પ્રતીતિ કરાવનારા થાય છે અને જેણે પૂર્વે તત્ત્વજ્ઞાનના સંસ્કાર પ્રાપ્ત થયેલા નથી તેને તત્ત્વજ્ઞાન મેળવવામાં સદ્ગુરુ સહાયક થાય છે. આમ બન્ને કારણે સદ્ગુરુનું સાનિધ્ય જરૂરી હોવાથી સદ્ગુરુ તત્ત્વની ઉપાસના સદા કરવી યોગ્ય છે. જેમ સૂર્ય ગાઢ અંધકારને પળવારમાં દૂર કરે છે અને ન દેખાતી વસ્તુઓ કે પદાર્થો દેખાય છે તેમ સદ્ગુરુ અજ્ઞાનરૂપ અંધકારને કારણે પોતાનું તત્ત્વસ્વરૂપ દેખાતું નથી તેને પ્રકાશમાં આણવાનો માર્ગ બતાવવા દ્વારા તે તત્ત્વસ્વરૂપને પ્રકાશિત કરવાની પ્રેરણા કરે છે અને જે તે પ્રમાણે ચાલે તેને પોતાનું તત્ત્વસ્વરૂપ પ્રકાશિત થાય છે, અનુભવાય છે. માટે સાધકે બીજા યોગો સાધવાનો કલેશરૂપ પ્રયાસ નહીં કરતાં ગુરુના ઉપદેશ દ્વારા આત્માને અનુભવવા માટેના પુરૂષાર્થનો અભ્યાસ કરવો, પ્રીતિ કરવી. સાધક શાંત થઇ મન-વચન-કાયાના ક્ષોભનો પુરૂષાર્થ વડે ત્યાગ કરી રસથી ભરેલા પાત્રની પેઠે આત્માને હંમેશાં નિશ્ચલ-સ્થિર રાખે. ઉદાસીનતાને પ્રાપ્ત થયેલો સાધક કોઇપણ પદાર્થનું ચિંતન ન કરે, કારણ કે સંકલ્પોથી વ્યાકુળ થયેલું ચિત્ત પછી સ્થિર થતું નથી. જ્યાં સુધી સાધકના પ્રયત્નની ન્યૂનતા છે અને સંકલ્પ વિકલ્પો થયા કરે છે ત્યાં સુધી ચિત્તની લીનતા થતી નથી, તેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ પણ ન થાય. જે તત્ત્વને “આ છે” એમ સાક્ષાત્ સદ્ગુરુ પણ કહી શકતા નથી તે તત્ત્વને ઉદાસીનતાને પ્રાપ્ત થયેલો સાધક સ્વયમેવ પ્રાપ્ત કરી લે છે, અનુભવે છે. ઉદાસીનતાને - ઉન્મનીભાવને પ્રાપ્ત થયેલો સાધક કેવો હોય ? એકાંતમાં, અતિપવિત્ર સ્થળમાં હંમેશાં સુખપૂર્વક બેસી, શરીરના બધા જ અવયવોને શિથિલ કરી ભલે તે સુંદરરૂપ જોતો હોય, મનોહર જાણી સાંભળતો હોય, સુગંધી પદાર્થની સુગંધી લેતો હોય, સ્વાદિષ્ટ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62