Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 55
________________ (૫૪) કરે તો તે દુર્ઘટ છે. પણ જો જ્ઞાની પુરૂષનું શરણ સ્વીકારી તેની આજ્ઞા મુજબ અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ કરે તો સહેલો પણ છે. આ માર્ગમાં આગળ વધવામાં મુશ્કેલી ઊભી કરનાર મન છે. મન હંમેશાં સદા પરિચિત રસ્તે ચાલવા ટેવાયેલું છે. એટલે એ અધ્યાત્મમાર્ગમાં વારંવાર અટકી જવાની જીદ કરે છે. કારણ કે સંસારભાવોનું ચીલાચાલુ જીવન એના માટે સુપરિચિત છે અને તેથી એમાં જ રચ્યાપચ્યા રહેવાનું એ સતત જીવને સમજાવવા પ્રયત કરતું રહે છે. અધ્યાત્મનો માર્ગ મન માટે નવો છે. માટે સતત જાગૃતપણે રહી મન તેમાં રુકાવટ ન કરે તે પ્રમાણે કેળવવાની જરૂરીયાત રહેલી છે. સજાગપણે વર્તમાન ક્ષણમાં જીવવું એટલે ધ્યાનમાં જીવવું. આ રસ્તે ચાલવાની મન આનાકાની કર્યા કરતું હોય છે. એક તો તેના માટે આ માર્ગ અજાણ્યો છે અને એ જાણે છે કે જો જીવ ધ્યાનમાર્ગમાં સ્થિર થઈ જશે તો તે મારી પકડમાંથી નીકળી જશે. પોતાનો માલિકીપણાનો હક જતો રહેશે. તેથી મને ધ્યાનમાર્ગમાંથી બહાર કાઢી નાખવા સતત જીવને કોઈને કોઈ પ્રકારનું પ્રલોભન આપ્યા કરતું હોય છે. આ સામે સાધકે સાવધ રહી મનને આપણી ઇચ્છા મુજબ અધ્યાત્મમાર્ગમાં ચાલતું કરવાનો પુરૂષાર્થ સતતપણને કરતા રહેવાનું છે. આલોચના-સચ્ચાઈ અને નિષ્કપટપણે કરવી જોઇએ. આલોચના જીવનનું અમૃત છે. સાધકે પોતાની ભૂલોની આલોચના ગુરૂ સમક્ષ કરીને દોષનો બોજ હળવો કરી નાખવો જરૂરી છે. આલોચના કરતી વખતે કપટરહિત અને દંભ રહિત થવું જરૂરી છે, કારણકે કપટ અને દંભ એ એવું વિષ છે કે જે આલોચનાના અમૃતને ઝેરયુક્ત બનાવી દે છે. વ્યાવહારિક દુનિયામાં પણ છળ-કપટ અને દંભ ખૂબ મુશ્કેલીઓ ઊભી કરે છે, તો આધ્યાત્મિક જીવનમાં તો એ વધારે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરે છે. સાધનાના ક્ષેત્રમાં માયાને કોઈ સ્થાન નથી. સાધકના જીવનમાં અને સાધનામાં તેમજ આત્મવિકાસ સાધવામાં માયા-કપટ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62