Book Title: Sadhak Sadhna
Author(s): Rasik Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 31
________________ (૩૦) સમ્યજ્ઞાન મેળવવાની પાત્રતા કેળવવા માટે રાગદ્વેષ ઘટાડવા પ્રયત્ન કરવો. સમક્તિ અને ચારિત્ર નિર્મળ બને, રાગદ્વેષ ઘટે, સરળતા, સમર્પિતતા આવે તો જ જ્ઞાનયોગ સફળ બને. બાકી શાસ્ત્ર પણ શસ્ત્ર બની જાય. આમ ન બને તેને માટે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આપણામાં સ્થિર કરવો જરૂરી છે. શેય પદાર્થની જાણકારી ઓછી હોય તો ચાલે, પરંતુ હેય, ઉપાદેય પદાર્થની તાત્ત્વિક જાણકારી પૂરેપૂરી જોઇએ કે જેથી વૈરાગ્ય યથાર્થપણે પ્રગટાવી શકાય. જેમ વૈરાગ્ય વધે તેમ વીતરાગતાની નજીક પહોંચાય. માટે સતતપણે આંતરિક વૈરાગ્યને વધારતા જ રહેવું, એ સાધકનું કર્તવ્ય છે. વૈરાગ્યથી મનની સ્થિરતા આવે છે. આપણી જરૂરીયાતો ઓછી રાખવાથી વૈરાગ્યમાં વધારો કરી શકાય છે. કહેવત છે કે “ખોરાક, ઊંઘ અને બોલવાનું - આ ત્રણને જેટલા ઘટાડીએ તેટલા ઘટે અને વધારીએ તેટલા વધે.” સાધકે સંગ્રહ વૃત્તિ ઘટાડવી કારણકે સંગ્રહવૃત્તિ પુણ્યના અવિશ્વાસ તરફ ખેંચી જાય છે, સત્ત્વહીન બનાવે છે. આસક્તિ તૃષ્ણામાં ખેંચી જાય છે, રાગ તીવ્ર કરે છે, વૈરાગ્યહીન બનાવે છે. વિષય આકર્ષણની જેમ સંગ્રહવૃત્તિ પણ વૈરાગ્યહીનતાની નિશાની છે. વૈરાગ્ય ઘટે તેમ સ્વાધ્યાયની રુચિ, શક્તિ ઘટે અને અહંકાર વધે અને અહંકાર વધે તેમ પ્રશંસાની ભૂલ વધે. જે નુકસાનકર્તા થઇ પડે. ગુરુ સાથે ક્યારેય પણ સંઘર્ષમાં ઉતરવાની ભૂલ સાધકે કરવાની નથી કારણ કે તે તો નુકસાનનો ધંધો છે. સાધક નુકસાનીનો ધંધો કરવા તૈયાર ન હોય. સાધના કરતાં ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ ચડિયાતો હોવો જોઇએ. તેના દ્વારા જ સાધક સહેલાઇથી આગળ વધી શકે. ગુરુ પ્રત્યે સમર્પિતભાવ ન હોય તે શુદ્ધ આલોચના પણ ન કરી શકે. કાયા વડે થયેલા પાપનું પ્રાયશ્ચિત કરવું સહેલું છે પણ મનના સ્તરે થયેલા પાપનું પ્રાયશ્ચિત કરવું ખૂબ ખૂબ કઠણ છે. મનના સ્તરે થયેલા પાપોની

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62